કામ રોકતાં અધિકારીઓને મારવા જ જોઈએઃ આપના MLAનું વિવાદિત નિવેદન

ઉત્તમ નગરના ધારાસભ્ય નરેશ બાલ્યાને કેજરીવાલની હાજરીમાં કહ્યું કે કામ રોકતાં અધિકારીઓને મારવા જ જોઈએ.

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 04:52 PM
અધિકારીઓ આમઆદમીના કાર્યોને રોકે છે, ચીફ સેક્રેટરી ખોટાં આરોપો લગાવી રહ્યાં છે. આવા અધિકારીઓને મારવા જ જોઈએ- નરેશ બાલ્યાન
અધિકારીઓ આમઆદમીના કાર્યોને રોકે છે, ચીફ સેક્રેટરી ખોટાં આરોપો લગાવી રહ્યાં છે. આવા અધિકારીઓને મારવા જ જોઈએ- નરેશ બાલ્યાન

દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશની સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મીટિંગમાં થયેલી કથિત મારપીટ બાદ આપના વધુ એક ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તમ નગરના ધારાસભ્ય નરેશ બાલ્યાને કેજરીવાલની હાજરીમાં કહ્યું કે અધિકારીઓ આમઆદમીના કાર્યોને રોકે છે, ચીફ સેક્રેટરી ખોટાં આરોપો લગાવી રહ્યાં છે.

નવી દિલ્હીઃ દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશની સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મીટિંગમાં થયેલી કથિત મારપીટ બાદ આપના વધુ એક ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તમ નગરના ધારાસભ્ય નરેશ બાલ્યાને કેજરીવાલની હાજરીમાં કહ્યું કે અધિકારીઓ આમઆદમીના કાર્યોને રોકે છે, ચીફ સેક્રેટરી ખોટાં આરોપો લગાવી રહ્યાં છે. આવા અધિકારીઓને મારવા જ જોઈએ. 19 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને આપના ધારાસભ્યો અને ચીફ સેક્રેટરી સાથે મારપીટનો આરોપ છે. આ મામલે હાલ બંને ધારાસભ્યો તિહાડ જેલમાં બંધ છે.

આપના ધારાસભ્યએ શું કહ્યું?


- ઉત્તમ નગરની એક રેલીમાં આપના ધારાસબ્ય નરેશ બાલ્યાને કહ્યું કે, "કોઈપણ કામ જે ત્રણ દિવસનું હોય તેના માટે અધિકારી 6-6 મહિનાનો સમય લગાવી રહ્યાં છે. કેમકે કેજરીવાલે તેના માટે તેમને મળતી સેટિંગ બંધ કરી દીધી છે. હવે તેઓએ ફાઈલોને રોકવાનું શરૂ કર્યું છે. જે કંઈપણ ચીફ સેક્રેટરીની સાથે થયું, તે અંગે તેઓએ ખોટા આરોપ લગાવ્યાં છે. હું તો કહુ છું કે આવા અધિકારીઓને મારવા જ જોઈએ, ઠોકવા જોઈએ. જો કોઈ આમઆદમીના કામને રોકીને બેસા છે, એવા લોકો સાથે આ પ્રકારનો જ વ્યવહાર થવો જોઈએ."

બે ધારાસભ્યોની ધરપકડ, કેજરીના ઘરે પહોંચી હતી પોલીસ


- CS સાથે મારપીટ પછી દિલ્હી પોલીસે 20 તારીખે અંશુ પ્રકાશનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું જેમાં તેમના શરીર પર મારપીટના નિશાન મળ્યાં હતા. જે બાદ પોલીસે કેસ દાખલ કર્યો હતો.
- પોલીસે આપના બે ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલની ધરપકડ કરી છે. કોર્ટે તેમને 14 દિવસ માટે જેલ મોકલી દીધાં છે.
- શુક્રવારે પોલીસની એક ટીમે કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી અને ત્યાંથી 21 સીસીટીવી કેમેરાના ફુટેજ અને હાર્ડડિસ્ક જપ્ત કરી છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

જે કંઈપણ ચીફ સેક્રેટરીની સાથે થયું, તે અંગે તેઓએ ખોટા આરોપ લગાવ્યાં છે. - નરેશ બાલ્યાન
જે કંઈપણ ચીફ સેક્રેટરીની સાથે થયું, તે અંગે તેઓએ ખોટા આરોપ લગાવ્યાં છે. - નરેશ બાલ્યાન
X
અધિકારીઓ આમઆદમીના કાર્યોને રોકે છે, ચીફ સેક્રેટરી ખોટાં આરોપો લગાવી રહ્યાં છે. આવા અધિકારીઓને મારવા જ જોઈએ- નરેશ બાલ્યાનઅધિકારીઓ આમઆદમીના કાર્યોને રોકે છે, ચીફ સેક્રેટરી ખોટાં આરોપો લગાવી રહ્યાં છે. આવા અધિકારીઓને મારવા જ જોઈએ- નરેશ બાલ્યાન
જે કંઈપણ ચીફ સેક્રેટરીની સાથે થયું, તે અંગે તેઓએ ખોટા આરોપ લગાવ્યાં છે. - નરેશ બાલ્યાનજે કંઈપણ ચીફ સેક્રેટરીની સાથે થયું, તે અંગે તેઓએ ખોટા આરોપ લગાવ્યાં છે. - નરેશ બાલ્યાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App