ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» AAP MLA Amantulla Khan got bail by High Court in Delhi CS Slapping case

    દિલ્હી CS મારપીટ કેસ: આપ MLA અમાનતુલ્લા ખાનને મળ્યા જામીન

    divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 12:43 PM IST

    ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મારપીટના મામલે દિલ્હી હાઇકોર્ટે સોમવારે આરોપી ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન આપી દીધા
    • ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશે આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન (ફોટો) અને પ્રકાશ જારવાલ પર લગાવ્યો હતો મારપીટનો આરોપ. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશે આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન (ફોટો) અને પ્રકાશ જારવાલ પર લગાવ્યો હતો મારપીટનો આરોપ. (ફાઇલ)

      નવી દિલ્હી: ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મારપીટના મામલે દિલ્હી હાઇકોર્ટે સોમવારે આરોપી ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન આપી દીધા. હાઇકોર્ટે કહ્યું કે અરજદાર (અમાનતુલ્લા) 20 દિવસથી વધુ સમય કેદમાં રહી ચૂક્યા છે અને હવે આગળ પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં રાખવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે AAPના બે ધારાસભ્યો અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જારવાલની સીએસ સાથે મારપીટના આરોપમાં 20 અને 21 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, જારવાલને કોર્ટે 9 માર્ચે જ જામીન પર છોડી મૂક્યા હતા.

      નીચલી કોર્ટે રદ કરી હતી જામીનની અરજી

      - દિલ્હી હાઇકોર્ટની જસ્ટિસ મુક્તા ગુપ્તાએ અમાનતુલ્લાને પ્રકાશ જારવાલની જેમ જ કેટલીક શરતો હેઠળ જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટે બંને ધારાસભ્યોને જામીન આપવાની ના પાડી દીધી હતી. કોર્ટનું કહેવું હતું કે એક અધિકારી સાથે મારપીટના મામલાને હળવા અને રોજબરોજના મામલા તરીકે ન લઇ શકાય. જામીન ન આપવા પાછળ કોર્ટે બંનેના હિસ્ટ્રીશીટર હોવાનો તર્ક પણ આપ્યો હતો.

      અમાનતુલ્લા પર નોંધાયેલા છે 12 ગુનાઇત મામલાઓ

      - સોમવારે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો. તેમાં અમાનતુલ્લાનું નામ 12 ગુનાઇત મામલાઓમાં નોંધાયેલું હોવાની વાત કહેવામાં આવી છે. તેમાંથી ત્રણ મામલાઓમાં તેમને છોડી મૂકવામાં આવ્યા છે.

      કેજરીવાલના ઘરેથી જપ્ત થયાં હતા 21 કેમેરા

      - પોલીસે અરવિંદ કેજરીવાલના ઘરે લગભગ 1 કલાક સુધી તપાસ અને પૂછપરછ કરી. ડીસીપી હરિંદર સિંહે જણાવ્યું કે, સીએમ હાઉસમાં 21 કેમેરા ઈન્સ્ટોલ છે, જેમાંથી 14 કામ કરે છે. જ્યાં ચીફ સેક્રેટરીની સાથે મારપીટની ઘટના થઈ હતી, ત્યાં કોઈ કેમેરો ઈન્સ્ટોલ નથી. અમે 21 CCTV કેમેરાની રેકોર્ડિંગ અને હાર્ડડિસ્ક જપ્ત કરી છે. તમામ કેમેરા 40 મિનિટ મોડેથી ચાલી રહ્યાં છે.

      આગળની સ્લાઇડમાં વાંચો ચીફ સેક્રેટરીની સાથે મારપીટનો શું છે મામલો ?

    • સીફ સેક્રેટરી 19 ફેબ્રુઆરીની રાતે મીટિંગ માટે કેજરીવાલના બંગલે ગયા હતા.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સીફ સેક્રેટરી 19 ફેબ્રુઆરીની રાતે મીટિંગ માટે કેજરીવાલના બંગલે ગયા હતા.

      નવી દિલ્હી: ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મારપીટના મામલે દિલ્હી હાઇકોર્ટે સોમવારે આરોપી ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન આપી દીધા. હાઇકોર્ટે કહ્યું કે અરજદાર (અમાનતુલ્લા) 20 દિવસથી વધુ સમય કેદમાં રહી ચૂક્યા છે અને હવે આગળ પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં રાખવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે AAPના બે ધારાસભ્યો અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જારવાલની સીએસ સાથે મારપીટના આરોપમાં 20 અને 21 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, જારવાલને કોર્ટે 9 માર્ચે જ જામીન પર છોડી મૂક્યા હતા.

      નીચલી કોર્ટે રદ કરી હતી જામીનની અરજી

      - દિલ્હી હાઇકોર્ટની જસ્ટિસ મુક્તા ગુપ્તાએ અમાનતુલ્લાને પ્રકાશ જારવાલની જેમ જ કેટલીક શરતો હેઠળ જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટે બંને ધારાસભ્યોને જામીન આપવાની ના પાડી દીધી હતી. કોર્ટનું કહેવું હતું કે એક અધિકારી સાથે મારપીટના મામલાને હળવા અને રોજબરોજના મામલા તરીકે ન લઇ શકાય. જામીન ન આપવા પાછળ કોર્ટે બંનેના હિસ્ટ્રીશીટર હોવાનો તર્ક પણ આપ્યો હતો.

      અમાનતુલ્લા પર નોંધાયેલા છે 12 ગુનાઇત મામલાઓ

      - સોમવારે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો. તેમાં અમાનતુલ્લાનું નામ 12 ગુનાઇત મામલાઓમાં નોંધાયેલું હોવાની વાત કહેવામાં આવી છે. તેમાંથી ત્રણ મામલાઓમાં તેમને છોડી મૂકવામાં આવ્યા છે.

      કેજરીવાલના ઘરેથી જપ્ત થયાં હતા 21 કેમેરા

      - પોલીસે અરવિંદ કેજરીવાલના ઘરે લગભગ 1 કલાક સુધી તપાસ અને પૂછપરછ કરી. ડીસીપી હરિંદર સિંહે જણાવ્યું કે, સીએમ હાઉસમાં 21 કેમેરા ઈન્સ્ટોલ છે, જેમાંથી 14 કામ કરે છે. જ્યાં ચીફ સેક્રેટરીની સાથે મારપીટની ઘટના થઈ હતી, ત્યાં કોઈ કેમેરો ઈન્સ્ટોલ નથી. અમે 21 CCTV કેમેરાની રેકોર્ડિંગ અને હાર્ડડિસ્ક જપ્ત કરી છે. તમામ કેમેરા 40 મિનિટ મોડેથી ચાલી રહ્યાં છે.

      આગળની સ્લાઇડમાં વાંચો ચીફ સેક્રેટરીની સાથે મારપીટનો શું છે મામલો ?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: AAP MLA Amantulla Khan got bail by High Court in Delhi CS Slapping case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `