મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના ચોંકવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ચાલુ ટ્રેનમાં મહિલા ચઢવા જતાં નીચે પટકાઇ હતી. મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઇ ગઇ હતી, પરંતુ મહિલા કચડાય એ પહેલાં જ RPFના જવાને મહિલાને તરત જ બહાર ખેંચી લીધી હતી અને મહિલાનો આબાદ બચાવ થયો હતો. મહિલાનો જીવ બચાવનાર RPFના જવાનને રેલવે તરફ ફક્ત એક હજારનું ઇનામ મળ્યું હતું. જીવ બચાવવાનું ઇનામ ફક્ત એક હજાર રૂપિયા આ તે કેટલું યોગ્ય છે?