ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» A tourist died in stone pelting in Srinagar J&K CM Mehbooba said it is shameful

  J&K: પથ્થરબાજીમાં પ્રવાસીનું મોત, મહેબૂબાએ કહ્યું- માથું શરમથી ઝૂક્યું

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 09:19 AM IST

  ગુલમર્ગ જઇ રહેલા એક પ્રવાસીઓના વાહન પર અચાનક કેટલાક લોકોએ પથ્થરો વરસાવ્યા
  • મહેબૂબા મુફ્તીએ હોસ્પિટલ જઇને મૃતકના પરિવરજનો સાથે મુલાકાત કરી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહેબૂબા મુફ્તીએ હોસ્પિટલ જઇને મૃતકના પરિવરજનો સાથે મુલાકાત કરી.

   શ્રીનગર: શ્રીનગરમાં પથ્થરબાજીની ઝપટમાં આવીને સોમવારે તમિલનાડુના એક પ્રવાસી આર થિરૂમણિ (22)નું માથું ફૂટી ગયું. ઇલાજ દરમિયાન તેનું મોત થઇ ગયું. રાજ્યમાં થયેલી આ પ્રકારની પહેલી ઘટના પછી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ હોસ્પિટલ જઇને મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપી. ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યું- આ બહુ જ દુઃખદ છે, મારું માથું શરમથી ઝૂકી ગયું છે.

   અચાનક થયેલી પથ્થરબાજીમાં થયું પ્રવાસીનું મોત

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સોમવારે સવારે નગરથી આશરે 15 કિલોમીટર દૂર નરબલ વિસ્તારમાં થયો.

   - ગુલમર્ગ જઇ રહેલા એક પ્રવાસીઓના વાહન પર અચાનક કેટલાક લોકોએ પથ્થરો વરસાવ્યા. આ દરમિયાન પ્રવાસીઓમાં સામેલ ચેન્નાઈના રહેવાસી થિરૂમણિના માથામાં પથ્થર વાગ્યો.
   - પોલીસે અજાણ્યા પથ્થરબાજો વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.

   ઉમર અબ્દુલ્લાએ કહ્યું- અમે મહેમાનોને પથ્થર માર્યા

   - ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કરતા કરીને પથ્થરબાજો પ્રત્યે ગુસ્સો પ્રદર્શિત કર્યો.

   - તેમણે ટ્વિટ કરીને કહ્યું, "અમે એક પર્યટક વાહન પર પથ્થર ફેંક્યો જેમાં તે જઇ રહ્યો હતો અને તેનું મોત થઇ ગયું. અમે એક મહેમાનને પથ્થર માર્યો જેનાથી તેનું મોત થઇ ગયું."
   - ઉમરે કહ્યું, "ચેન્નાઈના રહેવાસી આ યુવા પર્યટકનું મારા ચૂંટણી ક્ષેત્રમાં મોત થયું. જ્યારે હું આ ગુંડાઓ અને તેમની વિચારધારાનું સમર્થન નથી કરતો."

  • ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કરતા પથ્થરબાજો પ્રત્યે ગુસ્સો દર્શાવ્યો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કરતા પથ્થરબાજો પ્રત્યે ગુસ્સો દર્શાવ્યો. (ફાઇલ)

   શ્રીનગર: શ્રીનગરમાં પથ્થરબાજીની ઝપટમાં આવીને સોમવારે તમિલનાડુના એક પ્રવાસી આર થિરૂમણિ (22)નું માથું ફૂટી ગયું. ઇલાજ દરમિયાન તેનું મોત થઇ ગયું. રાજ્યમાં થયેલી આ પ્રકારની પહેલી ઘટના પછી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ હોસ્પિટલ જઇને મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપી. ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યું- આ બહુ જ દુઃખદ છે, મારું માથું શરમથી ઝૂકી ગયું છે.

   અચાનક થયેલી પથ્થરબાજીમાં થયું પ્રવાસીનું મોત

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સોમવારે સવારે નગરથી આશરે 15 કિલોમીટર દૂર નરબલ વિસ્તારમાં થયો.

   - ગુલમર્ગ જઇ રહેલા એક પ્રવાસીઓના વાહન પર અચાનક કેટલાક લોકોએ પથ્થરો વરસાવ્યા. આ દરમિયાન પ્રવાસીઓમાં સામેલ ચેન્નાઈના રહેવાસી થિરૂમણિના માથામાં પથ્થર વાગ્યો.
   - પોલીસે અજાણ્યા પથ્થરબાજો વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.

   ઉમર અબ્દુલ્લાએ કહ્યું- અમે મહેમાનોને પથ્થર માર્યા

   - ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કરતા કરીને પથ્થરબાજો પ્રત્યે ગુસ્સો પ્રદર્શિત કર્યો.

   - તેમણે ટ્વિટ કરીને કહ્યું, "અમે એક પર્યટક વાહન પર પથ્થર ફેંક્યો જેમાં તે જઇ રહ્યો હતો અને તેનું મોત થઇ ગયું. અમે એક મહેમાનને પથ્થર માર્યો જેનાથી તેનું મોત થઇ ગયું."
   - ઉમરે કહ્યું, "ચેન્નાઈના રહેવાસી આ યુવા પર્યટકનું મારા ચૂંટણી ક્ષેત્રમાં મોત થયું. જ્યારે હું આ ગુંડાઓ અને તેમની વિચારધારાનું સમર્થન નથી કરતો."

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A tourist died in stone pelting in Srinagar J&K CM Mehbooba said it is shameful
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top