Home » National News » Desh » આ શખ્સે પત્નિઓના પૈસા એશ કરવા માટે કર્યા 9 નિકાહ| Man Did Nine Marriages To Enjoy Life On His Wifes Money

નોકરિયાત છોકરીઓ સાથે લગ્ન કરી તેમના પૈસે કરતો એશ, FB પર ખૂલ્યુ 9 લગ્નનું રહસ્ય

Divyabhaskar.com | Updated - May 03, 2018, 11:11 AM

લખનઉમાં એક મુસ્લિમ મહિલાએ તેના પતિ પર ઘણાં નિકાહ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે

  • આ શખ્સે પત્નિઓના પૈસા એશ કરવા માટે કર્યા 9 નિકાહ| Man Did Nine Marriages To Enjoy Life On His Wifes Money
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આરોપી સમીર

    લખનઉ: ફેસબુક પર બે મહિલાઓની વચ્ચે 'મારો પતિ..મારો પતિ'ના ઝઘડામાં રાજસ્થાનના ચિત્તૌડગઢમાં રહેતા સમીર અહમદની નવ પત્નીઓનું રહસ્ય ખુલ્યું છે. મંગળવારે સમીરની ઠાકરગંજમાં રહેતી પત્ની અફંશા પરવીને બહાનાથી તેને લખનઉ બોલાવ્યો અને પછી પોલીસ પાસે પકડાવી લીધો હતો. સમીર વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધી લેવામાં આવી છે.

    મેટ્રોમોનિયલ સાઈટથી કર્યા 9 મહિલાઓ સાથે નિકાહ


    - પોલીસ ઈન્ચાર્જ દીપક દુબેએ જણાવ્યું કે, સમીર અહેમદે મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા નવ મહિલાઓ સાથે નિકાહ કરીને તેમને દગો આપ્યો છે. તેણે 28 ઓગસ્ટ 2016ના રોજ ગઢીપીરમાં રહેતા અબ્દુલ અઝીઝની દીકરી અફંશા સાથે પણ નિકાહ કર્યા હતા. ત્યારે સમીરે તેની ઓળખ ફાઈનાન્સ કંપનીનો સંચાલક અને દર મહિને રૂ. એક લાખની આવક ગણાવી હતી.
    - અફંશા એક ખાનગી ઉર્દુ સ્કૂલમાં ભણાવતી હતી. નિકાહ પછી તે સમીર સાથે ઠાકુરગંજના પસંદબાગ વિસ્તારમાં ભાડેથી રહેવા આવી ગઈ હતી. તેણે જણાવ્યું કે, તે પ્રેગ્નેન્ટ છે. સમીર 15 દિવસ પહેલાં જ બિઝનેસની વાત કરીને બહાર જવાની વાત કરી હતી.

    બંને પત્નીઓનો ફેસબુક પર શરૂ થયો ઝઘડો


    - ચાર દિવસ પહેલાં યાસ્મીન નામની યુવતીની અફંશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. અફંશાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા બંને વચ્ચે ચેટિંગથી વાત થવા લાગી. યાસ્મીને જણાવ્યું કે, તે રાજસ્થાનની એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. તેણે ફેસબુક પ્રોફાઈલ ફોટા વિશે પૂછતા અફંશાએ જણાવ્યું કે, તે તેનો પતિ સમીર છે. આ વાતથી યાસ્મીનની ગુસ્સો આવી ગયો.
    - યાસ્મીને અફંશાને કહ્યું કે, યાસ્મીન તેનો પતિ છે અને ચાર મહિના પહેલાં જ તેમના નિકાહ થયા છે. આ સાંભળીને જ અફંશાના આશ્ચર્યનો પાર નહતો રહ્યો. તેણે કહ્યું કે, તે સમીરની પત્ની છે. અંતે બંનેનો ફેસબુક પર ઝઘડો થઈ ગયો હતો. બંને સમીર તેમનો પતિ હોવાનો દાવો કરી રહી હતી. અફંશાએ પરિવારજનોને સમીરની આ કરતૂત વિશે જાણ કરતા હોબાળો થઈ ગયો હતો.
    - અંતે મંગળવારે અફંશાએ સમીરને બહાનુ કરીને લખનઉ બોલાવ્યા અને પછી પોલીસમાં પકડાવી લીધો હતો.

    નોકરિયાત મહિલાઓને ફસાવતો અને પછી તેમના પૈસે એશ કરતો


    - સમીર માત્ર નોકરિયાત મહિલાઓને જ તેની જાળમાં ફસાવતો હતો. નિકાહ પછી તે વાઈફના પૈસા ઉપર જલસા કરતો હતો. બિઝનેસ ટૂર અને મીટિંગના બહાને તે મોટા ભાગે ઘરની બહાર જ રહેતો હતો. અફંશાએ જણાવ્યું કે, તે મહિનામાં છ-સાત દિવસ જ ઘરે રહેતો હતો. અફંશાની બધી કમાણી તે એની સાથે લઈ જતો હતો.એવુ કહેતો હતો કે તેના રૂપિયા માર્કેટમાં ફસાયેલા છે અને આવશે એટલે તુરંત પાછા આપી દેશે. આમ, તે પત્નીઓની કમાણી ઉપર જ એશ કરતો હતો.
    - એક પત્ની પાસેથી પૈસા લઈને તે બીજી પત્ની પાસે જતો હતો. ત્રણ ચાર દિવસ ત્યાં જલસા કર્યા પછી તે ત્રીજી, ચોથી અને એમ બાકીની પત્નીઓ સાથે ફરતો હતો. અફંશાએ તેની બચતમાંથી સમીરને પલ્સર પણ લઈ આપ્યું હતું. થોડા દિવસ પહેલાં સમીરે અફંશાના ભાઈ અસરફ પાસેથી બિઝનેસના નામે રૂ. 30,000 પણ લીધા હતા અને આ સિવાય તેણે પત્નીઓની બચત અને એફડી તોડાવીને પણ વાપરી નાખી હતી.

    12 વર્ષ પહેલાં કર્યા હતા પહેલાં લગ્ન


    - પોલીસ પૂછપરછમાં સમીરે જણાવ્યું કે, તેણે 12 વર્ષ પહેલાં નેહા સાથે લગ્ન કર્યા હતા. તેનાથી તેને 3 બાળકો પણ છે. નેહા અત્યારે પણ રાજસ્થાનના ચિતૌડગઢમાં સમીરની સાથે રહે છે. તને પતિના આ કાવતરાં વિશે જાણ જ નહતી. સમીર ઘણી વાર અફંશાને કહેતો કે તે તેની સાતમી પત્ની છે. યાસ્મીનને તે તેની નવમી પત્ની કહેતો હતો. બંને તેની વાતને મજાક સમજતી હતી.
    - પોલીસ પૂછપરછમાં પણ સમીરે એવુ જ કહ્યું છે કે, તે તો તેની પત્નીઓ સાથે મજાક કરતો હતો. તેણે માત્ર નેહા, અફંશા અને યાસ્મીન એમ ત્રણ જણ સાથે જ નિકાહ કર્યા છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • આ શખ્સે પત્નિઓના પૈસા એશ કરવા માટે કર્યા 9 નિકાહ| Man Did Nine Marriages To Enjoy Life On His Wifes Money
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અફંશા નામની પત્નીએ સમીરને પોલીસમાં પકડાવી લીધો
  • આ શખ્સે પત્નિઓના પૈસા એશ કરવા માટે કર્યા 9 નિકાહ| Man Did Nine Marriages To Enjoy Life On His Wifes Money
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સોશિયલ મીડિયા ઉપર બંને પત્નીની ચેટ
  • આ શખ્સે પત્નિઓના પૈસા એશ કરવા માટે કર્યા 9 નિકાહ| Man Did Nine Marriages To Enjoy Life On His Wifes Money
    આરોપીએ પોલીસ પૂછપરછમાં કહ્યું- મે માત્ર 3 લગ્ન જ કર્યા છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending