Home » National News » Desh » સ્થાનિક કસબામાં મંગળવારે સાંજે એક કિશોરીએ પોતાના ઘરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી | Udaipur a girl get suicide by hanginig at home

માં-બાપે રૂમનો દરવાજો ખોલ્યો તો લટકી રહી હતી દીકરી, સ્યૂસાઈડ નોટમા પિતા માટે લખી હતી આ ખાસ વાત

Divyabhaskar.com | Updated - May 04, 2018, 02:04 PM

મૃતકના પિતાએ આ મામલે આરોપ લગાવ્યો છે કે ગામના જ એક યુવકે પહેલાં તેની સાથે દુષ્કર્મ કરી અશ્લીલ વીડિયો બનાવ્યો હતો.

 • સ્થાનિક કસબામાં મંગળવારે સાંજે એક કિશોરીએ પોતાના ઘરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી | Udaipur a girl get suicide by hanginig at home
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  માનસીએ પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી

  દેસૂરી/પાલી(ઉદયપુર): સ્થાનિક કસબામાં મંગળવારે સાંજે એક કિશોરીએ પોતાના ઘરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ઘટનાના સમયે તે ઘરમાં એકલી જ હતી. મોતથી પહેલાં તેને સ્યૂસાઈડ નોટ લખી હતી જે પોલીસે જપ્ત કરી લીધી છે. મૃતકના પિતાએ આ મામલે આરોપ લગાવ્યો છે કે ગામના જ એક યુવકે પહેલાં તેની સાથે દુષ્કર્મ કરી અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. તેને વાયરલ કરવાની ધમકી આપીને મિત્રોના સહયોગથી સોના-ચાંદીના અને રોકડ રકમ પડાવી લીધા હતા. જે બાદ પણ આરોપી તેને સતત પરેશાન કરતો હતો. જેનાથી દુઃખી થઈને તેની દીકરીએ મોત વ્હાલું કર્યું છે. પોલીસે શબનું પોસ્ટમોર્ટમ બોર્ડ પાસે કરાવ્યું, પરંતુ આરોપીઓને તત્કાલ પકડવાની માગ પર પરિવારે શબ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો.

  આવી રીતે ખ્યાલ આવ્યો પરિવારને


  - પોલીસના જણાવ્યા મુજબ દેસૂરીમાં રહેતી માનસી કુમારીએ મંગળવારે સાંજે પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. મોડી સાંજ સુધી દરવાજો ન ખોલતા પરિવારને શંકા ગઈ અને તેઓએ પોલીસને જાણ કરી હતી. જે બાદ દરવાજા ખોલીનું જોયું તો કિશોરી ફંદા પર લટકી રહી હતી. પોલીસે ગ્રામીણોના સહયોગથી શબ નીચે ઉતારીને પોતાના કબ્જામાં લીધું હતું. શબની પાસે જ એક સ્યૂસાઈડ નોટ પણ મળી હતી. પોલીસે ત્રણ ડોકટરોના સહયોગથી શબને પોસ્ટમોર્ટમ કરાવીને મોર્ચરીમાં રાખ્યો હતો. પરિવારે આરોપીઓને ન પકડવામાં આવે ત્યાં સુધી શબ લેવાનો ઈન્કાર કરી દીધો છે.

  સ્યૂસાઈડ નોટમાં લખ્યું- મેં તમને અને ભાઈને ઘણાં જ પરેશાન કર્યાં


  - મરતાં પહેલાં કિશોરીએ પોતાની સાથે થયેલી બળજબરીથી દુઃખી થઈને સ્યૂસાઈડ નોટ પણ લખી છે. પોલીસે સ્યૂસાઈડ નોટ તેના રૂમમાંથી જપ્ત કરી છે. જેમાં તેને લખ્યું છે કે તમારા માટે સોનું કિંમતી હતું. સોનું તેને જ વેંચ્યુ છે અને રૂપિયા પણ તેની પાસે જ છે. તેને પોતાના ભાઈ અને પરિવારને યાદ કરતાં કહ્યું કે તે લોકોને ઘણું જ દુઃખ આપ્યું છે.

  પિતાએ લખાવ્યો આ રિપોર્ટ


  - પિતા શંકરલાલ મુજબ વીડિયો ઈન્ટરનેટ પર નાંખવાની ધમકીઓ આપીને દોઢ વર્ષથી બ્લેકમેઈલ કરી રહ્યાં હતા આરોપી. એક માસ પૂર્વે જ દીકરીએ તેને આ જાણકારી આપી, તે કાર્યવાહી કરે તે પહેલાં જ દીકરીએ આત્મહત્યા કરી લીધી.
  - રિપોર્ટ મુજબ વિક્રમ ઉર્ફે જોન પુત્ર છીતરમલે દોઢ વર્ષ પહેલાં જ તેની પુત્રીનો બળાત્કાર કરીને તેની અશ્લીલ વીડિયો ક્લિપિંગ બનાવી. આ ક્લિપિંગને વાયરલ કરવાના નામે અત્યારસુધીમાં અનેક વખત દુષ્કર્મ કરી તેમજ હજારો રૂપિયાના દાગીના અને રોકડ રકમ ઝુંટવી ચુક્યો છે.
  - વિક્કિના મિત્ર રાજૂ પુત્ર અઝીઝ ખાં, શેર ખાંનો પુત્ર સલીમ ખાં, બાબૂ ખાં પુત્ર કાદર ખાં કુરૈશી પણ દરેક કામમાં તેની મદદ કરતા હતા.
  - વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ઝુંટવેલા ઘરેણાં અને રોકડથી આરોપી શરાબ-માંસની પાર્ટીઓ કરતા હતા. મૃતકાના પિતાના આક્ષેપ મુજબ આરોપીઓએ એક તોલાની સોનાની કાનના ઝૂમકા તેમજ અડધા તોલાની સોનાની વીંટી પડાવી લીધી છે. જે બાદ વધુ માગ કરી જેના માટે દીકરીએ મનાઈ કરી દીધી હતી. આ અંગે આરોપીઓએ વીડિયોને ઈન્ટરનેટ પર મુકવાની તેમજ મને અને મારા પુત્રને મારવાની ધમકીઓ આપી હતી. જેનાથી ગભરાઈને તેને આત્મહત્યા કરી લીધી છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • સ્થાનિક કસબામાં મંગળવારે સાંજે એક કિશોરીએ પોતાના ઘરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી | Udaipur a girl get suicide by hanginig at home
  માનસી કુમારી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ