Home » National News » Latest News » National » પિતાને હેરાન થતા જોઈ 20 વર્ષના આ છોકરાએ કરી મોટી શોધ | viral video rajasthan man invented driver less tractor

પિતાને હેરાન થતા જોઈ 20 વર્ષના આ છોકરાએ કરી મોટી શોધ

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 08:16 PM

રાજસ્થાનના 20 વર્ષીય યોગેશ નાગરનો આઈડિયા

  • રાજસ્થાનના બારન જિલ્લાના બમોરીકલા ગામ રહેતા યુવક યોગેશ નાગરે ખેડુતો માટે એક અનોખી શોધ કરી છે. યોગેશે રિમોટથી ચાલતા ટ્રેકટરની શોધ કરી છે. રિમોટથી ચાલતા આ ટ્રેકટરથી દુર બેસીને સરળતાથી પૂરું ખેતર ખેડી શકાય છે. આ શોધની વાર્તા એવી છે કે, યોગેશના પિતા એક ખેડુત છે અને દિવસ ભર ટ્રેક્ટર ચલાવીને પરિવારનું ભરણપોશણ કરે છે. પરંતુ એક દિવસ અચાનક પોગેશના પિતાને કમરમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને એમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને બેડ રેસ્ટ કરવાનું કહ્યું હતું. પરંતુ ઘરમાં એક જ કમાતા હોવાથી તેમના માટે તે શક્ય નહોતું. પિતાની આ સ્થિતિ જોઈને યોગેશને ડ્રાઈવર લેસ ટ્રેકટર બનાવવાનો વિચાર આવ્યો હતો. જે માટે તેના પિતાએ યોગેશને 50 હજારની મદદ કરી હતી. રિમોટથી ચાલતું આ ટ્રેકટર સમગ્ર ખેતરને ખેડી શકે છે. દોઢ કિલોમીટર દૂરથી પણ આ ટ્રેકટરને ઓપરેટ કરી શકાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ