Divya Bhaskar

Home » National News » Latest News » National » suspected to be child lifter beaten to death by angry mob|બાળક ચોર સમજીને ટોળું બન્યું જંગલી, માથામાં બેટ મારીને નિર્દોષને ઉતાર્યો મોતને ઘાટ

બાળક ચોર સમજીને ટોળું બન્યું જંગલી, માથામાં બેટ મારીને નિર્દોષને ઉતાર્યો મોતને ઘાટ

Divyabhaskar.com | Updated - May 25, 2018, 05:08 PM

સોશિયલ મીડિયાના વાયરલ વીડિયોએ આખા ટોળાને બનાવ્યું ખૂની,માસૂમ માણસનું દર્દનાક મોત

  • જેટલા જ આપણે હાઈટેક થઈએ છીએ તેટલા જ કદાચ ઘાતકી પણ, કોણ જાણે કેવું જંગલીપણું આપણા અંદર ટોળા સ્વરૂપે આવી જાય છે કે આપણે સારા નરસાનો કે સાચા ખોટાનો પણ નિર્ણય કરી શકતા નથી. કાળજું કંપાવી દે તેવી આ ઘટના બની હતી બેંગલૂરૂમાં. એવું પણ કહી શકીએ કે લોકોએ સમજ્યા વગર જ ફોરવર્ડ કરેલો એક વીડિયો એક નિર્દોષનો જીવ લઈને જ જંપ્યો હતો. વાત જાણે એમ હતી કે આજકાલ બેંગલૂરૂમાં એક બાળક ઉઠાવતી ગેંગનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોએ લોકોના મગજ અને વિવેક બુદ્ધિ પર એવો સંકજો કસ્યો હતો કે તેમણે એક આખા ટોળાને જ ખૂની બનાવી દીધું. તેમણે એક અજાણ્યા અને માસૂમ રાજસ્થાની યુવકને આ જ બાળક ચોર સમજીને મારી નાંખ્યો હતો. કાલુરામ નામના આ રાજસ્થાનીનું આ ભીડ દ્વારા ખૂન કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિને પોલીસ વધુ સારવાર કરાવે તે પહેલાં જ તેનું રસ્તામાં જ મોત થયું હતું. એક અપીલ તમને પણ છે જ કે ક્યારેય વાયરલ વીડિયો જોઈને ઉશ્કેરાટમાં ના આવતા, કોઈ પણ મેસેજ કે વાયરલ વીડિયોને જાણ્યા કે સમજ્યા વગર તેને સત્ય ના માનો. તમારી એક ભૂલ કે સમજફેર કોઈ નિર્દોષને મોતને ઘાટ ઉતારવા માટે પુરતી છે. માટે લાગણીમાં આવીને કે કોઈનું સારું થશે તેવું વિચારીને ક્યારેય કોઈ મેસેજ કે વીડિયો ફોરવર્ડ ના જ કરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending