Divya Bhaskar

Home » National News » Latest News » National » Hamirpur in bundlekhand has been dried out of the hand pump for 3 years|ત્રણ વર્ષથી બંધ હૅન્ડપમ્પમાંથી અચાનક નીકળવા લાગ્યું પાણી

અજબ યુપીમાં ફરી ગજબ: ત્રણ વર્ષથી બંધ હૅન્ડપમ્પમાંથી અચાનક નીકળવા લાગ્યું પાણી

Divyabhaskar.com | Updated - May 10, 2018, 12:15 PM

બુંદેલખંડના અનેક વિસ્તારોમાં પાણીનો પોકાર જ સંભળાય છે તેવામાં સામે આ અજબ ઘટના

  • આ ઉનાળામાં જ્યારે પણ ઉત્તરપ્રદેશના બુંદેલખંડની વાત નીકળે ત્યારે નજર સામે દુષ્કાળ ગ્રસ્ત વિસ્તાર, પાણીની તકલીફથી કંટાળી લોકોનું સ્થળાંતર, ઉજ્જડ થઈ રહેલ ગામ જ દેખાય. ચારેતરફ બસ પાણી પાણીનો પોકાર જ સંભળાય છે તેવામાં એક અજબ જ કહી શકાય તેવી ઘટના સામે આવી છે. અહીના હમીરપુર નામના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી એક હૅન્ડપમ્પ બંધ હાલતમાં હતો. પાણીના તળ ઊંડે જવાથી તે પમ્પમાં પાણી જ નહોતું આવતું. અને તેવામાં અચાનક જ એક દિવસ તે જ હૅન્ડપમ્પમાંથી પાણી આવવા લાગ્યું છે. જે વિસ્તારમાં ચોતરફ દુષ્કાળના ડાકલાં વાગતાં હોય, પાણીનો પોકાર પડતો હોય ત્યાં હૅન્ડપમ્પમાંથી નીકળતા આ પાણીને જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending