Divya Bhaskar

Home » National News » Latest News » National » EPISODE Fourteen OF The CCTV SHOW|યુવતીઓની સામે જ આધેડે બસમાં કરી ગંદી હરકત,

યુવતીઓની સામે જ આધેડે બસમાં કરી ગંદી હરકત, યુવતીઓએ જ કર્યો વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - May 22, 2018, 06:35 PM

શું મહિલાઓએ પણ આવા નરાધમોના કૃત્યનો પર્દાફાશ કરવા માટે આમ જ પુરાવાઓ એકઠા કરવા પડશે?

  • શું સમાજમાં મહિલા ક્યાંય સુરક્ષિત નથી? દીકરી, પત્ની કે પછી મા પર કેમ કોઈને કોઈ બહાને અત્યાચાર થાય છે? શું આવી પીડિત મહિલાઓને ન્યાય સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ જ મળતો રહેશે? પ.બંગાળની એક બસમાં બે મહિલાઓ સામે જોઇને આવી અશ્લીલ હરકત કરનાર એ વ્યક્તિની પોલીસે ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો.

    તે આધેડની આવી કરતુતને તે હિંમતવાન યુવતીએ કેમેરામાં કેપ્ચર કરી હતી. તે યુવતી આટલેથી નહોતી અટકી પણ તેને આ વીડિયો ફેસબુક પર અપલોડ કરી નાંખ્યો હતો. કલકત્તા પોલીસના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ આ વીડિયો પોસ્ટ કર્યો હતો જેના કારણે સફાળી જાગેલી પોલીસે તે આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. આજકાલ દેશમાં આવી બધી શર્મનાક ઘટનાઓ પણ વધવા લાગી છે, શું મહિલાઓએ પણ આવા નરાધમોના કૃત્યનો પર્દાફાશ કરવા માટે આવી રીતે જ પુરાવાઓ એકઠા કરતા રહેવા પડશે?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending