દર્દથી કણસતી રહી મહિલા, દવાખાનાના ગેટ પર જ આપ્યો બાળકને જન્મ

ગર્ભવતી મહિલા દવાખાનાના દરવાજે રડતાં રડતાં વગર ડૉક્ટરે આપ્યો બાળકને જન્મ

Divyabhaskar.co.in | Updated - May 26, 2018, 11:58 AM
Delivery On The Gate in panna madhya pradesh|

સરકાર ભલે જનની સુરક્ષા યોજના અંતર્ગત લાખો રૂપિયા ખર્ચ કરતી હોય પણ અમૂક હોસ્પિટલ સરકારની બધી યોજનાઓને ઘોળીને પી જાય તેવો નજારો પણ હજુ જોવા મળે છે. વાત છે મધ્યપ્રદેશના જ પન્નાની, જ્યાં એક સરકારી દવાખાનાનું લોલમલોલ બહાર આવ્યું હતું. ગઢીપઢરિયાની ગ્રામીણ મહિલાને પ્રસવની પીડા ઉપડતાં જ તેને આ સરકારી

દવાખાનામાં લાવવામાં આવી હતી. જો કે તે ગર્ભવતી મહિલાની કરમની કઠણાઈ એવી કે તેને આવી હાલતમાં ગેટ પર જ બેસી જવું પડ્યું હતું. આ પીડા એટલી અસહ્ય હતી તો પણ ના કરવામાં આવી તેના માટે સ્ટ્રેચરની વ્યવસ્થા કે પછી ના ફરક્યો કોઈ દવાખાનાનો સ્ટાફ પણ, અંતે હારી થાકીને તેની સાથે આવેલી અન્ય મહિલાઓએ જ એક સાડીની આડશ કરીને બાળકને જન્મ આપ્યો હતો. જો કે બાદમાં સફાળા જાગેલા તંત્રએ ત્યાંથી બધા જ પુરાવાઓનો નાશ કરવા માટે નર્સને કામે વળગાડી હતી.

X
Delivery On The Gate in panna madhya pradesh|
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App