Divya Bhaskar

Home » National News » Latest News » National » Dalit girl protest to save her land in madhya pradesh sihor

Exclusive: ફરિયાદ ના સાંભળી તો ચડી ગઈ પોલીસની ગાડી પર

Divyabhaskar.com | Updated - May 25, 2018, 06:05 PM

આ યુવતીથી ડરી ગયેલા ડ્રાઈવરે તેને કચડી નાંખવા કર્યો પ્રયત્ન પણ

  • એમ.પી.ના સિહોરની આ ઘટનાનો વીડિયો જોઇને તમે પણ બોલી ઉઠશો કે ઓહો,દબંગ વૂમનિયા. વાત જાણે એમ હતી કે આ દલિત ખેડૂતની દીકરીએ જમીન મુદ્દે પોતાનો અવાજ ઉઠાવવા માટે રોકી હતી સરકારી ગાડી. જમીન બચાવવા મુદ્દે જંગે ચડેલી તે યુવતીને અધિકારીની સામે રજૂ કરવી હતી પોતાની સમસ્યા. જો કે આ પોલીસ અધિકારીઓ પણ તેની વાત જ સાંભળવા માંગતા નહોતા એટલે જ તે ના છુટકે ગાડીના બોનેટ પર ચઢી ગઈ હતી.તેની આવી હિંમત જોઈને પોલીસ પણ થોડીવાર માટે વિમાસણમાં પડી ગઈ હતી બાદમાં પોલીસ દ્વારા તેની સાથે બળજબરી પણ કરવામાં આવી હતી.આ યુવતીના પરિવારને કેટલાક અધિકારી અને ભૂ માફિયા તેમની જમીન ખાલી કરવા માટે હેરાન કરતા હતા. આ ઘટના થયા બાદ હવે આ આખો કેસ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending