ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» 9 dead in Uttar Pradesh Due To Storm And Hurricane

    આંધી-તોફાનથી UPમાં 9 લોકોનાં મોત,અફઘાનથી લઈને દિલ્હી સુધી ભૂકંપ

    Bhaskar News,Delhi- Kabul | Last Modified - May 10, 2018, 02:45 AM IST

    આંધ્ર, તમિલનાડુ, કર્ણાટકમાં વરસાદ આસામમાં એકનું મોત, 11 ઘાયલ
    • આસામમાં એકનું મોત- ફાઈલ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આસામમાં એકનું મોત- ફાઈલ

      નવી દિલ્હી- કાબુલ: દેશના અનેક ભાગોમાં આંધી-તોફાન અને વરસાદની અસર બુધવારે થોડી ઓછી થઈ તેમ છતાં યુપીમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં બુધવારે સાંજે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદે હિન્દુકુશ પર્વતીય વિસ્તારમાં જમીનથી 112 કિમી નીચે હતું. યુપીના ઇટાવામાં 4, મથુરામાં 3 આગ્રા, હાથરસમાં 1-1 વ્યક્તિના તોફાન અને વરસાદના કારણે મોત નિપજ્યા હતા. જોકે કેદારનાથ યાત્રાના તમામ માર્ગ ખુલ્લા હતા. બિહાર, પશ્ચિમ બંગાળ અને હિમાચલના કેટલાક વિસ્તારમાં તોફાનની અસર દેખાઈ હતી. સાંજે 4:01 વાગ્યે આવેલા ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી તથા તેની આજુબાજુના વિસ્તારોમાં અનુભવાયા હતા.

      આંધ્ર, તમિલનાડુ, કર્ણાટકમાં વરસાદ આસામમાં એકનું મોત, 11 ઘાયલ

      ઉત્તર ભારતમાં અનેક ભાગોમાં ગત કેટલાક દિવસોથી આંધી-તોફાન અને વરસાદનો સિલસિલો અટકી ગયો. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તાપમાન વધી ગયું છે. જોકે બિહાર, પ.બંગાળ અને પૂર્વોત્તરનાં રાજ્યોના કેટલાક ભાગોમાં આંધી-તોફાન અને હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે આસામમાં તોફાનથી 1 વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 11 લોક ઘાયલ થયા હતા.

      આગળ વાંચો: અહીં આંધી સાથે વરસાદ પડશે

    • અફઘાનથી લઈ દિલ્હી સુધી ભૂકંપના આંચકા- ફાઈલ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અફઘાનથી લઈ દિલ્હી સુધી ભૂકંપના આંચકા- ફાઈલ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 9 dead in Uttar Pradesh Due To Storm And Hurricane
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top