Home » National News » Latest News » National » UP: જમ્મુ-કાશ્મીર ફરજ પર જતા BSFના 10 જવાન રસ્તામાં જ ગાયબ | 10 BSF jawans missing From Trains While Going For duty in Jammu- Kashmir

BSFના 10 જવાન રસ્તામાં જ ગાયબ, ફરજ પર જઈ રહ્યાં હતાં કાશ્મીર

Divyabhaskar.com | Updated - Jun 28, 2018, 12:12 PM

એક જવાન વર્ધમાન સ્ટેશન અને ને અન્ચ 8 ધમબાદ સ્ટેશમ પર ગુમ થયા હતા

  • એક જવાન વર્ધમાન સ્ટેશન અને અન્ય 8 ધનબાદ સ્ટેશનથી ગાયબ થયા- પ્રતિકાત્મક તસવીર

    નેશનલ ડેસ્ક: સ્પેશિયલ ટ્રેનથી જમ્મુ-કાશ્મીર જઈ રહેલા બીએસએફના 10 જવાન રસ્તામાં જ અચાનક ગાયબ થઈ ગયા હોવાની ઘટના બની છે. એક જવાન વર્ધમાન સ્ટેશન અને અન્ચ 9 ધનબાદ સ્ટેશન પર ગુમ થયા હતા. પ્રશાસનને આ ઘટનાની જાણ થતા ઓફિસર્સમાં હોબાળો થઈ ગયો હતો. આ મામલે પ્લાટૂન કમાંડર એસઆઈ સુખબીર સિંહે મુગલસરાય જીઆરપી મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મુગલસરાય જીઆરપીના પીએસઆઈ જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે બીએસએફનું એક ગ્રૂપ ગૂમ થઈ ગયા હોવાની જાણ પ્લાટૂન કમાંડર દ્વારા મળી છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

    વર્ધમાન-ધનબાદ સ્ટેશન પર રોકાણી ટ્રેન

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી આર્મી સ્પેશિયલ ટ્રેન 83મી બીએન બટાલિયનના બીએસએફના જવાનોને લઈને કાશ્મીર જઈ રહી હતી. વર્ધમાન અને ધનબાદ સ્ટેશન પર ટ્રેન રોકાઈ હતી. બંને સ્ટેશન પરથી ટ્રેન પસાર થયા બાદ જવાનોની ગણતરી કરવામાં આવી હતી, જેમાં 10 જવાનો ગાયબ હતા.

    ગાયબ થયેલા જવાનોની યાદી

    1. પ્રદીપસિંહ

    2. શિવસિંહ
    3. કૈલાશ કુમાર
    4. દીપક કુમાર
    5. દીપક સિંહ
    6. અમિત કુમાર
    7. અશ્વની કુમાર
    8. ચવન સિંહ

    9. રોહિત વર્મા
    10. ગોવિંદ કુમાર

    વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

  • UP: જમ્મુ-કાશ્મીર ફરજ પર જતા BSFના 10 જવાન રસ્તામાં જ ગાયબ | 10 BSF jawans missing From Trains While Going For duty in Jammu- Kashmir
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સમગ્ર ઘટના અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે-પીએસઆઈ, મુગલસપાય
  • UP: જમ્મુ-કાશ્મીર ફરજ પર જતા BSFના 10 જવાન રસ્તામાં જ ગાયબ | 10 BSF jawans missing From Trains While Going For duty in Jammu- Kashmir
    ગાયબ થઈ ગયેલા જવાનોના નામની લિસ્ટ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ