ગંગા શુદ્ધિકરણ માટે 111 દિવસથી ઉપવાસ પર બેઠેલા પ્રો. જી.ડી. અગ્રવાલનું નિધન

Divyabhaskar.com

Oct 12, 2018, 01:01 AM IST
87 year old GD Agrawal no more

હરિદ્વારઃ ગંગાની સફાઇના મુદ્દે 22 જૂનથી ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ પ્રો. જી. ડી. અગ્રવાલનું ગુરુવારે બપોરે નિધન થયું. 86 વર્ષના પ્રો. અગ્રવાલ 111 દિવસથી ઉપવાસ પર હતા અને 9 ઓક્ટોબરથી તો તેમણે જળનો પણ ત્યાગ કર્યો હતો. પોલીસે બુધવારે બપોરે તેમને બળજબરીપૂર્વક એઇમ્સ, હૃષિકેશ ખાતે દાખલ કરાવ્યા હતા. પ્રો. અગ્રવાલે ગુરુવારે સવારે 6.45 વાગ્યે હાથથી પ્રેસનોટ લખીને જણાવ્યું હતું કે તેમની મંજૂરીથી ડૉક્ટર્સે તેમને મોં અને આઇવી દ્વારા પોટેશિયમની દવા આપી છે. જોકે, બપોરે તેમને હરિદ્વારથી દિલ્હી લઇ જવાતા હતા ત્યારે 2.00 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું.


1932ની 20 જુલાઇએ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના કંધાલા ગામમાં જન્મેલા પ્રો. અગ્રવાલે યુનિવર્સિટી ઑફ રુરકી (હાલની આઇઆઇટી-રુરકી)માંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી એન્વાયર્મેન્ટલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. પણ કર્યું હતું. તેઓ આઇઆઇટી-કાનપુરમાં પ્રોફેસર પણ રહ્યા. જુલાઇ, 2011માં તેમણે સંન્યાસ લઇને સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદ નામ ધારણ કર્યું હતું. ગંગા મુદ્દે 2011માં 115 દિવસના ઉપવાસ બાદ સ્વામી નિગમાનંદે પણ દમ તોડ્યો હતો.

મોદીને પત્ર લખ્યો હતો- તમે મા ગંગાના આશીર્વાદથી જીતીને આવ્યા અને માના લાલચુ દીકરાઓના જૂથમાં ફસાઇ ગયા

વડાપ્રધાન મોદીને પાઠવેલા પત્રમાં સ્વામી સાનંદે લખ્યું હતું કે 2014ની લોકસભા ચૂંટણી સુધી તો તમે પોતે પણ મા ગંગાજીના સમજદાર, લાડકા અને મા પ્રત્યે સમર્પિત દીકરા હોવાની વાતો કરતા હતા પણ આ ચૂંટણી માના આશીર્વાદ અને પ્રભુ રામની કૃપાથી જીતીને હવે તો તમે માના અમુક લાલચુ, વિલાસિતા-પ્રિય દીકરા-દીકરીઓના જૂથમાં ફસાઇ ગયા છો. તે નાલાયકોની વિલાસિતાનાં સાધનો (જેમ કે વધુ વીજળી) એકઠા કરવા, જેને તમે લોકો વિકાસ કહો છો, ક્યારેક જળમાર્ગના નામે વૃદ્ધ માતાને બોજ ઉપાડતું ખચ્ચર બનાવી નાખવા ઇચ્છો છો. સ્વામી સાનંદે આ વર્ષે 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીને જે પત્ર લખ્યો હતો તેને કાશીમાં જ જાહેર કર્યો હતો. તે ખુલ્લા પત્રમાં તેમણે અફસોસ વ્યક્ત કરીને લખ્યું હતું કે તમારી સરકાર દ્વારા ગંગા મંત્રાલયની રચના સાથે જે આશા જાગી હતી તે ચાર વર્ષમાં ધરાશાયી થઇ ગઇ છે. તેથી 22 જૂન, 2018થી હરિદ્વારમાં નિર્ણાયક ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે.

ભાગીરથી પર બંધ બનતો રોકવા પણ ઉપવાસ કર્યા હતા


ભાગીરથી નદી પર બંધનું નિર્માણ અટકાવવા અગ્રવાલે વર્ષ 2009માં પણ ઉપવાસ કર્યા હતા. તેઓ તેમના ઉદ્દેશમાં સફળ પણ રહ્યા હતા. તેઓ ગંગા મહાસભાના સંરક્ષક પણ હતા. ગંગા મહાસભાની સ્થાપના પંડિત મદન મોહન માલવિયએ 1905માં કરી હતી. અંતિમ સમયમાં તેઓ મહાત્મા ગાંધી ચિત્રકૂટ ગ્રામોદય વિશ્વવિદ્યાલયમાં પર્યાવરણ વિજ્ઞાનના માનદ પ્રોફેસર રહ્યા.


- સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદ બન્યા પહેલા પ્રો. અગ્રવાલ IITમાં હતા
- ગંગા માટે અનેકવાર આંદોલન અને અનશન કરી ચૂક્યા હતા સ્વામી
- 22 જૂનથી અનશન પર હતા, મંગળવારથી જળત્યાગ કર્યો હતો

X
87 year old GD Agrawal no more
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી