Home » National News » Desh » 71 years old hostel manager molesting dumb and deaf girls since last 14 years at MP

71 વર્ષનો આર્મી રિટાયર્ડ હોસ્ટેલ સંચાલક 14 વર્ષથી મૂક-બધિર યુવતીઓ સાથે આચરતો હતો ક્રૂરતા, 8 વર્ષ પહેલાં 3 બાળકોનાં થયા'તાં મોત

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 10:53 AM

તાળી વગાડીને અને જમીન પર જોરજોરથી પગ પછાડીને ઇશારાઓથી વ્યક્ત કર્યું દર્દ

 • 71 years old hostel manager molesting dumb and deaf girls since last 14 years at MP
  હોસ્ટેલ સંચાલક બાળકો પર ખૂબ ખરાબ રીતે ત્રાસ પણ ગુજારતો હતો.

  ભોપાલ: અવધપુરીની હોસ્ટેલમાં મૂક-બધિર યુવતીઓ સાથે જબરદસ્તી પછી હવે ભોપાલના બૈરાગઢ કલાં સ્થિત મૂક-બધિરોની હોસ્ટેલમાં બે યુવતીઓ અને 4 યુવકો સાથે શારીરિક શોષણનો મામલો સામે આવ્યો છે. તેને લઈને ખજૂરી અને હોશંગાબાદ સ્થિત હોસ્ટેલમાં રહેતી બે યુવતીઓ સહિત 35થી વધારે મૂક-બધિરોએ શુક્રવારે સવારે લિંકરોડ નંબર-2 પર આવેલી સામાજિક ન્યાય વિભાગની ઓફિસને ઘેરી લીધી.

  તાળી વગાડીને અને જમીન પર જોરજોરથી પગ પછાડીને જણાવ્યું પોતાનું દર્દ

  તાળી વગાડીને અને જમીન પર જોરજોરથી પગ પછાડીને મૂક-બધિરોએ સાઇન લેંગ્વેજ જાણતી પોતાની એક્સપર્ટ શ્રદ્ધા શુક્લ દ્વારા હોસ્ટેલ સંચાલક 71 વર્ષીય એમપી અવસ્થી પર 14 વર્ષથી જબરદસ્તી કરતો હોવાથી લઈને દુષ્કૃત્ય અને મારપીટ સુધીના આરોપો લગાવ્યા છે. અવસ્થી સેનાનો નિવૃત્ત જવાન છે.

  આઠ વર્ષ પહેલા ત્રણ બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે

  - શ્રદ્ધાએ જણાવ્યું કે હોસ્ટેલ સંચાલક બાળકો પર ખૂબ ખરાબ રીતે ત્રાસ પણ ગુજારતો હતો. તેના આ ત્રાસના કારણે આશરે આઠ વર્ષ પહેલા ત્રણ બાળકોના મોત પણ થઈ ચૂક્યાં છે. મૂક-બધિરોના પ્રદર્શનની થોડીવાર પછી જ કોંગ્રેસી નેતા શોભા ઓઝાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સંચાલક પર આ જ આરોપો લગાવ્યા. જોકે હબીબગંજ સીએસપી ભૂપેન્દ્રસિંહનું કહેવું છે કે અત્યાર સુધીના નિવેદનોમાં હત્યા જેવી કોઇ વાત સામે આવી નથી.

  - જો એવું કંઇ હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનમાં મૃતકોના પરિવારજનો ફરિયાદ કરી શકે છે. તેની તપાસ કરવામાં આવશે. ટીટીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ મોડી રાત સુધી પીડિતોના નિવેદનો નોંધવાની કાર્યવાહી કરી રહી હતી. આ પહેલા મામલો સામે આવતાની સાથે જ ખજૂરી પોલીસે આરોપોથી ઘેરાયેલા હોસ્ટેલ સંચાલક એમપી અવસ્થીની ધરપકડ કરી લીધી.

  14 વર્ષોથી થઈ રહ્યું હતું યૌન શોષણ

  - શ્રદ્ધાએ જણાવ્યું કે પીડિતા 24 વર્ષીય અનાથ યુવતી 2004થી 2010 સુધી આ આશ્રમની હોશંગાબાદની બ્રાંચમાં રહી હતી. તે પોતાના પરિવારથી છૂટી પડી ગઈ હતી. તેને હોશંગાબાદના માલાખેડીમાં આવેલા આશ્રમમાં રાખવામાં આવી. આશ્રમમાં રહેતી પીડિતાનું ઘણીવાર સંચાલકે યૌનશોષણ કર્યું. તેની ઘણીવાર ફરિયાદ પણ કરવામાં આવી. તે હાલ ભોપાલમાં રહે છે.

  - બીજી 18 વર્ષીય યુવતી ઇંદોરની છે. તે ઇંદોર પોલીસને મળી હતી. પોલીસે લગભગ 10 વર્ષ પહેલા ઉજ્જૈન સ્થિત મૂક-બધિર વિદ્યાલયમાં તેનું એડમિશન કરાવ્યું. ત્યારબાદ તને સાંઈ વિકલાંગ આશ્રમ બૈરાગઢ મોકલી દેવામાં આવી. ત્યાં એક વિકલાંગ વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા.
  - પતિ સાથે મેળ આવ્યો નહીં. હવે તે રેલવે સ્ટેશન અથવા આવા જ કોઇ સાર્વજનિક સ્થળે રહેવા માટે મજબૂર છે. તે 2006થી 2011 સુધી બૈરાગઢમાં આવેલા આશ્રમમાં રહી. તે દરમિયાન તેનું યૌનશોષણ કરવામાં આવ્યું.

  આઠ વર્ષ પહેલા પ્રતાડનાથી થયાં હતાં ત્રણ બાળકોનાં મોત

  - એક બાળકનું યૌનશોષણ પછી બ્લીડીંગ થવાથી મોત થઈ ગયું.

  - બીજાને ભીના કપડામાં ભયાનક ઠંડીમાં ખુલ્લા મેદાનમાં ઊભો રાખી દીધો હતો.
  - ત્રીજા બાળકનું માથું દીવાલમાં પછાડ્યું હતું, જેનાથી તેનું મોત થઈ ગયું.

  આ રીતે થયો ખુલાસો, વોટ્સએપ મેસેજ આવ્યો તો કડીઓ જોડાતી ગઈ

  - મૂક-બધિરો સાથે થયેલા શારીરિક શોષણનો મામલો વોટ્સએપ મેસેજ પછી સામે આવ્યો. આ એક પીડિતાએ વોટ્સએપ પર રીવાની સામાજિક કાર્યકર્તા શ્રદ્ધા શુક્લાને મોકલ્યો હતો.
  - તેમણે જણાવ્યું કે ત્યારબાદ તે તેમના સંપર્કમાં આવી. તેમની વાત સાંભળ્યા પછી તેણે એક-એક કરીને તમામ કડીઓ જોડી અને પછી શુક્રવારે પ્રદર્શન કરીને પોતાની વાત મૂકી. આ આખા મામલામાં મૂક-બધિરોએ પોતાની પીડા શ્રદ્ધા દ્વારા જ વ્યક્ત કરી. પ્રદર્શનકારીઓએ સામાજિક ન્યાય વિભાગના સંચાલક કૃષ્ણગોપાલ તિવારીને મળીને પોતાની પીડા જણાવી.

  આ પણ વાંચો: આતંકી સંગઠન ISના સકંજામાં ફસાયેલી યુવતીની વ્યથા, 14 વર્ષની ઉંમરથી શરૂ થયું શોષણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ