તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન: રોડ અકસ્માતમાં એક જ પરિવારના 7ના મોત, તમામ ગુજરાતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિરોહી: સિરોહીના શિવગંજ વિસ્તારમાં આજે સવારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા અને અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતમાં તમામ મૃતકો ગુજરાતના રહેવાસી હતા.અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.

 

જોધપુરથી મહેસાણા જઈ રહ્યાં હતા...

 

પોલીસે જણાવ્યા પ્રમાણે અકસ્માત સવારે 10 વાગે થયો હતો. એક પરિવાર જોધપુરથી મહેસાણા જઈ રહ્યાં હતા. આ દરમિયાન શિવગંજ નજીક સામે આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારના કુરચે-કુરચા થઈ ગયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

 

મૃતકોમાં બે યુવક, 3 મહિલા અને બે બાળકો....


અકસ્માત થતા સ્થાનિકોનો ઘટનાસ્થળે ટોળા એકત્રિત થઈ ગયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. જેમાં 2ના સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોમાં બે યુવાન, 3 મહિલા અને બે બાળકો સામેલ છે. મૃતદેહોને શિવગંજના સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલાયા હતા બાદમાં પોલીસ પરિવારજનોને અકસ્માતની જાણ કરી હતી. હાલ પરિજનોમાં શોકનો માહોલ છવાયો છે.

 

અકસ્માતની વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 

અન્ય સમાચારો પણ છે...