ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 66 farmers committed suicide in 21 days in Marathawad of Maharashtra

  મહારાષ્ટ્ર: 21 દિવસોમાં 66 ખેડૂતોએ કરી આત્મહત્યા, કુલ આંકડો 221

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 05:52 PM IST

  મહારાષ્ટ્રમાં ખેડૂતોની દેવાંમાફીના એલાન પછી પણ આત્મહત્યાઓનો સિલસિલો ચાલુ જ છે
  • ગત 21 દિવસોમાં 66 ખેડૂતોએ જીવ આપી દીધા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગત 21 દિવસોમાં 66 ખેડૂતોએ જીવ આપી દીધા. (ફાઇલ)

   ઔરંગાબાદ: મહારાષ્ટ્રમાં ખેડૂતોની દેવાંમાફીના એલાન પછી પણ આત્મહત્યાઓનો સિલસિલો ચાલુ જ છે. ન્યુઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મરાઠવાડા વિસ્તારમાં ગત 21 દિવસોમાં 66 ખેડૂતોએ જીવ આપી દીધા. આ વર્ષે (જાન્યુઆરીથી માર્ચ 25 સુધી) ખેડૂતોની મોતનો આંકડો વધીને 221 સુધી પહોંચી ગયો, જે ગયા વર્ષે આ દરમિયાન 191 હતો. માનવામાં આવી રહ્યું છે કે આ પગલું તેઓએ દેવું અને ફસલની ઓછી ઊપજને કારણે ઉઠાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફડનવીસ સરકાર છત્રપતિ શિવાજી મહારાજ કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોનું 1.50 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી ચૂકી છે. જોકે ખેડૂતો સંપૂર્ણ દેવાંમાફીની માંગ પર અડી ગયા છે.

   1)ઔરંગાબાદ અને બીડમાં આત્મહત્યા વધુ

   - મરાઠાવાડ વિસ્તારમાં આઠ જિલ્લાઓ છે- ઔરંગાબાદ, લાતૂર, ઉસ્માનાબાદ, નાંદેડ, પરભણી, બીડ, હિંગોલી અને જાલના. આ વર્ષે કુલ 221 આત્મહત્યાઓમાં સૌથી વધુ 36-36 ઔરંગાબાદ અને બીડમાં થઇ. ઉસ્માનાબાદમાં 33, પરભણીમાં 24, જાલનામાં 23, નાંદેડમાં 23, લાતૂરમાં 22 અને હિંગોલીમાં 18 તેમજ અન્ય જિલ્લાઓમાં 6 ખેડૂતોએ આત્મહત્યા કરી.

   2) દેવાંમાફીની કોઇ અસર નહીં, આત્મહત્યાઓ વધી

   - મહારાષ્ટ્ર સરકારે જૂન 2017માં 1.50 લાખ રૂપિયા સુધીના દેવાં માફ કર્યા. સાથે જ વધુ દેવાંવાળા ખેડૂતો માટે વન ટાઇમ સેટલમેન્ટ યોજના શરૂ કરી. આ ઉપરાંત નિયમિત રીતે દેવું ચૂકવનારા ખેડૂતોના બેંક અકાઉન્ટમાં પાકના દેવાની 25% રકમ અથવા 25 હજાર રૂપિયા (બંનેમાંથી જે પણ ઓછું હોય) જમા કરવાનું વચન આપ્યું હતું.

   - ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 191 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જે આ વર્ષે વધીને 221 થઇ ગઇ. એટલે કે ખેડૂતો માટે ચલાવવામાં આવેલી સરકારી યોજનાઓનો કોઇ અસર નથી થયો.

   3) ખેડૂતો માટે 75 હજાર રૂપિયાનું બજેટ

   - મહારાષ્ટ્રમાં ખેતીની સ્થિતિ ખરાબ હોવાથી ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. તે જોતાં ફડણવીસ સરકારે બજેટમાં તેમના માટે 75,909 કરોડની જોગવાઈ કરી છે.

   4) દેવાંના બોજ અને ઓછી ઉપજને કારણે ખેડૂત બેહાલ

   - મહારાષ્ટ્રમાં શેરડી ઉપરાંત મોટા પ્રમાણમાં ફળ-ફુલની ખેતી કરવામાં આવે છે. બીજી બાજુ મરાઠાવાડ છેલ્લાં કેટલાંક વર્ષોથી દુકાળની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અહીં ખેતીની ઉપજમાં ઘટાડો થયો છે. ફળ-ફુલની ખેતી માટે કોઈ એમએસપીની વ્યવસ્થા નથી.

   - મોટા ભાગે ખેડૂતો જે ભાવ મળે તે કિંમતે મોલ વેચવા મજબૂર થઈ જાય છે. જેના કારણે યોગ્ય સમયે બેંકોને દેવું નથી ચુકવી શકતા.

   5) ખેડૂતોએ સંપૂર્ણ દેવાંમાફીની માગ કરી

   - 6 માર્ચે નાસિકના 30 હજાર ખેડૂતોએ રેલી કરી હતી, જે 12 તારીખે મુંબઈ પહોંચી હતી. અહીં સરકારની સામે સંપૂર્ણ દેવામાફી, પાકની કિંમત વધારવા, સ્વામીનાથન પંચની ભલામણ પર અમલ, વિજળીના બિલમાં છૂટ જેવી માગ રાખી હતી.

   - આ અંગે વિચાર કરવા માટે સરકારે 6 મંત્રીઓની એક કમિટી બનાવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતોને કહ્યું કે તેમની 90% માંગોને પૂર્ણ કરવામાં આવશે.

  • નાસિકથી 6 માર્ચના રોજ નીકળીને 30 હજાર ખેડૂતો 12 તારીખે મુંબઈ પહોંચ્યા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાસિકથી 6 માર્ચના રોજ નીકળીને 30 હજાર ખેડૂતો 12 તારીખે મુંબઈ પહોંચ્યા હતા. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 66 farmers committed suicide in 21 days in Marathawad of Maharashtra
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top