65મો નેશનલ ફિલ્મ એવોર્ડ: રાજકુમાર રાવની 'ન્યુટન' બેસ્ટ હિંદી ફિલ્મ

બોલિવુડ ફિલ્મોમાં વિશેષ યોગદાન માટે 65મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ 2018ની જાહેરાત કરવામાં આવી રહી છે

divyabhaskar.com | Updated - Apr 13, 2018, 12:26 PM
ફિલ્મ મોમની મુખ્ય ભૂમિકા માટે શ્રીદેવીને મરણોપરાંત બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જાહેર કરાયો.
ફિલ્મ મોમની મુખ્ય ભૂમિકા માટે શ્રીદેવીને મરણોપરાંત બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જાહેર કરાયો.

65મો નેશનલ ફિલ્મ એવોર્ડ: રાજકુમાર રાવની 'ન્યુટન' બેસ્ટ હિંદી ફિલ્મ.બોલિવુડ ફિલ્મોમાં વિશેષ યોગદાન માટે 65મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ 2018ની જાહેરાત કરવામાં આવી રહી છે. ભારત સરકાર તરફથી આપવામાં આવતા આ પુરસ્કારોમાં બોલિવુડ એક્ટર રાજકુમાર રાવની ફિલ્મ 'ન્યુટન'ને બેસ્ટ હિંદી ફિલ્મ જાહેર કરવામાં આવી છે. ન્યુટન ફિલ્મ માટે એક્ટર પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ મેન્શન એવોર્ડ આપવામાં આવ્યો છે.

નવી દિલ્હી: બોલિવુડ ફિલ્મોમાં વિશેષ યોગદાન માટે 65મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ 2018ની જાહેરાત કરવામાં આવી રહી છે. વરિષ્ઠ અભિનેતા વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે 'મોમ' ફિલ્મ માટે શ્રીદેવીને બેસ્ટ એક્ટર (ફિમેલ) એવોર્ડ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિનોદ ખન્નાનું અને આ વર્ષની શરૂઆતમાં શ્રીદેવીનું અવસાન થયું છે. આ ઉપરાંત, રાજકુમાર રાવની ફિલ્મ 'ન્યુટન' બેસ્ટ હિંદી ફિલ્મ જાહેર થઇ છે.

65મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની આ છે લિસ્ટ

બેસ્ટ એક્ટર - ઋદ્ધિ સેન (નગર કીર્તન)

બેસ્ટ એક્ટ્રેસ - શ્રીદેવી (મોમ)
બેસ્ટ ફિલ્મ - વિલેજ રોકસ્ટાર્સ (અસમિયા ભાષા)
દાદાસાહેબ ફાળકે - (વિનોદ ખન્ના)
એન્ટરટેઇનર ફિલ્મ ઑફ ધ યર - બાહુબલી - ધ કન્ક્લુઝન
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - દિવ્યા દત્તા (ઇરાદા)
બેસ્ટ ડાયરેક્ટર - જયરાજ
બેસ્ટ હિંદી ફિલ્મ - ન્યુટન
બેસ્ટ તેલુગુ ફિલ્મ - ગાઝી
બેસ્ટ તમિલ ફિલ્મ - ટુ લેટ
બેસ્ટ કન્નડ ફિલ્મ - હેબ્બત રામાક્કા
બેસ્ટ મલયાલમ ફિલ્મ - થોંડીમુથલમ દ્રક્શિયમ
બેસ્ટ ઉડિયા ફિલ્મ - હેલો આર્સી
બેસ્ટ મરાઠી ફિલ્મ - કચ્ચા લીંબુ
બેસ્ટ ગુજરાતી ફિલ્મ - ઢ
બેસ્ટ આસામ ફિલ્મ - ઇશૂ
બેસ્ટ એક્શન ડાયરેક્શન એવોર્ડ - અબ્બાસ અલી મોગુલ (બાહુબલી - ધ કન્ક્લુઝન)
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર - એ.આર. રહેમાન ('કાત્રુ વેલિયિદાઇ' માટે)
બેસ્ટ લિરિક્સ - જે.એમ. પ્રહલાદ
બેસ્ટ કોરિયોગ્રાફર - ગણેશ આચાર્ય ('ગોરી તૂ લઠ્ઠ માર' ગીત માટે)

આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

વેટરન એકટર વિનોદ ખન્નાને મરણોપરાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. (ફાઇલ)
વેટરન એકટર વિનોદ ખન્નાને મરણોપરાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. (ફાઇલ)
ન્યુટનને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ.
ન્યુટનને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ.
ન્યુટન ફિલ્મના એક દ્રશ્યમાં પંકજ ત્રિપાઠી.
ન્યુટન ફિલ્મના એક દ્રશ્યમાં પંકજ ત્રિપાઠી.
X
ફિલ્મ મોમની મુખ્ય ભૂમિકા માટે શ્રીદેવીને મરણોપરાંત બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જાહેર કરાયો.ફિલ્મ મોમની મુખ્ય ભૂમિકા માટે શ્રીદેવીને મરણોપરાંત બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જાહેર કરાયો.
વેટરન એકટર વિનોદ ખન્નાને મરણોપરાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. (ફાઇલ)વેટરન એકટર વિનોદ ખન્નાને મરણોપરાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. (ફાઇલ)
ન્યુટનને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ.ન્યુટનને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ.
ન્યુટન ફિલ્મના એક દ્રશ્યમાં પંકજ ત્રિપાઠી.ન્યુટન ફિલ્મના એક દ્રશ્યમાં પંકજ ત્રિપાઠી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App