ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Paper leak case: 60 people were questioned including 10 tuitors of Delhi

    પેપર લીક: દિલ્હીના 10 ટ્યૂટર સહિત 60 લોકોની થઇ પૂછપરછ

    divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 06:03 PM IST

    ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો અત્યાર સુધી 60 શંકાસ્પદોની પૂછપરછ કરી ચૂકી છે
    • તપાસ દરમિયાન 50થી વધુ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      તપાસ દરમિયાન 50થી વધુ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા. (ફાઇલ)

      નવી દિલ્હી: સીબીએસઇ પેપર લીકની તપાસ માટે દિલ્હી પોલીસ શનિવારે રાજધાનીના બહારના વિસ્તારોની ઘણી સ્કૂલો, પરીક્ષા કેન્દ્રો અને વિદ્યાર્થીઓના ઘરે પહોંચી. ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો અત્યાર સુધી 60 શંકાસ્પદોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં કોચિંગ સેન્ટર્સના 10 ટ્યૂટર્સ પણ સામેલ છે. તપાસ દરમિયાન 50થી વધુ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા. પોલીસના જણાવ્યા પ્રમાણે, લીક થયેલું પેપર ઘણા વોટ્સએપ ગ્રુપમાં સર્ક્યુલેટ થયું. બીજી બાજુ વિદ્યાર્થીઓએ સીબીએસઇ ઓફિસની બહાર પ્રદર્શન કરીને રોડ જામ કરવાનો પ્રયત્ન કર્યો. ઉલ્લેખનીય છે કે પેપર લીકની વાત સ્વીકાર્યા બાદ બોર્ડે ફરીથી પરીક્ષા લેવાનું એલાન કર્યું છે. 12 ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર હવે 25 એપ્રિલે ફરી લેવામાં આવશે. 10મા ધોરણના ગણિતના પેપરને લઇને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.

      CBSE ઓફિસની બહાર વિદ્યાર્થીઓનું પ્રદર્શન

      - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, શનિવારે કેટલાક વિદ્યાર્થીઓએ દિલ્હીના પ્રીત વિહારમાં આવેલા સીબીએસઇ હેડક્વાર્ટરની બહાર પ્રદર્શન કર્યું. આશરે 30થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા રોડ જામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેમને પછીથી પોલીસે હટાવી લીધા.

      - બીજી બાજુ દિલ્હીના જંતર-મંતર પર પણ કેટલાક વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો દાવો છે કે ગણિત અને અર્થશાસ્ત્ર જ નહીં પરંતુ સીબીએસઇ બોર્ડના તમામ પેપર્સ લીક થયા હતા.

      2 એફઆઇઆર અને 60 લોકોની પૂછપરછ

      - પેપરલીક મામલે પોલીસે 2 એફઆઇઆર નોંધી છે. અત્યાર સુધીમાં 18 વિદ્યાર્થીઓ અને 5 કોચિંગ સેન્ટર્સના સંચાલકો સહિત 60 લોકોની પૂછપરછ કરવામાં આવી, પરંતુ અત્યાર સુધી પોલીસને પેપરલીક કરનાર અસલી આરોપી વિશે કોઇ કડી હાથ નથી લાગી.

      - સોર્સ પોઇન્ટ સુધી પહોંચવા માટે પોલીસ ફોરવર્ડ કરનાર ફોન નંબરોની ચેઇન વિશે તપાસ કરી રહી છએ. અત્યાર સુધીમાં આવા 40 મોબાઇલ નંબર હાથ લાગ્યા છે. તેમાં 10માના 14 અને 12માના 10 વિદ્યાર્થીઓ છે.

    • પેપરલીક મામલે 60 લોકોની પૂછપરછ કરવામાં આવી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પેપરલીક મામલે 60 લોકોની પૂછપરછ કરવામાં આવી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Paper leak case: 60 people were questioned including 10 tuitors of Delhi
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top