ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 5 lakh women write letters to PM Modi for stop Molesting

  રેપ રોકો આંદોલન: મોદીને સાડા પાંચ લાખ મહિલાઓએ લખી ચિઠ્ઠી

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 09:30 AM IST

  બાળકીઓ સાથે રેપના આરોપીને છ મહિનાની અંદર ફાંસીની સજા અપાવવા માટે દિલ્હી આયોગ અભિયાન ચલાવી રહી છે
  • મોદીને સાડા પાંચ લાખ મહિલાઓએ લખી ચિઠ્ઠી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીને સાડા પાંચ લાખ મહિલાઓએ લખી ચિઠ્ઠી

   નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગે સત્યાગ્રહ અને રેપ રોકો આંદોલનના સમર્થનમાં મહિલાઓને વડાપ્રધાનને લેટર લખવાની અપીલ કરી હતી. આ દરમિયાન 35 દિવસમાં અંદાજે 5 લાખ 55 હજાર લેટર લખવામાં આવ્યા હતા. તેમાં લોકોએ નરેન્દ્ર મોદીને તેમની પીડા વ્યક્ત કરીને કાયદો કડક બનાવવાની અપીલ કરી હતી જેથી મહિલાઓ અને બાળકીઓ તરફ લોકોની દ્રષ્ટી બદલી શકાય. બુધવારે બપોરે 12 વાગે મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતી જયહિંદ છ ઓટો રિક્ષા અને 10 કારમાં આ લેટર લઈને સભ્યોસાથે પીએમઓ જવા નીકળી હતી. પોલીસે રસ્તામાં તેમને રોકીને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી બપોરે 3 વાગે તેમને પીએમઓ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પીએમઓ અધિકારીએ તેમના લેટર સ્વીકાર્યા હતા.

   સીતા જ સુરક્ષીત નથી તો મંદિર બનાવવાનો શું અર્થ

   - એક લેટરમાં એક મહિલાએ લખ્યું છે કે, દિલ્હીમાં મહિલાઓ સામે સતત ગુના વધી રહ્યા છે. આરોપીઓને કોઈ ડર નથી. અમારી ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. તેમ છતા મહિલાઓ સતત શારીરિક અને માનસિકરીતે પીડાઈ રહી છે. ઘણાં કિસ્સાઓમાં તો મહિલાઓ ફરિયાદ પણ દાખલ કરતી નથી. તેનું કારણ છે કાયદો- વ્યવસ્થા યોગ્ય ન હોવી. થોડા દિવસો પહેલાં મે તેમને રામ મંદિરના પક્ષમાં બોલતા જોયા હતા. મારો વિચાર છે કે, જો સીતા જ સુરક્ષીત ન હોય તો પછી મંદિર બનાવવાનો શું અર્થ. હું ઉત્તમ નગરમાં રહું છું. અહીં આંતરે દિવસે મહિલાઓ સાથે ખરાબ ઘટનાઓ બને છે. તેમાં મારી એક બહેનપણી પણ પીડિત છે. તેને ઘણાં સમય પછી પણ ન્યાય નથી મળ્યો. મારી તમને વિનંતી છે કે, નાની છોકરી સાથે થતા ગુના રોકવા અને કડક કાયદો બનાવવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે.

   દીકરી ઘરે ન આવે ત્યાં સુધી ડર લાગે છે

   - એક લેટરમાં લખવમાં આવ્યું છે કે, વડાપ્રધાનજી હું આજુબાજુના માહોલ વિશે જણાવવા માગુ છું. મારે બે દીકરીઓ છે. જ્યારે તે ઘરેથી નીકળે છે અને સાંજ સુધી ઘરે પાછી ન આવે ત્યાં સુધી મનમાં સતત ડર લાગે છે. આખો દિવસ પ્રાર્થના કરુ છું કે, તેઓ સલામત પરત આવી જાય. મારી દીકરી ઘણી વાર કહે છે કે, બસમાં કેવી રીતે તેના શરીર પર હાથ ફેરવવામાં આવે છે અને રસ્તામાં બાજુમાંથી બાઈક પસાર થતા યુવકો કેવી ગંદી કમેન્ટ્સ કરે છે. હું જ્યારે ઘરની બહાર એકલી હોઉં છું ત્યારે રાતે 8 વાગ્યા પછી મને ડર લાગે છે. દરેક પુરુષ એવી રીતે જોવે છે જાણે કદી કોઈ મહિલા જોઈ જ ન હોય. આવી ઘટનાઓના કારણે ઘરની બહાર નીકળવામાં ડર લાગે છે. આજે અમને દીકરીઓને ભણાવવા-ગણાવવા કે તેમને દહેજ આપવાની વાતથી ડર નથી લાગતો પરંતુ તેમની ઈજ્જત ન જાય તેનો ડર લાગે છે.

   ઘરમાં જ ખોટી હરકત થઈ અને પોલીસે કઈ ન કર્યું

   - એક અન્ય લેટરમાં લખ્યું હતું કે, હું નવ વર્ષની હતી ત્યારે મારા દાદા મારી સાથે અશ્લીલ હરકત કરતા હતા. તે સમયે મને ખબર નહતી પડતી, પરંતું અંદર ખૂબ ગંદુ લાગતું હતું. એક દિવસ મમ્મીએ દાદાજીને જોઈ લીધા. તેમણે વિરોધ કર્યો તો તેમની સાથે માર-ઝૂડ કરીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. મા ભણેલી-ગણેલી નહતી. પપ્પા કઈ કામ નહતા કરતા. દાદાજીના પેન્શનમાંથી ઘર ચાલતું હતું. થોડા સમય પછી અમારે મજબુર થઈને દાદાજી સાથે જ રહેવું પડ્યું. પોલીસમાં ફરિયાદ કરી તો તેમણે કહ્યું ઘરડાં માણસ છે, હવે ભૂલ નહીં કરે.

   સોશિયલ મીડિયા અને ઘરે ઘરે જઈને કરી હતી અપીલ

   - દિલ્હી મહિલા આયોદે 31 જાન્યુઆરીએ બાળકીઓના રેપના આરોપીને કડક સજા અપાવવાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો. તેમાં તેમણે લોકોને લેટર લખવાની અપીલ કરી હતી. એક લાખ લેટરનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. સોશીયિલમ મીડિયા ઉપર પણ પ્રચાર કર્યો હતો અને આયોગની મહિલા પંચાયટ સભ્યોએ ઘરે ઘરે જઈને લોકોને લેટર લખવાની અપીલ કરી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • બાળકીઓ સાથે રેપના આરોપીને છ મહિનાની અંદર ફાંસીની સજા અપાવવા માટે દિલ્હી આયોગ અભિયાન ચલાવી રહી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 5 lakh women write letters to PM Modi for stop Molesting
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `