Home » National News » Desh » 5 દિવસ પહેલાં દફનાવેલી લાશ કાઢી બહાર| 5 Days Ago Buried Dead Body Buried Out Of Grave

દફનાવેલી લાશને કાઢી કબરની બહાર, માએ કહ્યું-પતિ અને દીકરો ઝઘડ્યાં હતા

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 10:12 AM

યુવકની ઉંમર 24 વર્ષ, પોલીસ ભરતીની તૈયારીઓ કરતો હતો,. 25મેના રોજ દફનાવ્યો

  • 5 દિવસ પહેલાં દફનાવેલી લાશ કાઢી બહાર| 5 Days Ago Buried Dead Body Buried Out Of Grave
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મૃતકની માતા અને નાની

    સવાઈ, માધોપુર: સીમેન્ટ ફેક્ટરીમાં 25મેના રોજ એક યુવકની આત્મહત્યાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. યુવકની માતા શરીફને એસપીની સામે રજૂ થઈને કહ્યું છે કે, મારો દીકરો શાહરુખ આત્મહત્યા ન કરી શકે. તેની હત્યા કરવામાં આવી છે. એ તો ભવિષ્યના સપના જોતો હતો. તેથી તે આત્મહત્યા ન કરી શકે. ત્યારપછ એસડીએમની મંજૂરી લઈને પોલીસે કબ્રસ્તાનમાં દફનાવેલી લાશ બહાર કઢાવી હતી અને મેડિકલ બોર્ડ પાસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

    વિધિ વિધાનથી કરી હતી દફન વિધિ


    - પોલીસે પૂછપરછ માટે યુવકના પિતા અને કાકાની અટકાયત કરી છે. ઘટના 25મેની છે.
    - શાહરુખના મોતનું કારણ આત્મહત્યા ગણાવવામાં આવ્યું છે. પિતા નન્ને ખાંએ વિધિ વિધાનથી તેની દફન વિધિ કરી હતી.
    - આ સમયે યુવકની માતા શરીફન તેના પિયર જોધપુરમાં હતી. દીકરાના મોતની વાત સાંભળતા જ તે સવાઈ માધોપુર આવવા રવાના થઈ ગઈ હતી. પરંતુ તે પહોંચે તે પહેલાં જ નન્ને ખાંએ સમાજ સાથે મળીને દીકરાની વિધિ વિધાનથી તેની દફન વિધિ કરી દીધી હતી.
    - માનો આરોપ છે કે, તે છેલ્લી ઘડીએ તેના દીકરાનો ચહેરો પણ જોઈ શકી નથી.

    પિતા અને દીકરા વચ્ચે પણ થતાં હતા ઝઘડા


    - નન્ને ખાં અને શરીફન વચ્ચે ઝઘડો થયો હતો. તેથી તે ઘણાં સમયથી તેના પિયર જોધપુરમાં રહેતી હતી.
    - તેનો દીકરો શાહારુખ પણ શરીફન સાથે જ રહેતો હતો. પરંતુ તે પોલીસમાં ભરતી થવા માગતો હતો અને તેથી બધી માહિતી લેવા માટે તે છેલ્લા છ મહિનાથી તેના પિતા સાથે સિમેન્ટની ફેક્ટરીમાં જ રહેતો હતો.
    - પિતા અને દીકરા વચ્ચે પણ ઝઘડા થતા રહેતા હતા. તેથી તેમના સંબંધો પણ ઘણાં નાજૂક સ્થિતિમાં હતા.

    માએ ઊભો કર્યો સવાલ- મને કેમ મારા દીકરાનો ચહેરો ન જોવા દીધો


    - પોલીસ અધિકારી મામન સિંહ સામે હાજર થઈને મા શરીફને કહ્યું કે, જ્યારે મારા દીકરાનું મોત થયું ત્યારે હું મારા પિયર જોધપુર હતી.
    - હું સવાઈ માધોપુર પહોંચી તો મને મારા દીકરાનો ચહેરો કેમ ન જોવા દીધો? મારો દીકરો તેના સારા ભવિષ્યના સપના જોતો હતો. આ સંજોગોમાં તે આત્મહત્યા કેવી રીતે કરી શકે?

    ઓફિસરોની હાજરીમાં મૃતદેહ બહાર કાઢ્યો


    - એસપીના આદેશથી પોલીસ અને પ્રશાસનની હાજરીમાં પાંચ દિવસ પૂર્વ દફન કરવામાં આવેલા મૃતદેહને બહાર કાઢીને શબવાહિનીમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. મેડિકલ બોર્ડે તેનું પોસ્ટમોર્ટમ કર્યું છે. ત્યારપછી પરિવારજનોએ તેને ફરી દફન કર્યો હતો.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • 5 દિવસ પહેલાં દફનાવેલી લાશ કાઢી બહાર| 5 Days Ago Buried Dead Body Buried Out Of Grave
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સત્યની તપાસ કરવા દીકરાની લાશ કઢાવી કબરની બહાર
  • 5 દિવસ પહેલાં દફનાવેલી લાશ કાઢી બહાર| 5 Days Ago Buried Dead Body Buried Out Of Grave
    મા પિયરથી આવે તે પહેલાં જ પિતાએ કરી દીધી હતી દફન વિધિ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending