45 વર્ષની દુશ્મનીમાં થઈ 6 હત્યા, પછી બહેનોની એક શરતથી આવ્યો ઉકેલ

ભિંડમાં બે લોકોની વચ્ચે 45 વર્ષની દુશ્મનીનો ઉકેલ આવી ગયો

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 12:09 AM
45 years of enmity between two people in Bhind is finally over

ભિંડમાં ચિમ્મન સિંહ અને લાલજી સિંહ વચ્ચે 45 વર્ષ પહેલા જમીનને લઈને વિવાદ થયો હતો. બંને પક્ષમાં જમીન વિવાદને લઈને એટલો વિરોધ થયો હતો કે તે સમયે 6 લોકોની હત્યા પણ થઈ હતી. આ વિવાદ પૂરો થવાની કોઈ શક્યતા જ નહતી દેખાતી.

મુરૈના: ભિંડમાં ચિમ્મન સિંહ અને લાલજી સિંહ વચ્ચે 45 વર્ષ પહેલા જમીનને લઈને વિવાદ થયો હતો. બંને પક્ષમાં જમીન વિવાદને લઈને એટલો વિરોધ થયો હતો કે તે સમયે 6 લોકોની હત્યા પણ થઈ હતી. આ વિવાદ પૂરો થવાની કોઈ શક્યતા જ નહતી દેખાતી. ગયા વર્ષે રક્ષાબંધન પહેલા પોલીસ પ્રશાસને આ બંને પરિવારો સાથે દુશ્મની ખતમ કરવા વિશે વાત કરી હતી. અંતે બંને પરિવારની મહિલાઓ પોલીસની વાત પર રાજી થઈ ગઈ હતી.

રાખડી બાંધવા જેલ પહોંચી બહેનો


- બંને પરિવારના પુરુષ જેલમાં હતા. બંને પક્ષોએ નક્કી કર્યું કે, રક્ષાબંધનના દિવસે બંને પરિવારની દીકરીઓ તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે જેલમાં જશે અને ભેટમાં બંને પરિવાની સમજૂતી માગશે. જેવુ નક્કી થયું તેવું જ બંને ઘરની દીકરીઓએ કર્યું હતું.

બહેનોની એક શરતથી આવી ગયો વિવાદનો ઉકેલ


- બહેનોએ જેલમાં તેમના ભાઈની સામે શરત મુકી દીધી કે તેઓ ત્યારે જ રાખડી બાંદશે જ્યારે તેઓ દુશ્મની ખતમ કરશે. બહેનોની આ શરતે ભાઈઓને અંદરથી હલાવી દીધા હતા. પરંતુ જેલમાં બંધ બંને પક્ષના પુરુષોએ તેમની બહેનોને નિરાશ ન કરી. હવે બંને પક્ષના લોકોએ ગળે મળીને દુશ્મની ખતમ કરી દીધી છે.

45 વર્ષની દુશ્મનીનો આવ્યો ઉકેલ


ચંબલમાં જમીનના નાના ટુકડાના કારણે થયેલી દુશ્મનીનો હવે અંત આવી ગયો છે. છેલ્લા અમુક દિવસોમાં જ 30થી 40 વર્ષની દુશ્મનીનો એવી રીતે અંત આવ્યો કે જેમાં અત્યાર સુધી છ લોકોની હત્યા થઈ ગઈ છે. પોલીસ અને પ્રશાસનના જમીન વિવાદના કારણએ શરૂ થયેલી દુશ્મની ખતમ કરવા માટે શિબિર શરૂ કરવામાં આવી છે. વિવાદના આ ઉકલે ઉપર પણ શિબિરની અસર જોવા મળી છે.

1688 જમીન વિવાદોનું નિરાકરણ


ચંબલમાં અત્યાર સુધી 111 શિબિર કરવામાં આવી છે. તેમાં 1688 જમીન વિવાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ભિંડ, મુરૈંના, શ્યોપુર અને દતિયા જિલ્લામાં શરૂ કરવામાં આવેલી શિબિરમાં આવેલી અરજીઓનું પોલીસ પ્રશાસન દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

ડર રહેતો હતો કે ખબર નહીં ક્યારે શું થઈ જાય?


લાલજીના દીકરા શ્યામીએ જણાવ્યું કે, બંને પરિવારો વચ્ચે વર્ષોથી દુશ્મની ચાલતી હતી. હંમેશા એવો જ ડર રહેતો હતો કે, ખબર નહીં ક્યારે શું થઈ જાય. સંબંધીઓમાં પણ સરળતાથી નહતા જઈ શખતા કે ઘરમાં પણ શાંતિથી નહતા રહી શકતા. ઘણાં વર્ષોથી પરિવારની મોટા ભાગની કમાણી પોલીસ સ્ટેશન અને કોર્ટમાં જતી હતી. આ દુશ્મનીના કારણે ખેતી પણ શાંતિથી નહતી થઈ શકતી. હવે સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. હવે અમે જૂની દુશ્મની ભુલીને એક બીજાની સાથે બેસીએ છીએ.

30 વર્ષ જૂની દુશ્મનીનો આવ્યો અંત


જિલ્લાના પચેખા ગામમાં 30 વર્ષ પહેલા રઘુરાજ સંહ અને રામરતન સિંહના પરિવારમાં જમીનને લઈને વિવાદ થયો હતો. આ ત્રીસ વર્ષોમાં બંને પક્ષના 3-3 લોકોના મર્ડર થયા હતા. આ વિવાદના કારણે બંને પક્ષના લોકોને જેલ થઈ હતી. ઝઘડો સતત ચાલતો રહ્યો હતો અને તે દરમિયાન પોલીસ-પ્રશાસને સમાજના લોકોને મધ્યસ્થી બનાવીને ઉકેલ લાવવાની શરૂઆત કરી. પૂર્વ વિધાયક ગજરાજ સિંહ અને તેમના સમાજના લોકોની એક બેઠક કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન બંને પક્ષ માની ગયા હતા. આટલા લાંબા સમયથી ચાલતી દુશ્મનીનો અંત આવ્યો ત્યારે બંને પક્ષ એકબીજાને ગળે લગાવીને ખૂબ રડ્યા અને દુશ્મનીને આંસુમાં વહાવી દીધી હતી. પોલીસ-પ્રસાસનના કારણે 30 વર્ષ જૂની દુશ્મનીનો અંત આવ્યો છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

45 years of enmity between two people in Bhind is finally over
X
45 years of enmity between two people in Bhind is finally over
45 years of enmity between two people in Bhind is finally over
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App