Home » National News » Latest News » National » 40 Crore Transported In Open Trolley At Nalgonda

તેલંગાણા: 40 કરોડની નવી કરન્સી ખુલ્લા ટ્રકમાં બેન્કમાં પહોંચાડાઇ

Divyabhaskar.com | Updated - May 13, 2018, 03:28 AM

રાયથુબંધુ યોજનાના લોન્ચિંગમાં શાખાઓમાં કેશ મોકલવાની હતી

  • 40 Crore Transported In Open Trolley At Nalgonda
    નલગોંડા: તેલંગાણાના નલગોંડામાં ભાડાના ખુલ્લા ટ્રકમાં 40 કરોડ રૂ.ની નવી કરન્સી એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાઇ. આંધ્રપ્રદેશ ગ્રામીણ વિકાસ બેન્કના અધિકારીઓએ આ કરન્સી મેઇન બ્રાન્ચ સુધી લઇ જવા માટે ખુલ્લી ટ્રકનો ઉપયોગ કર્યો. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર દોડતા જોવા મળ્યા. સામાન્ય રીતે બેન્કમાંથી રોકડ એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાન્સફર થાય ત્યારે તેને સંપૂર્ણ બંધ વેનમાં પૂરી સુરક્ષા સાથે લઇ જવાય છે. જોકે, આ બેન્ક પાસે કોઇ વેન ન હોવાથી તેમણે 3 કોન્સ્ટેબલ સાથે ખુલ્લી ટ્રકમાં રોકડ લઇ જવાનો નિર્ણય કર્યો. બેન્કનું કહેવું હતું કે રાયથુ બંધુ યોજના માટેની આ રોકડની વહેંચણીમાં વિલંબ ન થાય તે માટે રોકડ ખુલ્લા ટ્રકમાં લઇ જવી પડી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending