ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 4 years old boy drank phinail filled in cold drink bottle and died at Rajasthan

  કોલ્ડડ્રિંકની બોટલમાં ભરેલું ફિનાઇલ પી ગયો 4 વર્ષનો માસૂમ, 2 દિવસ પછી હતો બર્થડે

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 02:41 PM IST

  4 વર્ષના માસૂમ બાળકે ઘરમાં સાફ-સફાઇ દરમિયાન ફિનાઇલ ભરેલી બોટલ ઉઠાવીને પી લીધી
  • કોલ્ડડ્રિંકની બોટલમાં ભરેલું ફિનાઇલ પી ગયો 4 વર્ષનો માસૂમ, 2 દિવસ પછી હતો બર્થડે
   કોલ્ડડ્રિંકની બોટલમાં ભરેલું ફિનાઇલ પી ગયો 4 વર્ષનો માસૂમ, 2 દિવસ પછી હતો બર્થડે

   ભરતપુર (રાજસ્થાન): ભરતપુર માર્ગ પર 4 વર્ષના માસૂમ બાળકે 12મેના રોજ (મંગળવારે) ઘરમાં સાફ-સફાઇ દરમિયાન ફિનાઇલ ભરેલી બોટલ ઉઠાવીને પી લીધી. બાળકની તબિયત અચાનક બગડી ગઇ અને તે બેભાન થઇ ગયો. તેને તાત્કાલિક સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેની હાલત ગંભીર જણાવીને તેને બીજે રિફર કરી દીધો હતો. ત્યારબાદ માસૂમને જિલ્લા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

   2 દિવસ પછી હતો બર્થડે, ચાલી રહી હતી તૈયારી

   - ભરતપુર રોડ પર રહેતા પપ્પુના ઘરે 4 વર્ષના દેવાંશનો 2 દિવસ પછી બર્થડે હતો. તેને લઇને ઘરમાં રામાયણ પાઠના આયોજનની તૈયારીઓ ચાલી રહી હતી.

   - આ દરમિયાન જમીન પર કોલ્ડડ્રિંકની બોટલમાં રાખેલા ફિનાઇલને દેવાંશ પાણી સમજીને પી ગયો, જેનાથી તેની તબિયત ખરાબ થઇ ગઇ. તેના બેભાન થતાની સાથે જ ઘરમાં હોબાળો મચી ગયો. અચાનક ઘરમાં ચીસાચીસનો અવાજ સાંભળીને પાડોશીઓ પણ ત્યાં પહોંચી ગયા.
   - સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના ડૉ. પંકજ મલિકે ગંભીર હાલત હોવાથી તેને જિલ્લા હોસ્પિટલ રિફર કર્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

   આ પણ વાંચો: સ્કૂલે જતી મોટી બહેનને કહેવા આવી 'bye', સ્કૂલવાને કચડી નાખી 3 વર્ષની માસૂમ


   લોકોને પહોંચી ચૂક્યાં હતાં આમંત્રણના કાર્ડ

   - માસૂમના મોત પછી ઘરમાં ચાલતી બર્થડેની તૈયારી બધી જેમની તેમ રહી ગઇ. મંગળવારે જે સમયે અકસ્માત થયો તેના બે કલાક પછી રામચરિતમાનસનો પાઠ શરૂ થવાનો હતો.

   - બાળકના દાદાએ સેંકડો લોકોને નિમંત્રણ કાર્ડ વહેંચી દીધા હતા. પરંતુ, વિધાતાને કદાચ આ મંજૂર ન હતું.

   દેવાંશના મામાએ દારૂ પીને કરી તોડફોડ

   - ભાણિયાની મોતના સમાચાર જાણીને ઘરે આવેલા મામાએ પોતાના નાના બનેવી સાથે ઘરની અંદર પહેલા બેસીને દારૂ પીધો અને પછી ઘરમાં તોડફોડ કરી. તિજોરીનું તાળું ખોલીને સામાનને વેરવિખેર કરી નાખ્યો.

   - આ દરમિયાન બહેનના સાસરીવાળાઓ દ્વારા અટકાવવા પર મામા અને માસાએ ઘરના સદસ્યો અને મહિલાઓને મારપીટ કરવી શરૂ કરી દીધી.
   - આ વાતને લઇને આરોપીઓને લોકોની ભીડે ખૂબ માર્યા અને પોલીસને ફરિયાદ કરી.
   - સૂચના મળતા પોલીસ સ્ટેશન પહોંચેલા એએસઆઇ મહેશકુમાર શર્માએ મૃતક દેવાંશના મામા અને માસાને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવ્યા.
   - માસૂમ દેવાંશના મોતથી દરેક વ્યક્તિ આઘાતમાં હતું પરંતુ તેના મોસાળ પક્ષના લોકોએ તેની મોતને તમાશો બનાવી દીધું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 4 years old boy drank phinail filled in cold drink bottle and died at Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `