• Home
  • National News
  • Latest News
  • National
  • મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસ પ્રમુખે રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો | Rahul Gandhi release report card of 4 Years Modi Government

મોદી સરકારના 4 વર્ષ પર રાહુલે જાહેર કર્યો રિપોર્ટ કાર્ડ, આપ્યાં આ રેન્ક

મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસ પ્રમુખે રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો જેમાં મોદી સરકારને દરેક મોર્ચે નિષ્ફળ ગણાવી.

Divyabhaskar.com | Updated - May 26, 2018, 02:36 PM
રાહુલ ગાંધીએ મોદી સરકારને દરેક મુદ્દે નિષ્ફળ ગણાવી (ફાઈલ)
રાહુલ ગાંધીએ મોદી સરકારને દરેક મુદ્દે નિષ્ફળ ગણાવી (ફાઈલ)

કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની આગેવાનીવાળી સરકારે ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે ભાજપના નેતાઓ અને તેમના સમર્થિત પક્ષો મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવે છે. તો બીજી બાજુ વિપક્ષ કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ જણાવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ એક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો છે.

નવી દિલ્હીઃ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની આગેવાનીવાળી સરકારે ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે ભાજપના નેતાઓ અને તેમના સમર્થિત પક્ષો મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવે છે. તો બીજી બાજુ વિપક્ષ કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ જણાવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ એક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો છે. રાહુલે ટ્વીટ કરી મોદી સરકારને દરેક મોર્ચે નિષ્ફળ ગણાવી છે. ટ્વીટમાં રાહુલે કહ્યું કે મોદી સરકારે માત્ર જનતાને વાયદાઓ કર્યા છે, પરંતુ તેમાંથી એકને પણ પૂરાં કરવામાં આવ્યા નથી.

રાહુલે ટ્વીટ કરી મોદી સરકારનો રજૂ કર્યો રિપોર્ટ કાર્ડ


4 વર્ષનો રિપોર્ટ કાર્ડ
કૃષિ- F
વિદેશ નીતિ- F
ઈંધણની કિંમત- F
નોકરીના અવસર- F

સૂત્રોચ્ચાર બનાવવામાં- A+
આત્મપ્રશંસા- A+
યોગ- B-

- આ ઉપરાંત રાહુલ ગાંધીએ રિપોર્ટ કાર્ડ નીચે એક રીમાર્ક પણ લખી છે જેમાં તેને લખ્યું કે,

ટીપ્પણીઃ નિવેદનબાજીમાં ધુરંધર, જરૂરી મુદ્દાઓમાં નિષ્ફળ પરંતુ લોકોનું ધ્યાન ખેંચવામાં અવ્વલ.

ભાજપની ઊંધી ગણતરી શરૂ થઈ છે- માયાવતી


- બસપા સુપ્રીમ માયાવતીએ પણ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્રની મોદી સરકારને નિષ્ફળ અને જૂઠી ગણાવી છે.
- વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર દેશના તમામ દલિતો, બેરોજગારો અને ખેડૂતો માટે પૂરી રીતે નિષ્ફળ રહી છે.
- દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવ અંગે તેઓએ કેન્દ્ર સરકારને ઘેરી હતી.
- નોટબંધી અને GSTથી દેશમાં ગરીબી અને બેકારી ઐતિહાસિક રીતે વધી હોવાનું પણ માયાવતીએ કહ્યું હતું.
- આ ઉપરાંત વિપક્ષને નબળા પાડવા અંગેના પણ આક્ષેપો માયાવતીએ મોદી સરકાર સામે કર્યા હતા.
- માયાવતીએ કહ્યું કે મોદી સરકાર અત્યારસુધી પૂર્ણ રીતે ખોટું બોલનારી સરકાર જ સાબિત થઈ છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

મોદી સરકારના 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ જાહેર કરી કટાક્ષ પણ કર્યો
મોદી સરકારના 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ જાહેર કરી કટાક્ષ પણ કર્યો
માયાવતીએ પણ મોદી સરકારના 4 વર્ષ નિમિતે અનેક પ્રહાર કર્યો
માયાવતીએ પણ મોદી સરકારના 4 વર્ષ નિમિતે અનેક પ્રહાર કર્યો
X
રાહુલ ગાંધીએ મોદી સરકારને દરેક મુદ્દે નિષ્ફળ ગણાવી (ફાઈલ)રાહુલ ગાંધીએ મોદી સરકારને દરેક મુદ્દે નિષ્ફળ ગણાવી (ફાઈલ)
મોદી સરકારના 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ જાહેર કરી કટાક્ષ પણ કર્યોમોદી સરકારના 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ જાહેર કરી કટાક્ષ પણ કર્યો
માયાવતીએ પણ મોદી સરકારના 4 વર્ષ નિમિતે અનેક પ્રહાર કર્યોમાયાવતીએ પણ મોદી સરકારના 4 વર્ષ નિમિતે અનેક પ્રહાર કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App