Home » National News » Latest News » National » 4 વર્ષમાં દર 11માં દિવસે મોદી રહ્યા વિદેશ| Modi went abroad every 11th day, 5 times went to America

મોદી રાજ@4: 1460 દિ'માંથી 134 રહ્યા વિદેશ, દર 14 દિવસે લોન્ચ કરી એક યોજના

Divyabhaskar.com | Updated - May 26, 2018, 02:26 PM

26મેના રોજ મોદી સરકારને 4 વર્ષ પૂરા થઈ ગયા છે. ભાસ્કર.કોમે ત્રણ ફોરેન અફેર એક્સપર્ટ સાથે વાત કરી

 • 4 વર્ષમાં દર 11માં દિવસે મોદી રહ્યા વિદેશ| Modi went abroad every 11th day, 5 times went to America
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્ક: 26 મેના રોજ મોદી સરકારને ચાર વર્ષ પૂરા થઈ ગયા છે. આ ચાર વર્ષ દરમિયાન મોદી તેમની વિદેશ યાત્રાઓના કારણે ખૂબ ચર્ચામાં રહ્યા છે. એક સમયે જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી પણ તેમની વિદેશ મુલાકાતના કારણે ચર્ચામાં રહેતા હતા. બીજી બાજુ દર 14 દિવસે એક નવી યોજના લોન્ચ થતી હોવાથી સરકારની એક્ટિવનેસ પણ જોવા મળી રહી છે. આ રીતે તેમણે ટ્વિટર અને 'મન કી બાત' દ્વારા સીધા જનતા સાથે જોડાવાની શરૂઆત કરી છે. આમ 1460 દિવસમાં આ જ ચાર મુદ્દાઓ વિશે DivyaBhaskar.comએ તપાસ કરી છે.

  આગળની સ્લાઈડમાં જાણો 4 વર્ષમાં મોદીના વિદેશોમાં 134 દિવસનો હિસાબ

 • 4 વર્ષમાં દર 11માં દિવસે મોદી રહ્યા વિદેશ| Modi went abroad every 11th day, 5 times went to America
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  મોદીએ 4 વર્ષમાં 78 ફોરેન ટૂર કરી, જ્યારે 134 દિવસ વિદેશમાં પસાર કર્યા.


  - મોદીએ સૌથી વધુ 5 વખત અમેરિકા યાત્રા કરી, 3-3 વાર ચીન-રશિયા અને 2 વાર જાપાનની મુલાકાત કરી.

   

  શું મળ્યું?


  આ વિશે ભાસ્કર.કોમે વિદેશ મામલે નિષ્ણાત વેદપ્રતાપ વૈદિક, ઓફિસર કરીમ અને રહીસ સિંહ સાથે વાત કરી હતી.


  અમેરિકા: વેદપ્રતાપ વૈદિકના જણાવ્યા પ્રમાણે મોદીની સતત વિદેશ યાત્રાથી આપણેને એક ફાયદો એ થયો છે કે, વિદેશમાં ભારતની ઈમેજમાં સુધારો થયો છે અને પ્રવાસી ભારતીયોમાં ઉત્સાહ આવ્યો છે. આ સિવાય ભારતને કોઈ વધુ લાભ મળ્યો નથી. જ્યારે નુકસાન એવુ થયું છે કે, ચીનના મનમાં શંકા ઊભી થઈ છે અને જેથી ભારતને ભવિષ્યમાં જોખમ ઊભું થઈ શકે છે.


  ચીન અને રશિયા: ચીનની યાત્રાઓથી પણ કોઈ ફાયદો થયો નથી. સીમા વિવાદ ચાલુ જ છે. રશિયાની મુલાકાતથી ભારતને ઓછો અને રશિયાને વધારે ફાયદો થયો છે. કારણકે તેઓ આપણને અબજો ડોલરના હથિયારો વેચવા માગે છે. જોકે રહીસ સિંહનું કહેવું છે કે, રશિયા સાથે મિત્રતાથી આપણને સૈન્ય મોર્ચે ફાયદો થયો છે. તેમની પાસેથી આપણને સારા હથિયાર સસ્તા ભાવમાં મળવાનો એક રસ્તો ખૂલ્યો છે. આ જ રીતે ચીન સાથે દોસ્તી કરવાથી બંને દેશો વચ્ચે આર્થિક રીતે એક સમજૂતી થઈ છે જેનો ફાયદો ભવિષ્યમાં થશે.


  જાપાન: મોદી જાપાનની બે વખત યાત્રા કરી ચૂક્યા છે. જાપાન બુલેટ ટ્રેન સહિત ઘણાં પ્રોજેક્ટ મદદ કરી રહ્યા છે. જાપાને ભારતમાં 35 અબજ ડોલરના રોકાણનો વાયદો કર્યો છે.

 • 4 વર્ષમાં દર 11માં દિવસે મોદી રહ્યા વિદેશ| Modi went abroad every 11th day, 5 times went to America
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  મોદીએ સૌથી વધારે 58 ટ્વિટ 30 એપ્રિલે કર્યા, જ્યારે 3 એપ્રિલે એક પણ ટ્વિટ ન કર્યું


  મોદીના ખાસ ટ્વિટ


  19 એપ્રિલ-
  જે દિવસે મારી ધીરજ ખુટી જશે, હું દેશના કામ નહીં આવું, ધીરજ મને તાકાત અને ઉર્જા આપે છે.
  9 મે- 
  કોંગ્રેસ રોંગ, કોંગ્રેસ રાઈટ
  પોલીસ રોંગ, પોલીસ રાઈટ
  EC અને EVM રોંગ, કોંગ્રેસ રાઈટ
  કોર્ટ રોંગ, કોંગ્રેસ રાઈટ
  125 કરોડ ભારતીય રોંગ, કોંગ્રેસ રાઈટ
  5 મે-
  15 મે પછી કોંગ્રેસ પીપીપી કોંગ્રેસ થઈ જશે
  7 એપ્રિલ- 
  હિમાચલમાંથી પ્રવીણ શર્માજી જાણવા ઈચ્છે છે કે, 3-4 દાયકા પહેલાં જ્યારે હું બીજેપીમાં આવ્યો ત્યારે બીજેપીનું કાર્યકર્તા હોવું અને આજે બીજેપીના કાર્યકર્તા હોવામાં શું ફરક છે? મજાની વાત એ છે કે, મે પ્રવીણજીનો અવાજ સાંભળીને જ ઓળકી લીધા કે આ મોટી મોટી મૂછો વાળા જ પ્રવીણ જી છે.
  10 એપ્રિલ
  - જ્યારે -જ્યારે દેશની સામે સંક્ટ આવ્યું છે ત્યારે બિહારે દેશને રસ્તો બતાવ્યો છે. મને ગર્વ છે કે આજે પણ સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહની આ યાત્રામાં બિહાર ફરીથી આગેવાની કરી રહ્યું છે. 
  24 એપ્રિલ
  જન-ધન, વન, ધન અને ગોબર ધન- આનાથી આપણે ગામની અર્થવ્યવસ્થામાં ખૂબ મોટા ફેરફાર લાવી શકીએ છીએ.

 • 4 વર્ષમાં દર 11માં દિવસે મોદી રહ્યા વિદેશ| Modi went abroad every 11th day, 5 times went to America
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  મોદીએ જે યોજના લાગુ કરી, તેમાં સૌથી વધારે પોપ્યુલર થઈ 'સ્વચ્છ ભારત અભિયાન'
  શું છે સ્વચ્છ ભારત અભિયાન?


  લોન્ચ- 2 ઓક્ટોબર 2014
  લક્ષ્ય- ગામોમાં 1.96 લાખ કરોડ રૂપિયાના ખર્ચે રૂ. 1.2 કરોડ શૌચાલ્ય બનાવ્યા
  ક્યાં સુધી- 2 ઓક્ટોબર 2019
  પરિણામ- સરકારી આંકજા પ્રમાણે એપ્રિલ 2018 સુધી 46,36,128 પ્રાઈવેટ અને 3,06,064 કોમ્યુનિટી અને પબ્લિક ટોયલેટ બનાવ્યા.
  એટલે કે 49 લાખ 42 હજાર શૌચાલય બનાવવામાં આવ્યા. 2212 શહેર ખુલ્લામાં શૌચમુક્ત થયા.

   

  અન્ય મુખ્ય યોજનાઓ આ પ્રમાણેની રહી


  નામ- વડાપ્રધાન જન ધન યોજના
  લોન્ચ- 18 ઓગસ્ટ 2014


  હેતુ- ગરીબોને બેન્ક સાથે જોડવા, જેથી સરકાર તરફથી મળતી સબસિડીનો તેમને સીધો ફાયદો મળી શકે.
  ક્યાં સુધી- સાત કરડો કરતા પણ વધારે પરિવારોને ઓગસ્ટ 2018 સુધી બેન્ક સાથે જોડવા
  પરિણામ- મે 2018 સુધી 31.60 કરોડ લોકોને આ સ્કીમ અંતર્ગત જોડવામાં આવ્યા છે. ખાતા ખોલનાર અકાઉન્ટમાં કુલ મળીને 81,203.59 કરોડ જમા થયા. 24 કરોડ ખાતાધારકોને RuPay ડેબિટકાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રમાણેના કાર્ડધારકોને રૂ. 1 લાખ સુઘીનો એક્સિડન્ટ વીમો મળે છે.

  .....

   

  નામ- ઉજ્જવલા યોજના
  લોન્ચ- 1 મે 2016
  હેતુ- ગરીબ મહિલાઓને 5 કરોડ મફત એલપીજી ગેસ કનેક્શન
  બજેટ- 8,000 કરોડ
  ત્યાં સુધી- ડિસેમ્બર 2018
  પરિણામ- 4 કરોડ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.
  .....


  નામ- ડિજીટલ ઈન્ડિયા
  લોન્ચ- 1 જુલાઈ 2015
  હેતું- કાગળના ઉપયોગ વગર સરકારી સેવાઓ ઈલેક્ટ્રોનિક રીતે જનતા સુધી પહોંચાડવી
  પરિણામ- સરકારની 400થી વધારે યોજનાઓમાં ડિજીટલી ચૂકવણી કરવામાં આવે છે. સરકારનો દાવો છે કે, અત્યાર સુધી 57 હજાર કરોડથી વધુ રકમ ખોટા હાથમાં જતા બચાવવામાં આવી છે. દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સંખ્યા માત્ર 2 જ હતી, જે હવે 113 કરતા વધારે થઈ ગઈ છે. ઉમંગ એપ દ્વારા 100થી વધારે જનસુવિધાઓ મોબાઈલ દ્વારા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. 2013-14માં 254.4 કરોડ ડિજિટલ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે. જ્યારે 2016-17માં તે આંક 865.9 કરોડ સુધી પહોંચી ગયો છે. 

  ............

   

  નામ- બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના
  લોન્ચ- 22 જાન્યુઆરી 2015
  હેતુ- શિક્ષણ અને વેલફેરની મદદથી ભ્રૃણ હત્યા રોકવી
  પરિણામ- હાલ આ યોજના 640 જિલ્લાઓમાં ચાલી રહી છે. એપ્રિલ 2015થી લઈને માર્ચ 2016 અને 2016-2019 દરમિયાન 161 જિલ્લાઓમાં મહિલા જન્મ દર 104 થયો છે.

 • 4 વર્ષમાં દર 11માં દિવસે મોદી રહ્યા વિદેશ| Modi went abroad every 11th day, 5 times went to America

  મોદીએ 3 ઓક્ટોબર 2014માં પહેલીવાર કરી મનકી બાત, અત્યાર સુધી 43 વાર કરી મન કી બાત

   

  આ કાર્યક્રમમાં મોદીએ ક્યારે ક્યારે મહત્વની વાત કરી


  - મોદીએ 40મી વખત મન કી બાત કરતી વખતે કલ્પના ચાવલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, કલ્પના ચાલવાએ મહિલાઓની ઉડાનને એક નવી દિશા આપી છે.
  - 27 જાન્યુઆરી 2015માં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ મોદીની સાથે મન કી બાત કરી હતી અને જનતાના લેટર્સનો જવાબ આપ્યો હતો. એક શખ્સે પૂછ્યું હતું કે, ઓબામા તેમની દીકરીઓને ભારતના અનુભવ વિશે શું કહશે? શું તેઓ ભારતની તેમની દીકરીઓ માટે કઈ શોપિંગ કરશે? ઓબામાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ ફરી વખત ભારત આવશે ત્યારે તેમની દીકરીઓને ભારત લઈને આવવાનો પ્રયત્ન કરશે.
  - 43માં એપિસોડમાં મોદીએ પેગમ્બરના સંદેશને યાદ અપાવ્યો હતો. તેમણે કહ્યું કે, એકવાર એક માણસે પેગમ્બરને સવાલ કર્યો કે, ઈસ્લામમાં કયુ કામ સૌથી વધારે સારુ છે? ત ત્યારે પેગમ્બરે જવાબ આપ્યો કે, કોઈ પણ ગરીબ અને જરૂરિયાતવાળી વ્યક્તિને ભોજન કરાવવું અને દરેક સાથે સદ્ભાવથી મળવું.
  - રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા ત્યારે ડેરા સમર્થકોની હિંસા વિશે પીએમ મોદીએ મન કી બાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતક ગાંધી અને બુદ્ધનો દેશ છે. દેશમાં હિંસાને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. કાયદાને હાથમા લેનાર વ્યક્તિને દેશ કે સરકાર ક્યારેય સહન નહીં કરે.
  - મોદીએ 43મી વખતની મન કી બાતમાં અક્ષય કુમારની ફિટનેસની વાત કરી હતી.
  - મોદીએ 41મી વખતની મન કી બાતમાં વિદ્યાર્થીઓને એક્ઝામની ટીપ્સ આપી હતી. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ