Home » National News » Latest News » National » 4 લોકસભા, 10 વિધાનસભા સીટ પર વોટિંગ શરૂ| Voting has started for the by-elections

પેટાચૂંટણી: પંચે કહ્યું- EVMમાં ખરાબીને વધુ પડતી ચગાવાઇ, કૈરાનામાં 43% મતદાન

Divyabhaskar.com | Updated - May 28, 2018, 07:22 PM

ત્રણ રાજ્યોની ચાર લકોસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થયું.

 • 4 લોકસભા, 10 વિધાનસભા સીટ પર વોટિંગ શરૂ| Voting has started for the by-elections
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કૈરાનાના આરએલડી ઉમેદવાર તબસ્સુમ હસને ઈલેક્શન કમિશનને આ વિશે પત્ર લખીને ફરિયાદ કરી

  નવી દિલ્હીઃ ત્રણ રાજ્યોની ચાર લોકસભા અને નવ રાજ્યનો 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે સોમવારે વોટિંગ થયું. લોકસભા સીટોમાં- ઉત્તર પ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા-ગોદિંયા તથા નાગાલેન્ડ સીટો સામેલ છે.

  પાલઘરમાં 5 વાગ્યા સુધી 40.37 ટકા અને કૈરાનામાં 4 વાગ્યા સુધી 43 ટકા મતદાન થયું. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં 25 ટકા ઇવીએમ ખરાબ થયાના સમાચાર આવ્યા હતા. તેના પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અહીં મશીનોમાં ગરબડની વાતને વધારે પડતી ચડાવીને રજૂ કરાઇ છે. કેટલાક ઇવીએમ ખરાબ જરૂર હતા, જેમને થોડા સમયમાં બદલી નંખાયા હતા. મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયામાં 35 બૂથો પર ચૂંટણી સ્થગિત કરવાની વાત પણ ખોટી છે. બીજી બાજુ, મહારાષ્ટ્ર અને યુપીના ઉમેદવારોએ વોટિંગનો સમય વધારવાની માંગણી કરી હતી.

  ક્યાંય પણ ચૂંટણીની વિશ્વસનીયતા નથી તૂટીઃ પંચ

  - ઇવીએમમાં ગરબડના સમાચારો પર આયોગે જણાવ્યું કે, `ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટાચૂંટણી દરમિયાન ઇવીએમમાં ગરબડને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી છે. જોકે, કેટલાક પોલિંગ કેન્દ્રો પર મશીનો ખરાબ હતી જેમને પછી બદલી નાખવામાં આવ્યા. પંચ પાસે દરેક ચૂંટણી માટે પર્યાપ્ત મશીનો (20થી 25 ટકા) ઉપલબ્ધ હોય છે. ત્યાં પણ ચૂંટણીની વિશ્વસનીયતા નથી તૂટી. મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયામાં 35 બૂથો પર ચૂંટણી સ્થગિત કરવાની વાત પણ ખોટી છે.'

  ઇવીએમમાં ગરબડના અહેવાલ

  દરમિયાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી ઈવીએમ ખરાબ થવાના અહેવાલ આવ્યા હતા. કૈરાના આરએલડી ઉમેદવારે ચૂંટણી પંચને પત્ર લખીને 174 પોલિંગ બૂથ પર ઈવીએમમાં ખરાબીની ફરિયાદ કરી છે. આરએલડીએ એમ પણ આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ અને દલિત બહુમતીવાળા વિસ્તારોમાં ખરાબ મશીનો બદલવામાં નથી આવી રહ્યા. બીજી તરફ, મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયાના 35 બૂથ પર ઈવીએમમાં ખરાબીના કારણે મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

  પેટાચૂંટણી Updates:

  - મહારાષ્ટ્રની પાલઘર લોકસભા સીટ પર 1 વાગ્યા સુધી 19.25% મતદાન.
  - એનસીપીના પ્રફુલ્લ પટેલે કહ્યું કે, ભંડારા-ગોદિંયા ચૂંટણીમાં ઈવીએમ મશીનોમાં ગડબડ જોવા મળી છે. ચૂંટણી પંચને ઈવીએમની જગ્યાએ બેલેટ પેપર સિસ્ટમથી ચૂંટણી કરાવવી જોઈએ. સપા નેતા અખિલેશ યાદવજીએ હમણાં જ ફોન કરીને જણાવ્યું કે કૈરાના પેટાચૂંટણીમાં 300 ઈવીએમ મશીનો કામ નથી કરી રહી.
  - પંજાબના શાહકોટમાં 1 વાગ્યા સુધી 44% મતદાન.
  - મહારાષ્ટ્રના શિવસેના નેતા અનિલ દેસાઈએ કહ્યું કે ઈવીએમ અને વીવીપીએટમાં ખરાબી ચૂંટણી પંચની નિષ્ફળતા દર્શાવે છે. જો આવી સ્થિતિ પેટાચૂંટણીમાં છે તો લોકસભા ચૂંટણી વિશે વિચારવું જોઈએ. અમે અને બીજી પાર્ટીઓ સતત કહી રહ્યા છીએ કે ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરાવવી જોઈએ.
  - ડીએમ અભિમન્યુ કાલેએ જણાવ્યું કે ભંડારા-ગોંદિયા લોકસભા સીટ પર ઈવીએમમાં ખરાબીના કારણે 35 પોલિંગ બૂથ પર મતદાનને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

  - નાગાલેન્ડની લોકસભા સીટ પર 11 વાગ્યા સુધીમાં 44 ટકા મતદાન

  - પંજાબની શાહકોટ વિધાનસભા સીટ પર 11 વાગ્યા સુધીમાં 31 ટકા મતદાન
  - પાલઘરમાં 11 વાગ્યા સુધી 10.27 ટકા મતદાન
  - કર્ણાટકના આરઆર નગર એસેમ્બલી સીટ પર 11 વાગ્યા સુધીમાં 21 ટકા મતદાન, નોંધનીય છે કે, આ સીટ અંતર્ગત એક વિસ્તારના ફ્લેટથી મતદાન પહેલાં 10 હજાર વોટર આઈડી અને 1 લાખ રિસિપ્ટ મળી આવી હતી. ત્યારપછી આ સીટ માટેનું મતદાન રોકી દેવામાં આવ્યું હતું.
  - મહારાષ્ટ્રમાં 11 જગ્યાએ ઈવીએમ મશીન ખરાબ હોવાની માહિતી મળી છે.

  - નુરપૂરમાં 9વાગ્યા સુધી 6 ટકા મતદાન
  - કૈરાનામાં 9 વાગ્યા સુધી 10 ટકા મતદાન
  - મહારાષ્ટ્રમાં ગોંડિયા-ભંડારા લોકસભા સીટ માટે થતા મતદાનમાં 11 ઈવીએમ ખોટકાયા

  1) કૈરાના, ઉત્તરપ્રદેશ


  તબસ્સુમ હસન, RLD V/S મૃગાંકા સિંહ, BJP


  કેમ ખાલી થઈ: ભાજપ સાસંદ હુકમ સિંહના નિધનના કારણે
  - અહીં 2014માં હુકમ સિંહને 5,65,909 વોટ મળ્યા હતા. અહીં કુલ મતદાનના 50.6 ટકા હતું. તેમને સમાજવાદી પાર્ચીના નાહિદન હસનને 2,36,636 મતથી હરાવ્યા હતા. તેમને કુલ મતદાનના માત્ર 29 ટકા મત જ મળ્યા હતા.
  - આ વખતે ભાજપ ઉમેદવારને વધારે મુકાબલો કરવો પડે તેવી સ્થિતિ છે. આરએલડી ઉમેદવાર બસસ્સુમને સપા, બસપા, કોંગ્રેસ અને આપે સમર્થન આપ્યું છે.
  - 2014માં તેમાંથી આરએલડી ઉમેદવારને 3.8 ટકા, સપા ઉમેદવારને 29.4 ટકા, બસપા ઉમેદવારને 14.3 ટકા અને આપ ઉમેદવારને 0.2 ટકા વોટ મળ્યા હતા. આરએલડી સાથે ગઠબંધનના કારણે કોંગ્રેસે અહીં તેમનો ઉમેદવાદ નથી ઉતાર્યો. આ વખતે એકજૂથ થયેલા 4 દળનો વોટ શેર એક કરી દેવામાં આવે તો તે કુલ 47.7 ટકા થાય. કુલ વોટ મળીને 5,34,864 થાય છે. જે હુકુમ સિંહને મળેલા વોટ અને વોટ શેર કરતા ઓછું છે.

  2) પાલધર, મહારાષ્ટ્ર
  શ્રીનિવાસ વનગા, શિવસેના V/S રાજેન્દ્ર ગાવિત, ભાજપ

  કેમ ખાલી થઈ આ સીટ- ભાજપ સાંસદ ચિંતામણ વગનાના નિધનના કારણે
  કોંગ્રેસ-શિવસેનાએ ભાજપને ઘેર્યું
  - શ્રીનિવાસ ભાજપના દિવંગત સાંસજ ચિંતામણ વનગાનો દીકરો છે. પરંતુ આ વખતે એનડીએથી અલગ થઈને શિવસેનાને તેમને પોતાના પક્ષમાં લાવવામાં સફળતા મળી ગઈ છે. ત્યારે ભાજપે રાજેન્દ્ર ગાવિતને ટીકિટ આપવી પડી. તેઓ પહેલાં કોંગ્રેસમાં હતા.
  - 2014માં આ સીટે પર ભાજપ ઉમેદવાર ચિંતામણી વનગાએ 5,33,201 વોટ મળ્યા હતા. તે કુલ મતદાનના 53.7 ટકા હતા. તેમણે બહુજન વિકાસ અધાડી પાર્ટીના બલીરામ સુકુર જાધવને 2,39,520 મતથી હરાવ્યા હતા. જાધવને 29.6 ટકા મત મળ્યા હતા.
  - કોંગ્રેસ-એનસીપીએ 2014માં આ સીટ પર કોઈ ઉમેદવાર નહતો ઉતાર્યો, પરંતુ આ વખતે ગઠબંધનની થી દામોદર શિંગદાને ટીકિટ આપવામાં આવી છે. તેઓ કોંગ્રેસમાં રહેલા ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતના વોટ કાપી શકે છે.

  3) ભંડારા-ગોદિયા, મહારાષ્ટ્ર
  મધુકર કુકડે, એનસીપી V/S હેમંત પાટલે, BJP


  કેમ ખાલી થઈ આ સીટ: ભાજપના બળવાખોર સાસંદ નાના પટોલેએ રાજીનામું આપ્યું છે. તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.
  - નાના પટોલે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટીકિટ ન આપી. આ સીટ પર કોંગ્રેસે એનસીપી સાથે સમજૂતી કરી લીધી છે. માનવામાં આવે છે કે, કોંગ્રેસ પટોલને ટીકિટ આપતી તો એનસીપીનો એક વર્ગ તેમને સમર્થન ન આપતા.
  - 2014માં અહીં નાના પટોલને 6,06,129 મત મળ્યા હતા. તેમણે એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલને અંદાજે દોઢ લાખ મતથી હાર અપાવી હતી.

  4) નાગાલેન્ડ
  તોખેયો યેપથોમી, પીડીએ V/S સીએ અપોક જમીર, એનપીએફ
  કેમ ખાલી થઈ આ સીટ: હાલના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ રાજીનામું આપ્યું. તેઓ ભાજપના સમર્થનવાળા નગા પીપુલ્સ ફ્રન્ટમાંથી છે.


  એક સમયે 86 ટકા મત મેળવનાર કોંગ્રેસ 3 ચૂંટણી પછી પણ જીત નથી મેળવી શકતી

  - આ સીટ ઉપર માત્ર બે ઉમેદવાર છે. રાજ્યની તે એક માત્ર લોકસભા સીટ છે.
  - આ સીટ પર મુખ્ય મુકાબલો કોંગ્રેસના સમર્થન વાળા પીપુલ્સ ડેમોક્રેટિક અલાયંન્સ (પીડીએ) અને ભાજપ સમર્થનવાળા નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) વચ્ચે છે.
  - ત્રણ વાર આ સીટ પર એનપીએફને જીત મળી છે. આ પહેલાં આ સીટ પર કોંગ્રેસનો કબજો હતો.
  - 1998ની ચૂંટણીમાં અહીં કોંગ્રેસ ઉમેદવારને 86.70 ટકા વોટ અને 1999માં 71.18 ટકા વોટ મળ્યા હતા. ત્યારપછી 2004ની ચૂંટણીમાં એનપીએફએ કોંગ્રેસને બહારનો રસ્તો બતાવી દીધો હતો.

  વિધાનસભા પેટા ચૂંટણી: 2-2 સીટ પર ભાજપ, ઝામુમો અને કોંગ્રેસ, 1-1 પર જેડીયુ, અકાળી, સીપીએમ અને ટીએમસી

  1) જોકીહાટ (બિહાર)- આ સીટ જેડીયુ પાસે છે. ધારાસભ્ય સરફરાજ આલમ આરજેડીમાં આવ્યા હોવાથી આ સીટ ખાલી થઈ.
  2-3) ગોમિયા અને સિલ્લી (ઝારખંડ)- બંને સીટે ઝામુમો પાસે હતી. તે સીટના ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરાતા તે સીટ ખાલી થઈ.
  4) ચેંગન્નૂર (કેરળ)- સીપીએમ પાસે હતી. ધારાસભ્ય કે કે રામચંદ્રનના નિધનના કારણે આ સીટ ખાલી થઈ.
  5) પલસૂ કડેગાંવ (મહારાષ્ટ્ર)- કોંગ્રેસ પાસે હતી. ધારાસભ્ય પતંગરાવ કદમના નિધનના કારણે આ સીટ ખાલી થઈ.
  6) અંપાતી (મેઘાલય)- કોંગ્રેસ પાસે હતી, પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાના રાજીનામાના કારણે આ સીટ ખાલી થઈ.
  7) શાહકોટા (પંજાબ)- અકાળી દળ પાસે હતી, ધારાસભ્ય અજીત સિંહ કોહડના નિધનના કારણે આ સીટ ખાલી થઈ.
  8) થરાલી (ઉત્તરાખંડ)- ભાજપ પાસે હતી, ધારાસભ્ય મગનલાલ શાહના નિધનના કારણે આ સીટ ખાલી થઈ.
  9) નૂરપુર (ઉત્તર પ્રદેશ)- આ સીટ ભાજપ પાસે હતી, ધારાસભ્ય લોકેન્દ્ર સિંહના નિધનના કારણે આ સીટ ખાલી થઈ.
  10) મહેશતાલા (પશ્ચિમ બંગાળ)- ટીએમસી પાસે હતી, ધારાસભ્ય કસ્તૂરી દાસના નિધનથી આ સીટ ખાલી થઈ છે.

 • 4 લોકસભા, 10 વિધાનસભા સીટ પર વોટિંગ શરૂ| Voting has started for the by-elections
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મેઘાલયમાં મતદાન સમયની તસવીર
 • 4 લોકસભા, 10 વિધાનસભા સીટ પર વોટિંગ શરૂ| Voting has started for the by-elections
  નાગાલેન્ડમાં મતદાન સમયની તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ