પેટાચૂંટણી: 4 લોકસભા અને 10 વિધાનસભા સીટની મતગણતરી શરૂ

4 લોકસભા અને 10 વિધાનસભા સીટની મતગણતરી શરૂ| 4 Lok Sabha 10 Assembly Seat By Election Results

: ત્રણ રાજ્યોની 4 લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. 28મેના રોજ આ ચૂંટણી માટે મતદાન થયુ હતું. લોકસભા સીટમાં ઉત્તર પ્રદેશના કૈરાના, મહારાષ્ટ્રના પાલઘર, ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડની સીટો સામેલ છે.

divyabhaskar.com

May 31, 2018, 08:57 AM IST

નવી દિલ્હીઃ ત્રણ રાજ્યોની 4 લોકસભા અને 9 રાજ્યોની 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 4 લોકસભા સીટોમાંથી બીજેપીને માત્ર એક મહારાષ્ટ્રની પાલઘર પર જીત મળી છે. અહીં રાજેન્દ્ર દાવિત જીત્યા છે. નાગાલેન્ડમાં બીજેપીની સહયોગી એનડીપીપીના ઉમેદવારની જીત થઈ છે. ઉત્તર પ્રદેશના કૈરાનામાં આરએલડીને જીત મળી છે જ્યારે મહારાષ્ટ્રની ભંડારા ગોંદિયા સીટ પર એનસીપીના ઉમેદવારની જીત થઈ છે. બિહારમાં જોકીહાટ વિધાનસભા સીટ આરજેડીએ જેડીયૂ પાસેથી છીનવી લીધી છે. કર્ણાટકમાં રાજરાજેશ્વરી નગર સીટ માટે ફરી થયેલા મતદાનમાં પણ બીજેપીને હાર મળી, અહીં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે.

ચાર લોકસભા સીટોની સ્થિતિ

સીટ આ વખતનું પરિણામ અગાઉ કોણ જીત્યું હતું?
કૈરાના જીત: તબસ્સુમ હસન, RLD હુકુમ સિંહ, બીજેપી
પાલઘર જીતઃ રાજેન્દ્ર ગાવિત, બીજેપી ચિંતામણ વનગા, બીજેપી
ભંડારા-ગોંદિયા જીતઃ મધુકર કુકડે, એનસીપી નાના પટોલે, બીજેપી
નાગાલેન્ડ જીતઃ તોખેયો યેપથોમી, એનડીપીપી નેફ્યૂ રિયો, એનડીપીપી

10 વિધાનસભા સીટોની સ્થિતિ

સીટ આ વખતનું પરિણામ અગાઉ કોણ જીત્યું હતું?
જોકીહાટ, બિહાર જીતઃ શાહનવાજ આલમ, આરજેડી સરફરાજ આલમ, જેડીયૂ
ગોમિયા, ઝારખંડ જીતઃ બબીતા દેવી, ઝામુમો યોગેન્દ્ર પ્રસાદ, ઝામુમો
સિલ્લી, ઝારખંડ જીતઃ સીમા મહતો, ઝામુમો અમિત મહતો, ઝામુમો
ચેંગન્નૂર, કેરળ જીતઃ સજી ચેરિયન, સીપીએમ રામચંદ્રન નાયર, સીપીએમ
પલૂસ કડેગાંવ, મહારાષ્ટ્ર જીતઃ વિશ્વજીત કદમ, કોંગ્રેસ પતંગરાવ કદમ, કોંગ્રેસ
નૂરપુર, ઉત્તર પ્રદેશ જીતઃ નઈમુલ હસન, સપા લોકેન્દ્ર સિંહ ચૌહાણ, બીજેપી
મહેશતલા, પ. બંગાળ જીતઃ દુલાલ દાસ, ટીએમસી કસ્તુરી દાસ, ટીએમસી
થરાલી, ઉત્તરાખંડ જીતઃ મુન્ની દેવી, બીજેપી મગનલાલ શાહ, બીજેપી
શાહકોટ, પંજાબ જીત, હરદેવ સિંહ, કોંગ્રેસ અજીતસિંહ કોહર, અકાળી દલ
અંપાતી, મેઘાલય જીતઃ મિયાની ડી શીરા, કોંગ્રેસ મુકુલ સંગમા, કોંગ્રેસ

કર્ણાટક વિધાનસભામાં બીજેપી આરઆર નગરમાં હારી
- રાજરાજેશ્વરી નગરમાં કોંગ્રેસ ઉમેદવાર મુનિરત્નએ બીજેપી ઉમેદવારના મુનિરાજૂ ગૌડાને 41,162 વોટથી હરાવી દીધા છે.

પેટા ચૂંટણીમાં 11 ટકા મશીનો હતી ખરાબ


- ઈલેક્શન કમિશને કહ્યું છે કે, સોમવારે10 રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન 11 ટકા ઈવીએમ અને વીવીપેટમાં ખરાબી નોંધવામાં આવી છે. જેને સમયાંતરે બદલીદેવામાં આવ્યા હતા.

ચાર લોકસભા સીટની આવી છે સ્થિતિ


1) કૈરાના, ઉત્તરપ્રદેશ


તબસ્સુમ હસન, રાલોદ V/S મૃગાંકા સિંહ, ભાજપ
કેમ ખાલી થઈ: ભાજપ સાસંદ હુકમ સિંહના નિધનના કારણે
- અહીં 2014માં હુકમ સિંહને 5,65,909 વોટ મળ્યા હતા. અહીં કુલ મતદાનના 50.6 ટકા હતું. તેમને સમાજવાદી પાર્ચીના નાહિદન હસનને 2,36,636 મતથી હરાવ્યા હતા. તેમને કુલ મતદાનના માત્ર 29 ટકા મત જ મળ્યા હતા.
- આ વખતે ભાજપ ઉમેદવારને વધારે મુકાબલો કરવો પડે તેવી સ્થિતિ છે. આરએલડી ઉમેદવાર બસસ્સુમને સપા, બસપા, કોંગ્રેસ અને આપે સમર્થન આપ્યું છે.
- 2014માં તેમાંથી આરએલડી ઉમેદવારને 3.8 ટકા, સપા ઉમેદવારને 29.4 ટકા, બસપા ઉમેદવારને 14.3 ટકા અને આપ ઉમેદવારને 0.2 ટકા વોટ મળ્યા હતા. આરએલડી સાથે ગઠબંધનના કારણે કોંગ્રેસે અહીં તેમનો ઉમેદવાદ નથી ઉતાર્યો. આ વખતે એકજૂથ થયેલા 4 દળનો વોટ શેર એક કરી દેવામાં આવે તો તે કુલ 47.7 ટકા થાય. કુલ વોટ મળીને 5,34,864 થાય છે. જે હુકુમ સિંહને મળેલા વોટ અને વોટ શેર કરતા ઓછું છે.

2) પાલધર, મહારાષ્ટ્ર


શ્રીનિવાસ વનગા, શિવસેના V/S રાજેન્દ્ર ગાવિત, ભાજપ
કેમ ખાલી થઈ આ સીટ- ભાજપ સાંસદ ચિંતામણ વગનાના નિધનના કારણે
કોંગ્રેસ-શિવસેનાએ ભાજપને ઘેર્યું
- શ્રીનિવાસ ભાજપના દિવંગત સાંસજ ચિંતામણ વનગાનો દીકરો છે. પરંતુ આ વખતે એનડીએથી અલગ થઈને શિવસેનાને તેમને પોતાના પક્ષમાં લાવવામાં સફળતા મળી ગઈ છે. ત્યારે ભાજપે રાજેન્દ્ર ગાવિતને ટીકિટ આપવી પડી. તેઓ પહેલાં કોંગ્રેસમાં હતા.
- 2014માં આ સીટે પર ભાજપ ઉમેદવાર ચિંતામણી વનગાએ 5,33,201 વોટ મળ્યા હતા. તે કુલ મતદાનના 53.7 ટકા હતા. તેમણે બહુજન વિકાસ અધાડી પાર્ટીના બલીરામ સુકુર જાધવને 2,39,520 મતથી હરાવ્યા હતા. જાધવને 29.6 ટકા મત મળ્યા હતા.
- કોંગ્રેસ-એનસીપીએ 2014માં આ સીટ પર કોઈ ઉમેદવાર નહતો ઉતાર્યો, પરંતુ આ વખતે ગઠબંધનની થી દામોદર શિંગદાને ટીકિટ આપવામાં આવી છે. તેઓ કોંગ્રેસમાં રહેલા ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતના વોટ કાપી શકે છે.

3) ભંડારા-ગોદિયા, મહારાષ્ટ્ર


મધુકર કુકડે, એનસીપી V/S હેમંત પાટલે, BJP
કેમ ખાલી થઈ આ સીટ: ભાજપના બળવાખોર સાસંદ નાના પટોલેએ રાજીનામું આપ્યું છે. તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.
- નાના પટોલે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટીકિટ ન આપી. આ સીટ પર કોંગ્રેસે એનસીપી સાથે સમજૂતી કરી લીધી છે. માનવામાં આવે છે કે, કોંગ્રેસ પટોલને ટીકિટ આપતી તો એનસીપીનો એક વર્ગ તેમને સમર્થન ન આપતા.
- 2014માં અહીં નાના પટોલને 6,06,129 મત મળ્યા હતા. તેમણે એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલને અંદાજે દોઢ લાખ મતથી હાર અપાવી હતી.

4) નાગાલેન્ડ


તોખેયો યેપથોમી, પીડીએ V/S સીએ અપોક જમીર, એનપીએફ
કેમ ખાલી થઈ આ સીટ: હાલના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ રાજીનામું આપ્યું. તેઓ ભાજપના સમર્થનવાળા નગા પીપુલ્સ ફ્રન્ટમાંથી છે.
એક સમયે 86 ટકા મત મેળવનાર કોંગ્રેસ 3 ચૂંટણી પછી પણ જીત નથી મેળવી શકતી
- આ સીટ ઉપર માત્ર બે ઉમેદવાર છે. રાજ્યની તે એક માત્ર લોકસભા સીટ છે.
- આ સીટ પર મુખ્ય મુકાબલો કોંગ્રેસના સમર્થન વાળા પીપુલ્સ ડેમોક્રેટિક અલાયંન્સ (પીડીએ) અને ભાજપ સમર્થનવાળા નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) વચ્ચે છે.
- ત્રણ વાર આ સીટ પર એનપીએફને જીત મળી છે. આ પહેલાં આ સીટ પર કોંગ્રેસનો કબજો હતો.
- 1998ની ચૂંટણીમાં અહીં કોંગ્રેસ ઉમેદવારને 86.70 ટકા વોટ અને 1999માં 71.18 ટકા વોટ મળ્યા હતા. ત્યારપછી 2004ની ચૂંટણીમાં એનપીએફએ કોંગ્રેસને બહારનો રસ્તો બતાવી દીધો હતો.

X
4 લોકસભા અને 10 વિધાનસભા સીટની મતગણતરી શરૂ| 4 Lok Sabha 10 Assembly Seat By Election Results
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી