ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 4 Election Rallies of PM Modi in Karnataka today

  ભ્રષ્ટાચાર એ કોંગ્રેસના અસ્તિત્વની મુખ્ય ચાવી છે: ગડગમાં મોદી

  divyabhaskar.com | Last Modified - May 05, 2018, 03:37 PM IST

  મોદીએ શનિવારે કર્ણાટકના ટુમકુરૂમાં પહેલી રેલીને સંબોધી, ત્યારબાદ ગડગમાં કરી બીજી રેલી
  • ગડગમાં મોદીએ બીજી રેલીને સંબોધી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગડગમાં મોદીએ બીજી રેલીને સંબોધી.

   બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે મોદીએ આજે કર્ણાટકના ગડગમાં બીજી રેલીને સંબોધી. આ રેલીમાં મોદીએ કહ્યું, "અહીંયા કુદરતી સ્ત્રોતોમાં થઇ રહેલા ઘટાડાની કોંગ્રેસને કોઇ પરવા નથી. જ્યાં સુધી તેમના નેતાઓના ખિસ્સા ભરેલા છે, ત્યાં સુધી તેઓ ખુશ છે. તેઓ કર્ણાટકના જંગલોમાં પણ ભ્રષ્ટાચારની તકો જોવે છે. ભ્રષ્ટાચાર એ કોંગ્રેસના અસ્તિત્વની ચાવી છે." આ પહેલા ટુમકુરૂની રેલીમાં મોદીએ કહ્યું કે, "કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ગરીબ-ગરીબ કરતી રહે છે. કોંગ્રેસ ફક્ત આ જ માળા જપીને દર વખતે ચૂંટણી જીતવાની કોશિશ કરે છે. ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ગરીબોને મૂર્ખ જ બનાવ્યા છે." ઉલ્લેખનીય છે કે મોદી શનિવારે ચાર રેલીઓને સંબોધિત કરશે.

   કોંગ્રેસમાં ટેન્ડર સિસ્ટમ ચાલે છે- ગડગમાં બોલ્યા મોદી

   - મોદીએ કહ્યું કે, "તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કોંગ્રેસને ટિકિટની વહેંચણીમાં આટલો સમય કેમ લાગે છે? એટલા માટે, કારણકે તેમને ત્યાં ટિકિટ માટે ટેન્ડર સિસ્ટમ છે. ત્યાં સીએમ બનવા માટે પણ ટેન્ડર સિસ્ટમ છે. જે કોઇ દિલ્હીમાં સૌથી વધુ નાણા મોકલે છે તેને કોંગ્રેસમાં સીએમ પદ મળે છે."

   - "ગોવામાં 2007માં કોંગ્રેસ માટે વોટ્સ માંગવા ગયા હતા તે દરમિયાન, સોનિયા ગાંધીએ મહાદાયી નદીના પાણી અંગેની એક સ્પીચમાં કહ્યું હતું કે તેઓ એ વાત સુનિશ્ચિત કરશે કે કર્ણાટકને મહાદાયીના પાણી ન મળે. જો સિદ્ધારમૈયાને આ સ્પીચ અંગે માહિતી હોત તો તેમણે લોકોને ગેરમાર્ગે ન દોર્યા હોત."

   ટુમકુરૂ મહાન લોકોની ભૂમિ છે- મોદી

   - મોદીએ કહ્યું કે, "ટુમકુરૂ મહાન લોકોની ભૂમિ છે. વડાપ્રધાન બન્યા પછી હું ટુમકુરૂ આવ્યો હતો અને સિદ્ધગંગા મઠમાં શિવકુમાર સ્વામીજીના આશીર્વાદ લીધા હતા."

   - "કોંગ્રેસના લીડર જેમને લીલા કે લાલ મરચા વિશે પણ જાણ નથી, તે બટાકામાંથી સોનાની વાત કરે છે. તેઓ પણ આજે ખેડૂતની વાતો કરી રહ્યા છે."

   - "કોંગ્રેસ વર્ષો સુધી ગરીબ-ગરીબ કરતી રહી. પરંતુ તેમના એ ભાષણોમાંથી કંઇ ન ઊપજ્યું. તેઓ ભારતના ગરીબોનું જીવન સુધારવામાં નિષ્ફળ ગયા છે. હવે કોંગ્રેસે ગરીબ કહેવાનું બંધ કરી દીધું છે, કારણકે જનતાએ એક ગરીબ માતાના દીકરાને વડાપ્રધાન બનાવ્યો છે."

   - "ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ગરીબોને મૂર્ખ જ બનાવ્યા છે. તે લોકો જૂઠાણાની પાર્ટી છે, તેઓ વોટ્સ માટે જૂઠ્ઠું બોલે છે. તે લોકોને ન તો ખેડૂતોની અને ન તો ગરીબોની કોઇ પડી છે. લોકો હવે કોંગ્રેસથી થાકી ગયા છે."

   - "કર્ણાટકના લોકોએ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચેના આ ગર્ભિત ગઠબંધનને સમજવાની જરૂર છે. તે લોકો ઝઘડવાનો ડોળ કરે છે પરંતુ બેંગલુરૂમાં જેડીએસે કોંગ્રેસ મેયરનું સમર્થન કર્યું છે."

   - "ટુમકુરૂના લોકોને હજુસુધી હેમાવતી નદીનું પાણી ઉપલબ્ધ થયું નથી? અમારી સરકારે સિંચાઇના પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે, જેના પર છેલ્લા 30 વર્ષોમાં કોઇ કામ થયું ન હતું. કોંગ્રેસને ખાલી કાળા નાણાથી પોતાની તિજોરીઓ ભરવામાં જ રસ છે."

   પીએમએ ટ્વિટ કરીને આપી રેલીની જાણકારી

   - પીએમ મોદી બુધવારથી કર્ણાટકમાં સતત ચૂંટણી રેલીઓને સંબોધી રહ્યા છે. આ પહેલા કેમણે ગુલબર્ગા અને બલ્લારી અને ત્યારબાદ બેંગલુરૂમાં ચૂંટણી રેલીને સંબોધી હતી.

   - શનિવારે મોદી હસન જિલ્લાના નીલામંગલા, ચિકમંગલુરૂના શિમોગા, મંગલુરૂ અને હાવેરી જિલ્લાના ગડગમાં ચૂંટણી રેલીઓ કરશે.
   - પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને પોતાની રેલીઓ અંગે જાણકારી આપી છે. પીએમએ કહ્યું કે તેઓ આજે એકવાર ફરી કર્ણાટકના લોકોને સંબોધિત કરશે. મોદીએ કહ્યું કે આજે તેઓ 4 રેલીઓ કરશે.
   - મોદી કર્ણાટકમાં 15 રેલીઓ કરવાના હતા, પરંતુ એક શક્યતા પ્રમાણે તેઓ 21 રેલીઓ કરી શકે છે.

   બેલ્લારીમાં PM બોલ્યા- કોંગ્રેસનો આખરી કિલ્લો ધ્વસ્ત થશે

   - ઉલ્લેખનીય છે કે આ પહેલા બેલ્લારીમાં ચૂંટણી રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો આખરી કિલ્લો પણ ધ્વસ્ત થવાનું નક્કી છે. તેમાં અને બેંગલુરૂની રેલીમાં પીએમએ કોંગ્રેસ અને સીએમ સિદ્ધારમૈયા પર જોરદાર હુમલાઓ કર્યા.

   - મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને બેલ્લારીને બદનામ કરવાની પૂરી કોશિશ કરી છે.
   - દેશ અને દુનિયામાં બેલ્લારીને ખોટી રીતે પ્રચારિત કરવામાં આવી રહ્યું છે, જેમકે અહીંયા કોઇ ચોર અને લૂંટારા રહે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆત કન્નડ ભાષામાં કરી હતી.
   - તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં સીધા-રૂપિયા સરકાર છે, આ રૂપિયા સરકારે કર્ણાટકને દેવાના બોજમાં ડૂબાડી દીધું છે.

  • મોદીએ કર્ણાટકના ટુમકુરૂમાં રેલીને સંબોધી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ કર્ણાટકના ટુમકુરૂમાં રેલીને સંબોધી.

  • પીએમ મોદીએ લબર્ગા અને બલ્લારી અને ત્યારબાદ બેંગલુરૂમાં ચૂંટણી રેલીને સંબોધી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મોદીએ લબર્ગા અને બલ્લારી અને ત્યારબાદ બેંગલુરૂમાં ચૂંટણી રેલીને સંબોધી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 4 Election Rallies of PM Modi in Karnataka today
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top