Home » National News » Desh » 4 Criminals came with guns and shot marble businessman in Hajipur Bihar

ગ્રાહક બનીને આવ્યા ચાર હત્યારાઓ, માર્બલ બિઝનેસમેનને મારી ગોળી, મોત

Divyabhaskar.com | Updated - May 17, 2018, 04:11 PM

ગ્રાહક બનીને દુકાનમાં આવેલા હુમલાખોરોએ દુકાન માલિક સુશીલસિંહની હત્યા કરવા માટે 12 રાઉન્ડ્સથી વધુ ફાયરિંગ કર્યું

 • 4 Criminals came with guns and shot marble businessman in Hajipur Bihar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હથિયારધારી બાઇક સવાર અપરાધીઓએ માર્બલના વ્યવસાયીને ગોળીઓથી વીંધી નાખ્યો.

  હાજીપુર (બિહાર): ઔદ્યોગિક પોલીસ સ્ટેશન વિસ્તારના પાસવાન ચોક પર મંગળવારની સાંજે ચારની સંખ્યામાં હથિયારધારી બાઇક સવાર અપરાધીઓએ માર્બલના વ્યવસાયીને ગોળીઓથી વીંધી નાખ્યો. ગ્રાહક બનીને દુકાનમાં આવેલા હુમલાખોરોએ દુકાન માલિક સુશીલસિંહની હત્યા કરવા માટે 12 રાઉન્ડ્સથી વધુ ફાયરિંગ કર્યું.

  અપરાધીઓની ગોળીઓથી ચાળણી થયેલા વ્યવસાયીને ઉતાવળમાં ઇલાજ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. ચેકઅપ પછી ઇમરજન્સી ડોક્ટે તેને મૃત જાહેર કર્યો. 40 વર્ષીય મૃતક સુશીલ કુમાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લલનસિંહના પુત્ર હતા. મંગળવારે સાંજે લગભગ પોણા છ વાગે તેઓ પાસવાન ચોકમાં આવેલી તેમની માર્બલની દુકાનમાં અંદર કાઉન્ટર પર બેઠેલા હતા. પત્ની તેમજ બાળકોની સાથે તેઓ દિલ્હીમાં રહે છે. દુકાનની આવક-જાવકનો હિસાબ અથવા નવો માલ આવવા દરમિયાન ક્યારેક દુકાન પર આવતા હતા. દુકાન સ્ટાફ ચલાવે છે. મામલાની તપાસ અને અપરાધીઓને પકડવા માટે એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું છે.

  સુશીલસિંહ પોતાની પિસ્તોલ કાઢે ત્યાં સુધીમાં તો છોડી દીધી ગોળીઓ

  - સાંજે પોણા છ વાગ્યા આસપાસ એક ધોળા રંગની અપાચે તેમજ એક પલ્સર બાઇક પર ચાર યુવકો દુકાન પર પહોંચ્યા. બે રોડ પર રહ્યા. બે દુકાનમાં આવ્યા. એકે કહ્યું કે, તેને માર્બલથી બનાવેલું એક મંદિર ખરીદવું છે. સ્ટાફ તેને મંદિર બતાવવા લાગ્યો. આ જ દરમિયાન તેણે સુશીલને રેટ ઓછો કરવા માટે કહ્યું.
  - સુશીલ ગુટખા ચાવી રહ્યો હતો. પાણીની બોટલ લઇને થૂંકવા માટે તે બહાર નીકળ્યો. આ જ દરમિયાન બંને રૂમમાંથી ઓટોમેટિક પિસ્તોલ કાઢીને તેના પર ફાયર કરવાનું શરૂ કરી દીધું.
  - જ્યાં સુધી સુશીલ પોતાની કમરમાં લટકેલા હોલ્સ્ટરમાંથી પિસ્તોલ કાઢે ત્યાં સુધીમાં પીઠ તેમજ પેટમાં અનેક ગોળીઓ વાગી ચૂકી હતી. તે ત્યાં જ પડી ગયો. તે મરી ગયો છે તે વાતની ખાતરી થઇ ગઇ એટલે ચારેય અપરાધીઓ ત્યાંથી પટના તરફ ભાગી નીકળ્યા.
  - ઘટનાના પ્રત્યક્ષદર્શી લક્કી માર્બલમાં કામ કરતા રાજુકુમારે જણાવ્યું કે બંને અપરાધીઓએ 12 રાઉન્ડથી વધુ ગોળીઓ ચલાવી. દુકાનનો સ્ટાફ કાઉન્ટરની નીચે છુપાઇ ગયો. ગોળીઓના અવાજથી ચોક પાસે ભાગદોડ મચી ગઇ.
  - હુમલાખોરોના ભાગી ગયા પછી સાહસ કરીને તેઓ ગોળીઓથી વીંધાઇ ગયેલા સુશીલને તેમની જ સ્કોર્પિયોમાં હોસ્પિટલ લઇ ગયા.

  સુશીલ પર પહેલા પણ થઇ ચૂક્યો છે જીવલેણ હુમલો

  - મૃતક સુશીલકુમાર પર પહેલા પણ જીવલેણ હુમલો થઇ ચૂક્યો છે. તેઓ માંડ-માંડ બચ્યા હતા. જણાવવામાં આવે છે કે મૃતક સુશીલકુમાર અપરાધી ન હતો, પરંતુ તેની ઇમેજ દબંગ હતી.

  - એક ચર્ચિત મર્ડર કેસમાં તે જેલ પણ જઇ ચૂક્યો હતો. જીવને ખતરો હોવાને કારમે તેણે જાનમાલની સુરક્ષા માટે જિલ્લા એડમિનિસ્ટ્રેશનને લખ્યું પણ હતું.

  પોલીસનો દાવો- હુમલાખોરોની થઇ ઓળખ, ખુલાસો ટુંક સમયમાં

  લક્કી માર્બલ શોપ સીસીટીવીથી સંપૂર્ણપણે સજ્જ છે. ઘટના બાદ ઔદ્યોગિક પોલીસ સ્ટેશન અધિકારી, પોલીસ ઓફિસરો અને જવાનોની સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. સીસીટીવી ફૂટેજ ચેક કરી અને દુકાનોમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયેલો વીડિયો જોયો. પોલીસનો દાવો છે કે હુમલાખોરોની ઓળખ થઈ ચૂકી છે. ટુંક સમયમાં મામલાનો ખુલાસો કરી દેવામાં આવશે.

  એસપી બોલ્યા- દુશ્મનીમાં થઇ હત્યા

  - દુશ્મનીના કારણે માર્બલ વ્યવસાયીની હત્યા કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ તેમજ મળી રહેલી તાજેતરની જાણકારીઓના આધારે હુમલાખોરોની લગભગ ઓળખ થઈ ચૂકી છે. પોલીસ તપાસમાં લાગેલી છે.

 • 4 Criminals came with guns and shot marble businessman in Hajipur Bihar
  સુશીલ કુમાર (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ