Divya Bhaskar

Home » National News » Desh » 14 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બનાવતી 35 વર્ષની ટ્યૂશન ટીચર| 35 Years Tuition Teacher relation with 14 year student

14 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બનાવતી 35 વર્ષની ટ્યૂશન ટીચર, માર્ક્સ ઓછા આવતા થયો ખુલાસો

Divyabhaskar.com | Updated - May 27, 2018, 01:21 PM

ઘરવાળાઓએ બીજી જગ્યાએ ટ્યૂશન રાખવાની વાત કરી તો ટીચરે ઝેર ખાઈ લીધું

  • 14 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બનાવતી 35 વર્ષની ટ્યૂશન ટીચર| 35 Years Tuition Teacher relation with 14 year student

    ચંદીગઢ: ટ્યૂશન ભણવા આવતા 14 વર્ષના વિદ્યાર્થી સાથે 35 વર્ષની મહિલા ટીચર સંબંધ બનાવતા હોવાની ઘટના સામે આવી છે. અંદાજે 3 મહિનાથી આ બધુ ચાલતુ હતું. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે વિદ્યાર્થીના માર્ક્સ ખૂબ ઓછા આવ્યા અને ઘરવાળાઓ તેનું ટ્યૂશન બદલાવાની વાત કરી હતી. ત્યારે લેડી ટીચર વિદ્યાર્થીના ઘરે પહોંચી ગઈ હતી. પહેલાં તેણે પરિવારને ટ્યૂશન ન બદલાવા માટે ઘણું સમજાવ્યું પરંતુ જ્યારે પરિવાર ન માન્યા ત્યારે મહિલાએ વિદ્યાર્થીના ઘરે જ કોઈક ઝેરી પદાર્થ પી લીધો હતો.

    શું છે સમગ્ર ઘટના?


    - કેસ પોલીસ અને ચાઈલ્ડ હેલ્પલાઈન સુધી પહોંચ્યો હતો. ત્યારપછી સત્ય સામે આવ્યું હતું.
    - વિદ્યાર્થીના ધરના લોકોએ હેલ્પલાઈન નંબર 1089ની મદદથી ટીચર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.
    - પોલીસે વિદ્યાર્થીનું નિવેદન નોંધીને ટીચરની ધરપકડ કરી લીધી છે.

    નાની બહેનને સાથે લાવવાની ના પાડી


    - આરોપી મહિલા સરકારી સ્કૂલમાં સાયન્સની રેગ્યુલર ટીચર છે અને અહીં પરિવાર સાથે રહે છે.
    - મહિલાનો પતિ લેક્ચરર છે અને તેના બે બાળકો પણ છે. લેડી ટીચર ઘરની નજીક રહેતા ભાઈ-બહેનને ટ્યૂશન કરાવતી ગતી. છોકરો 9માં ધોરણમાં ભણતો હતો.
    - થોડા દિવસ પછી ટીચરે અચાનક કહ્યું કે, તારી બહેનને ટ્યૂશનની જરૂર નથી, તેથી હવે તેને લઈને ન આવતો. આમ, તેની બહેનનું ટ્યૂશન જવાનું હવે બંધ થઈ ગયું હતું.
    - છોકરાના નિવેદન પ્રમાણે 2018 માર્ચમાં પહેલીવાર ટીચરે તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. તે દરમિયાન તેમના ઘરે કોઈ નહતું.

    ઘરવાળાઓએ બીજી જગ્યાએ ટ્યૂશન રખાવવાની વાત કરી તો ટીચરે ખાઈ લીધુ ઝેર


    - છોકરાના માર્ક્સ ઓછા આવ્યા હોવાથી તેના પેરેન્ટ્સ ખૂબ ગુસ્સે થયા હતા અને છોકરાને ટ્યૂશન જવાની પણ ના પાડી દીધી હતી. તેમણે ટીચરને પણ કહી દીધું હતું કે, હવે તેમનો છોકરો ટ્યૂશન નહીં આવે.
    - આ વાત સાંભળીને ટીચર તે છોકરાના ઘરે પહોંચી ગઈ હતી. તેણે છોકરાના પેરેન્ટ્સને કહ્યું કે, તે ઘણો સારી રીતે અભ્યાસ કરી રહ્યો છે અને આગળ પણ હું તેનુ વધારે ધ્યાન રાખીશ. તેમ છતા પેરેન્ટ્સ ના માનતા ટીચરે વિદ્યાર્થીના ઘરે જ કોઈ ઝેરીલો પદાર્થ પી લીધો હતો.
    - બેભાન થઈ ગયેલી ટીચરને પેરેન્ટ્સ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ભાન આવતા ટીચરે પોલીસને નિવેદન આપ્યું કે બાળકના માતા-પિતાને તેને પરેશાન કરી રહ્યા છે અને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોવાથી તેણે સુસાઈડ કર્યું છે.
    - વિદ્યાર્થીના પેરેન્ટ્સે હેલ્પલાઈન 1098ની મદદ લીધી હતી. છોકરાએ નિવેદન આપ્યું કે, ટીચરે તેની સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા.
    - ત્યારપછી પોલીસે ફરિયાદ નોંધીને ટીચરની ધરપકડ કરી લીધી છે. ટીચર સામે પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી લેવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending