ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 35 Lockers of UCO Bank were broken in Bihar stuff worth rs 10 crores disappeared

  બિહાર: યુકો બેંકના 35 લોકર તૂટ્યા, 10 કરોડ રૂપિયાનો સામાન ગાયબ

  divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 10:09 AM IST

  શહેરમાં અહીંયા મહિલા કોલેજ કેમ્પસ સ્થિત યુકો બેંકના 72માંથી 35 લોકરને તોડીને તમામ સામાન ગાયબ કરી દેવામાં આવ્યો
  • પોલીસે સુરક્ષા અંગે ચાર વખત સવાલો ઉઠાવ્યા હતા. અહીંયા બારી પણ સહેજ કમજોર હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે સુરક્ષા અંગે ચાર વખત સવાલો ઉઠાવ્યા હતા. અહીંયા બારી પણ સહેજ કમજોર હતી.

   પૂર્ણિયા: શહેરમાં અહીંયા મહિલા કોલેજ કેમ્પસ સ્થિત યુકો બેંકના 72માંથી 35 લોકરને તોડીને તમામ સામાન ગાયબ કરી દેવામાં આવ્યો. તેનું મૂલ્ય લગભગ 10 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. બેંક અધિકારી અને કર્મચારી તેને ચોરીની ઘટના જણાવી રહ્યા છે. જોકે, તેમના અલગ-અલગ નિવેદનોએ ઘટના પર શંકા પેદા કરી દીધી છે. મામલાની એસઆઇટી તપાસ શરૂ થઇ ગઇ છે.

   1:30 વાગે જાણ થઇ, 3 વાગે પોલીસને મળી સૂચના

   - શનિવારે બેંકમાં રજા હતી, પરિણામે સ્ટાફ આવ્યો ન હતો. રવિવારે ભાગલપુરથી આઇ ઓડિટ ટીમ સાથે 1.30 વાગે મેનેજર સુમિત કુમાર બેંક પહોંચ્યા તો ત્યાંની બારી તૂટેલી હતી. સામાન વિખેરાયેલો પડ્યો હતો. 72માંથી 35 લોકર ગેસ કટરથી તોડવામાં આવ્યા હતા. પાસે જ બે ગેટ કટર પણ મળ્યા છે.

   નિવેદન અલગ-અલગ એટલે શંકા

   - પોલીસ સ્ટેશન ઇન્ચાર્જના જણાવ્યા પ્રમાણે, તેમને ઘટનાની જાણકારી એક મીડિયાકર્મી પાસેથી બપોરે લગભગ 3 વાગે મળી.

   - સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે બેંક મેનેજર સુમિતને 1.30 વાગે ઘટનાની જાણ થઇ તો તેમણે તે જ સમયે પોલીસને સૂચના કેમ ન આપી.
   - આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર પૂજા વર્માએ જણાવ્યું કે બ્રાન્ચ મેનેજરના કહેવા પર તેમણે આ ઘટનાની જાણ પોલીસને કરી.

   ચેતવણી પછી પણ ગાર્ડ તહેનાત નહોતા કર્યા

   - આ બેંક સૂમસામ વિસ્તારમાં છે. સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી બેંક મેનેજરને અહીંયા રાતે ગાર્ડ તહેનાત કરવાની ચેતવણી બે વખત આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેના પર ધ્યાન ન આપ્યું. અહીંયા ફક્ત કેમ્પસમાં ત્રણ ગાર્ડ તહેનાત હતા. તેના પર બેંકની સુરક્ષાની જવાબદારી હતી.

   સાયરન પણ ન વાગી

   - પોલીસને એ પણ શંકા છે કે ચોર બારીમાંથી અંદર દાખલ થયો. અનુમાન છે કે અંદર લગભગ 5 કલાક રહ્યો. તો પછી સાયરમ કેમ ન વાગી. વાગી હોત તો કેમ્પસમાં હાજર ગાર્ડ અથવા આસપાસના લોકોને સંભળાઇ જાત. ચોર પોતાની સાથે સીસીટીવીની હાર્ડ ડિસ્ક પણ ખોલીને લઇ ગયા.

   બેંકને નથી આપવો પડતો દંડ

   - વાર્ષિક ભાડાના આધારે બેંક ગ્રાહકને લોકર ઉપલબ્ધ કરાવે છે. એક ચાવી બેંક પાસે હોય છે અને બીજી ચાવી ગ્રાહક પાસે રહે છે. લોકર ઓપરેટ કરવા દરમિયાન બંને ચાવીઓ લગાવવામાં આવે છે અને પછી બેંકનો કોઇપણ અધિકારી ત્યાં હાજર નથી રહેતો.

   - બેંક પોતાના ગ્રાહકને એવું નથી પૂછતી કે તે લોકરનો ઉપયોગ શેના માટે કરી રહ્યો છે. ગ્રાહક જે ઇચ્છે તે લોકરમાં મૂકી શકે છે. સામાન ગાયબ થઇ જવા પર દંડ ભરવા માટે બેંક બંધાયેલી નથી.

  • બેંક ઓફિસરનો દાવો છે કે બારી તોડીને ઘૂસ્યા હતા ચોર. ગેસ કટરથી લોકર તોડ્યા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેંક ઓફિસરનો દાવો છે કે બારી તોડીને ઘૂસ્યા હતા ચોર. ગેસ કટરથી લોકર તોડ્યા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 35 Lockers of UCO Bank were broken in Bihar stuff worth rs 10 crores disappeared
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top