હવામાન / 8 રાજ્યોમાં વાવાઝોડું અને વીજળી પડવાના કારણે 35ના મોત, 40 ઘાયલ; આજે પણ જોખમનું એલર્ટ

divyabhaskar.com | Updated - Apr 17, 2019, 11:02 AM
35 deaths due to rain and lightning in 8 states, 40 injured; Harvesting crops fail

  • વધારે અસર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશને થઈ, આ ત્રણ રાજ્યોમાં 28ના મોત
  • બુધવારે અને ગુરુવારે પણ વાતાવરણ આવું જ રહેવાની શક્યતા

નવી દિલ્હી: સમગ્ર દેશમાં મંગળવારે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલ, હરિયાણા અને નવી દિલ્હીમાં વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે 40 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. વધારે અસર ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થઈ છે. આ રાજ્યોમાં 28 લોકોના મોત થયા છે. વરસાદના કારણે આ રાજ્યોનું તાપમાન 40 ડિગ્રી કરતા પણ ઓછું થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બુધવારે અને ગુરુવારે પણ વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના મહાનિર્દેશક કે.જે રમેશે જણાવ્યું કે, પાકિસ્તાનથી આવેલા વેર્સ્ટન ડિર્સ્ટબન્સ અને છેલ્લા 3-4 દિવસથી ચાલી રહેલા હીટવેવના કારણે દેશના પશ્ચિમ-ઉત્તર વિભાગ, મધ્ય ક્ષેત્ર અને વિદર્ભ અને પશ્ચિમ બંગાળ સુધી વાવાઝોડું, વરસાદ અને વીજળી પડવાની સાથે સાથે કરા પણ પડ્યા હતા. આ સ્થિતિ બુધવાર સાંજ સુધી રહેવાની શક્યતા છે. ગુરુવારથી ફરી ગરમી વધવાની શક્યતા છે. આ વર્ષે મધ્ય ભારતથી વિદર્ભ સુધી વારંવાર હિટવેવ રહેશે. દરેક છઠ્ઠા દિવસે વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની શક્યતા છે.

કયા રાજ્યોમાં કેટલા લોકોના મોત થયા

રાજ્ય મરનાર લોકોની સંખ્યા
રાજસ્થાન 11
મધ્યપ્રદેશ 10
રાજસ્થાન 07
પંજાબ 02
હરિયાણા 01
ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હિમાચલ 04

ગુજરાત- મોદીની સભા માટે બનાવેલા પંડાલ ઉડ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ચૂંટણી સભા સંબોધવાના છે. જોકે તેમની સભા માટે બનાવવામાં આવેલા પંડાલ ઉડી ગયા હતા. ગુજરાતમાં 11 લોકોના મોત થયા છે. રાજ્યમાં 33માંથી 19 જિલ્લામાં વરસાદ થયો છે. પાટણ, રાજકોટ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૌથી વધારે મહેસાણામાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે બનાસકાંઠા અને મોરબીમાં 2-2 લોકોના મોત થયા હતા. રાજકોટમાં ખાખરાબેલામાં ઝાડ પડવાના કારણે એક મહિલાનું અને સાબરકાંઠાના ચિંધમાલમાં વીજળીનો થાંભલો પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદના વિરમગામમાં એક વ્યક્તિ અને વીજાપુરમાં એક વ્યક્તિનું મોત થયું છે.

દિલ્હીમાં આજે વાવાઝોડુ વરસાદની આગાહી: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દિલ્હીના વાતાવરણમાં પલટો આવી શકે છે. અહીં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ થવાની શક્યતા છે. અહીં આજે મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે પણ વાવાઝોડુ અને વરસાદ થવાની શક્યતા છે. 18 એપ્રિલ સુધી તાપમાન ખોરવાયેલુ રહેશે અને 22 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચી જશે.

X
35 deaths due to rain and lightning in 8 states, 40 injured; Harvesting crops fail
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App