ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ખેલાડીઓ તેમની કમાણીના 33 ટકા સરકારને આપે| 33% of earnings from professional sports or advertising should be given to the Sports Council

  હરિયાણા સરકારનું ફરમાનઃ ખેલાડીને આવકના 33% ખેલ સમિતિને આપવા પડશે

  divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 03:44 PM IST

  બબિતા ફોગાટ સહિત રાજ્યના ઘણાં ખેલાડીઓએ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો નથી
  • સરકારનું કહેવું છે કે, આ નિર્ણયનો હેતુ સ્પોર્ટ્સને વધારે ઉંચુ લાવવાનો છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરકારનું કહેવું છે કે, આ નિર્ણયનો હેતુ સ્પોર્ટ્સને વધારે ઉંચુ લાવવાનો છે

   પાનીપત: હરિયાણા સરકારે સરકારી નોકરી કરતા ખેલાડીઓને કહ્યું છે કે, જો તમે કોઈ પ્રોફેશન સ્પોર્ટ્સમાં ભાગ લો અથવા કોઈ જાહેરાત કરો તો તેની કમાણીના 33 ટકા ભાગ તમારે સ્પોર્ટ્સ કાઉન્સિલને આપવાનો રહેશે. તે માટે સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે, આ નિર્ણયનો હેતુ સ્પોર્ટ્સ વિભાગને વધારે મજબૂત કરવા માટે લેવામાં આવ્યો છે. આમાં, જે પૈસા ભેગા થશે તે ખેલાડીઓ ઉપર જ ખર્ચ કરવામાં આવશે. રેસલર બબીતા ફોગાટે આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. સુશીલ કુમારે પણ કહ્યું છે કે, સરકારે આ વિશે ફેર વિચારણાં કરવાની જરૂર છે.

   વિભાગની મંજૂરી વગર જાહેરાત કરી તો 100 ટકા રકમ આપી દેવી પડશે

   - સરકારે આ નોટિફિકેશન સાથે બે નિયમ રજૂ કર્યા છે. પહેલા નિયમ પ્રમાણે, જો કોઈ ખેલાડી હરિયાણા સરકારમાં નોકરી કરતી વખતે અનપેઈડ રજા લઈને કોઈ પ્રોફેશન સ્પોર્ટ્સ અથવા કોઈ જાહેરાતમાં કામ કરશે તો તેને તેમની કમાણીના 33 ટકા ભાગ હરિયાણા સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સિલને જમા કરાવવો પડશે.
   - જ્યારે કોઈ ખેલાડી ઓન ડ્યૂટી રહીને વિભાગની મંજૂરી લીધા વગર પ્રોફેશનલ સ્પોર્ટ્સ અથવા કોઈ જાહેરાતમાં કામ કરશે તો તેણે તે પૂરી કમાણી હરિયાણા સ્પોર્ટ્સ કાઉન્સિલને આપી દેવી પડશે.
   - હરિયાણાના ખેલ મંત્રી અનિલ વિજે કહ્યું છે કે, પ્રોફેશનલ સ્પોર્ટ્સ રમતા ખેલાડીઓએ તેમની કમાણીનો અમુક ભાગ આપવો જ પડશે. આ નિયમ પહેલેથી જ છે.

   સ્પોર્ટ્સ અને ખેલાડીઓ ઉપર ખર્ચ કરવામાં આવશે આ પૈસા

   - નોટીફિક્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 33 ટકા પૈસાનો ઉપયોગ સ્પોર્ટ્સ અને ખેલાડીઓના વિકાસ માટે કરવામાં આવશે. આ નોટીફિકેશન હરિયાણાના ચર્ચિત આઈએએસ એન્ડ યૂથ અફેર ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી અશોક ખેમકાએ રજૂ કર્યું છે.

   હરિયાણાના કયા ખેલાડી કરે છે સરકારી નોકરી

   યોગેશ્વર દત્ત (રેસલર) : ડીએસપી, હરિયાણા પોલીસ
   મૌસમ ખત્રી (રેસલર) : એએસઆઈ, હરિયાણા પોલીસ
   વિકાસ કૃષ્ણન યાદવ (બોક્સર) : ડીએસપી, હરિયાણા પોલીસ
   વિજેન્દ્ર સિંહ (બોક્સર) : ડીએસપી, હરિયાણા પોલીસ
   સરદારા સિંહ (હોકી) : ડીએસપી, હરિયાણા પોલીસ
   મમતા સૌદા (પર્વતારોહી) : ડીએસપી, હરિયાણા પોલીસ

  • જાહેર કરવામાં આવેલુ નોટીફિકેશન
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જાહેર કરવામાં આવેલુ નોટીફિકેશન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ખેલાડીઓ તેમની કમાણીના 33 ટકા સરકારને આપે| 33% of earnings from professional sports or advertising should be given to the Sports Council
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `