ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 3 men of Dawood arrested from Bulandshaehr accused of planning murder of Wasim rizvi

  બુલંદશહેરથી દાઉદના 3 ગુંડા અરેસ્ટ, હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ

  divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 10:31 AM IST

  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી દાઉદ ઇબ્રાહિમના ત્રણ ગુંડાની ધરપકડ કરી છે
  • રિઝવીને મદરેસા શિક્ષણ બોર્ડની ટીકા કરવાના કારણે જાન્યુઆરીમાં જીવથી મારી નાખવાની ધમકી મળી હતી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિઝવીને મદરેસા શિક્ષણ બોર્ડની ટીકા કરવાના કારણે જાન્યુઆરીમાં જીવથી મારી નાખવાની ધમકી મળી હતી. (ફાઇલ)

   નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી દાઉદ ઇબ્રાહિમના ત્રણ ગુંડાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ધરપકડો શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં કરવામાં આવી છે. રિઝવીએ જાન્યુઆરીમાં તેમને ફોન પર દાઉદ તરફથી ધમકી મળવાની ફરિયાદ પણ નોંધાવી હતી.

   ત્રણેય દાઉદના સંપર્કમાં હતા

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, દિલ્હી પોલીસને સૂચના મળી હતી કે બુલંદશહેરમાં દાઉદના કેટલાક ગુંડા મોટું પ્લાનિંગ કરી રહ્યા છીએ.

   - પોલીસે સ્થળ પર પહોંચીને દરોડા પાડ્યા અને આરિફ, અબરાર અને સલીમની ધરપકડ કરી લીધી.
   - એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય સતત દાઉદના સંપર્કમાં હતા.

   દાઉદ પાસેથી ધમકી મળવાની ફરિયાદ નોંધાવી હતી

   - જાન્યુઆરીમાં વસીમ રિઝવીને ફોન પર જીવથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ તેમણે દાઉદ ઇબ્રાહિમ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસે તેમની સુરક્ષા પણ વધારી દીધી હતી.

   - રિઝવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને ફોન કરનાર અજાણી વ્યક્તિએ પોતાને ડી કંપનીનો માણસ જણાવ્યો હતો અને ભાઈના નામથી ધમકી આપી. તેમને આ ધમકી મદરેસા શિક્ષણ બોર્ડની ટીકા કરવાને કારણે આપવામાં આવી હતી.

   કોણ છે વસીમ રિઝવી?

   - વસીમ રિઝવી શિયા વકફ બોર્ડના ચેરમેન છે. તેઓ અયોધ્યામાં વિવાદિત જગ્યા પર રામમંદિર બનાવવાની તરફેણમાં છે.

   - તેમણે અયોધ્યામાં મંદિર અને લખનઉમાં મસ્જિદ-એ-અમન બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
   - રિઝવીએ કેટલાક દિવસ પહેલા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને એક લિસ્ટ પણ મોકલ્યું હતું. તેમાં કેટલીક મસ્જિદોના નામ હતા. રિઝવીનો દાવો હતો કે આ મસ્જિદ મુગલકાળમાં મંદિર તોડીને બનાવવામાં આવી હતી. તેમનું કહેવું છે કે તમામ મસ્જિદો હિંદુઓને સોંપી દેવામાં આવવી જોઇએ.

  • રિઝવીએ દાઉદ ઇબ્રાહિમ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિઝવીએ દાઉદ ઇબ્રાહિમ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 3 men of Dawood arrested from Bulandshaehr accused of planning murder of Wasim rizvi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top