ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 3 Generations os Bhullr family on same post of SSP in same district in Jalandhar

  દાદાથી પૌત્ર સુધી, ત્રણ પેઢી એક જ જિલ્લામાં SSP, સંપત્તિના મામલે CMથી પણ અમીર

  divyabhaskar.com | Last Modified - May 13, 2018, 03:55 PM IST

  એસએસપી ગુરપ્રીત સિંહ ભુલ્લરના પિતા ગુરઇકબાલ સિંહ ભુલ્લર અને દાદા ગુરદયાલ સિંહ ભુલ્લર પણ આ જિલ્લામાં આ જ પદ પર તહેનાત હતા
  • ગુરપ્રીત સિંહ ભુલ્લર (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુરપ્રીત સિંહ ભુલ્લર (ફાઇલ)
   જલંધર: એવા અનેક ઉદાહરણ છે કે ઘણી પેઢીઓ એક જ પ્રોફેશનમાં ઊંચી પોસ્ટ પર રહી હોય, પરંતુ એવું કદાચ જ બન્યું હશે કે કોઇ જિલ્લામાં એસએસપી (સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ)ની પોસ્ટ પર દાદા પણ હોય, દીકરો પણ હોય અને પૌત્ર પણ હોય. જલંધરમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા અત્યારે નિયુક્ત થયેલા એસએસપી ગુરપ્રીત સિંહ ભુલ્લરના પિતા ગુરઇકબાલ સિંહ ભુલ્લર અને દાદા ગુરદયાલ સિંહ ભુલ્લર પણ આ જિલ્લામાં આ જ પદ પર તહેનાત રહી ચૂક્યાં છે.

   પંજાબના CMથી પણ અમીર છે ભુલ્લર
   - ગુરપ્રીત સિંહ ભુલ્લર વિશે એક અન્ય રસપ્રદ વાત એ પણ છે કે તેઓ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ તેમજ ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ કરતા પણ અમીર છે.
   - છેલ્લી ચૂંટણી દરમિયાન ભરવામાં આવેલા નોમિનેશનમાં કેપ્ટને પોતાની સંપત્તિ 48 કરોડ અને સુખબીર સિંહ બાદલે 102 કરોડ રૂપિયા જાહેર કરી હતી. જ્યારે ગુરપ્રીત સિંહ ભુલ્લર 152 કરોડની સ્થાયી સંપત્તિનો માલિક છે. આ સંપત્તિનો આંકડો તેમણે મોહાલીમાં એસએસપી પદ પર નિયુક્તિ વખતે આપ્યો હતો.
   - ભુલ્લર ફક્ત આર્થિક રીતે જ અમીર નથી, પરંતુ પંજાબમાં તેમના પરિવારની સેવાઓ તેમનાથી પણ ઘણી વધારે સમૃદ્ધ છે. ભુલ્લર પરિવારની ખાસ વાત એ છે કે એસએસપીના રૂપમાં જલંધરમાં સેવાઓ આપનાર આ પરિવારે આઝાદી પછી સમૃદ્ધ તેમજ શાંત પંજાબ, આતંકવાદની ચરમસીમા પર રહેલા પંજાબથી લઇને આતંકવાદ પછીના પંજાબમાં સેવાઓ આપી છે.
   દાદાથી લઇને પૌત્ર સુધી
   - પોલીસ વિભાગમાંથી સેવાનિવૃત્ત થઇ ચૂકેલા ઘણા વૃદ્ધ અધિકારીઓ જણાવે છે કે ગુરદયાલ સિંહે પંજાબમાં પોતાના કાર્યકાળ દરમિયાન પ્રામાણિકતાની મિસાલ રજૂ કરી હતી.
   - તેમણે 9 સપ્ટેમ્બર, 1957થી લઇને 25 માર્ચ, 1960 સુધી એસએસપી જલંધર તરીકે સેવાઓ આપી હતી, જ્યારે પિતા ગુરઇકબાલ સિંહ ભુલ્લરે 5 માર્ચ, 1980થી લઇને 5 માર્ચ, 1984 સુધી જલંધરના એસએસપી તરીકે સેવાઓ આપી.
   - પિતા તેમજ દાદા પીપીએસ તરીકે નિયુક્ત થયા હતા, ત્યારબાદ આઇપીએસના રૂપમાં પ્રમોશન મેળવીને આઇજી અને ડીઆઇજી તરીકે સેવાનિવૃત્ત થયા હતા.
   - હવે ગુરપ્રીત ભુલ્લર જલંધરમાં પોતાના બીજા કાર્યકાળમાં સેવાઓ આપી રહ્યા છે. પહેલા તેઓ 2003માં અહીંયા એસએસપી રહ્યા હતા.
   મને ગર્વ છે: ગુરપ્રીત સિંહ
   - જલંધરના એસએસપી ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું, "દાદાજીના સમયથી પોલીસ વિભાગ મારફતે દેશ અને સમાજની સેવા કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે. તેની જ ત્રીજી પેઢીના રૂપમાં હું એ સંકલ્પ સાથે સેવાઓ આપી રહ્યો કે સમાજ અને લોકોની ભલાઈ માટે જેટલું કરી શકાય તેટલું કરું. મને ગર્વ છે કે મારા પિતા અને દાદાજીએ પોતાના કામથી, પોતાની પ્રામાણિકતાથી અને કર્મઠતાથી પોલીસ વિભાગમાં એક સ્વચ્છ છબિ બનાવી હતી, જે આજે પણ કાયમ છે અને આગળ પણ રહેશે."
  • ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું, દાદાજીના સમયથી પોલીસ વિભાગ મારફતે દેશ અને સમાજની સેવા કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું, દાદાજીના સમયથી પોલીસ વિભાગ મારફતે દેશ અને સમાજની સેવા કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે. (ફાઇલ)
   જલંધર: એવા અનેક ઉદાહરણ છે કે ઘણી પેઢીઓ એક જ પ્રોફેશનમાં ઊંચી પોસ્ટ પર રહી હોય, પરંતુ એવું કદાચ જ બન્યું હશે કે કોઇ જિલ્લામાં એસએસપી (સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ)ની પોસ્ટ પર દાદા પણ હોય, દીકરો પણ હોય અને પૌત્ર પણ હોય. જલંધરમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા અત્યારે નિયુક્ત થયેલા એસએસપી ગુરપ્રીત સિંહ ભુલ્લરના પિતા ગુરઇકબાલ સિંહ ભુલ્લર અને દાદા ગુરદયાલ સિંહ ભુલ્લર પણ આ જિલ્લામાં આ જ પદ પર તહેનાત રહી ચૂક્યાં છે.

   પંજાબના CMથી પણ અમીર છે ભુલ્લર
   - ગુરપ્રીત સિંહ ભુલ્લર વિશે એક અન્ય રસપ્રદ વાત એ પણ છે કે તેઓ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ તેમજ ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ કરતા પણ અમીર છે.
   - છેલ્લી ચૂંટણી દરમિયાન ભરવામાં આવેલા નોમિનેશનમાં કેપ્ટને પોતાની સંપત્તિ 48 કરોડ અને સુખબીર સિંહ બાદલે 102 કરોડ રૂપિયા જાહેર કરી હતી. જ્યારે ગુરપ્રીત સિંહ ભુલ્લર 152 કરોડની સ્થાયી સંપત્તિનો માલિક છે. આ સંપત્તિનો આંકડો તેમણે મોહાલીમાં એસએસપી પદ પર નિયુક્તિ વખતે આપ્યો હતો.
   - ભુલ્લર ફક્ત આર્થિક રીતે જ અમીર નથી, પરંતુ પંજાબમાં તેમના પરિવારની સેવાઓ તેમનાથી પણ ઘણી વધારે સમૃદ્ધ છે. ભુલ્લર પરિવારની ખાસ વાત એ છે કે એસએસપીના રૂપમાં જલંધરમાં સેવાઓ આપનાર આ પરિવારે આઝાદી પછી સમૃદ્ધ તેમજ શાંત પંજાબ, આતંકવાદની ચરમસીમા પર રહેલા પંજાબથી લઇને આતંકવાદ પછીના પંજાબમાં સેવાઓ આપી છે.
   દાદાથી લઇને પૌત્ર સુધી
   - પોલીસ વિભાગમાંથી સેવાનિવૃત્ત થઇ ચૂકેલા ઘણા વૃદ્ધ અધિકારીઓ જણાવે છે કે ગુરદયાલ સિંહે પંજાબમાં પોતાના કાર્યકાળ દરમિયાન પ્રામાણિકતાની મિસાલ રજૂ કરી હતી.
   - તેમણે 9 સપ્ટેમ્બર, 1957થી લઇને 25 માર્ચ, 1960 સુધી એસએસપી જલંધર તરીકે સેવાઓ આપી હતી, જ્યારે પિતા ગુરઇકબાલ સિંહ ભુલ્લરે 5 માર્ચ, 1980થી લઇને 5 માર્ચ, 1984 સુધી જલંધરના એસએસપી તરીકે સેવાઓ આપી.
   - પિતા તેમજ દાદા પીપીએસ તરીકે નિયુક્ત થયા હતા, ત્યારબાદ આઇપીએસના રૂપમાં પ્રમોશન મેળવીને આઇજી અને ડીઆઇજી તરીકે સેવાનિવૃત્ત થયા હતા.
   - હવે ગુરપ્રીત ભુલ્લર જલંધરમાં પોતાના બીજા કાર્યકાળમાં સેવાઓ આપી રહ્યા છે. પહેલા તેઓ 2003માં અહીંયા એસએસપી રહ્યા હતા.
   મને ગર્વ છે: ગુરપ્રીત સિંહ
   - જલંધરના એસએસપી ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું, "દાદાજીના સમયથી પોલીસ વિભાગ મારફતે દેશ અને સમાજની સેવા કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે. તેની જ ત્રીજી પેઢીના રૂપમાં હું એ સંકલ્પ સાથે સેવાઓ આપી રહ્યો કે સમાજ અને લોકોની ભલાઈ માટે જેટલું કરી શકાય તેટલું કરું. મને ગર્વ છે કે મારા પિતા અને દાદાજીએ પોતાના કામથી, પોતાની પ્રામાણિકતાથી અને કર્મઠતાથી પોલીસ વિભાગમાં એક સ્વચ્છ છબિ બનાવી હતી, જે આજે પણ કાયમ છે અને આગળ પણ રહેશે."
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 3 Generations os Bhullr family on same post of SSP in same district in Jalandhar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top