તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરીનો બર્થડે ઊજવ્યા પછી નાનકડી વાત પર માએ મોતને લગાવ્યું ગળે, બાપે ઠપકો આપતાં પુત્રએ ખાધું ઝેર, જ્યારે પતિએ ન કરી હોત આ ભૂલ તો મહિલાએ ન ઉઠાવ્યું હોત આ પગલું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીકરીના જન્મદિવસના પ્રોગ્રામમાં પતિ મોડ્યો પડ્યો તો મહિલા થઈ નારાજ. - Divya Bhaskar
દીકરીના જન્મદિવસના પ્રોગ્રામમાં પતિ મોડ્યો પડ્યો તો મહિલા થઈ નારાજ.

ગ્વાલિયર: અહીંયા આત્મહત્યાના ત્રણ કેસ બન્યા. શુક્રવારની રાતે દીકરીનો જન્મદિવસ ઊજવ્યા પછી માએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. જણાવવામાં આવ્યું છે કે જન્મદિવસની પાર્ટીમાં પતિના મોડા પહોંચવાથી તે નારાજ હતી. જાણ થતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મોત થઈ ગયું. આ ઉપરાંત ગ્વાલિયરમાં જ દારૂ પીને ઘરે પહોંચેલા એક યુવકને પિતાએ ઠપકો આપ્યો તો તેણે પણ ઝેર ખાઈને મોતને વહાલું કર્યું. જ્યારે મહારાજપુરા વિસ્તારના પેંથરીમાં પતિ સાથે ઝઘડો થતા મહિલાએ લગાવી ફાંસી. 

 

પતિના મોડા આવવા પર થયો હતો ઝઘડો

 

પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અષ્થાનાએ જણાવ્યું કે શુક્રવારની રાતે વિનયનગર સેક્ટર-3માં રહેતા અનુરાગ ચૌહાણ (44)ની પત્ની અનુરાધા ઉર્ફ આશા (40)એ ઝેર ખાઈ લીધું. અનુરાગ અને તેના પરિવારજનો આ વાતની જાણ થતાં જ આશાને ખાનગી હોસ્પિટલ લઈને ગયા, જ્યાં થોડીવારની સારવાર પછી તેનું મોત થઈ ગયું. જણાવવામાં આવ્યું છે કે શુક્રવારે અનુરાગની મોટી દીકરી અવંશિકા (18)નો જન્મવદિવસ હતો. તેની પાર્ટીમાં પતિ મોડો આવતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને તેની થોડીવાર પછી અનુરાધાએ ઝેર ખાઈ લીધું. એ પણ જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન આશાના માથામાં ટાંકા જોવા મળ્યા. પરિવારજનોનું કહેવું હતું કે બે દિવસ પહેલા આશા દર્શન કરવા ગયેલા ત્યારે મંદિરમાં પડી ગઈ હતી. ત્યારે માથામાં ઇજા થવાથી ટાંકા લગાવ્યા હતા. 

 

પિતાએ ઠપકો આપ્યો તો દીકરાએ ખાધું ઝેર

 

બહોડાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જ રામાજીપુરામાં રહેતો સોનુ જાટવ (28) આગલી રાતે દારૂ પીને પોતાના ઘરે પહોંચ્યો. પિતા રામસિંહે જ્યારે તેને દારૂના નશામાં જોયો તો તેને ઠપકો આપ્યો. ત્યારબાદ રામસિંહ પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને દીકરો પોતાના રૂમમાં. રાતે જ થોડીવાર પછી સોનુએ ઝેર ખાઈ લીધું. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેનું મોત થઈ ગયું. 

 

રાતે પતિ સાથે થયો ઝઘડો, સવારે પત્નીએ લગાવી ફાંસી

 

મહારાજપુરા વિસ્તારમાં એક મહિલાનો પતિ સાથે ઝઘડો થઈ ગયો. સવારે જ્યારે પતિ ડ્યૂટી પર ગયો તો તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પરિવારજનો જ્યારે રૂમમાં ગયા તો જાણ થઈ. મહારાજપુરમાં આવેલા ગામ પેંથરીમાં રહેલા રામવરણ પાલના લગ્ન માર્ચ મહિનામાં પાસેના જ ગામની પ્રિયંકા સાથે થયા હતા. શુક્રવારની રાતે કોઇ વાત પર તેનો પત્ની સાથે ઝઘડો થઈ ગયો. રામવરણ એક ફેક્ટરીમાં નોકરી કરે છે. શનિવારે સવારે તે ડ્યૂટી પર ગયો. ત્યારબાદ પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.