Divya Bhaskar

Home » National News » Latest News » National » સીઝફાયર ઉલ્લંઘનમાં 1 જવાન શહીદ-IED બ્લાસ્ટમાં 3 ઘાયલ| 3 Army personnel were injured in IED blast

J&K: સીઝફાયર ઉલ્લંઘનમાં 1 જવાન શહીદ, IED બ્લાસ્ટમાં 3 સૈનિક ઘાયલ

Divyabhaskar.com | Updated - May 28, 2018, 11:04 AM

આતંકીઓએ અંધારાનો ફાયદો લઈને સીઝફાયર ઉલ્લંઘન કર્યું હતું

  • સીઝફાયર ઉલ્લંઘનમાં 1 જવાન શહીદ-IED બ્લાસ્ટમાં 3 ઘાયલ| 3 Army personnel were injured in IED blast
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શોપિયામાં IED બ્લાસ્ટમાં 3 જવાન ઘાયલ

    શોપિયા: જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રમઝાનને ધ્યાનમાં રાખીને સીઝફાયરનો આતંકીઓ ફાયદો લઈ રહ્યા છે. પુલવામાના કાકાપોરમાં રવિવારે મોડી રાતે આતંકીઓએ સેનાના કેમ્પ પર હુમલો કરી દીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આતંકીઓએ કાકાપોર વિસ્તારમાં 50 રાષ્ટ્રીય રાઈફલ્સની શીબિર પાસે ગોળીબાર કર્યો હતો. ત્યારપછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો. કેન્દ્ર દ્વારા સીઝફાયર સીઝફાયરની જાહેરાત પછી કોઈ આતંકી હુમલામાં આ પહેલો જવાન શહીદ થયો છે. આતંકીઓ હુમલો કરીને અંધારાનો ફાયદો લઈને ભાગી ગયા હતા. આ હુમલામાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો. તેની ઓળખ બિલાલ અહમદ ગનઈ તરીકે થઈ હતી અને તે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.

    શોપિયામાં IED બ્લાસ્ટ


    રવિવારે મોડી રાતે આતંકી હુમલા પછી સોમવારે વહેલી સવારે શોપિયા જિલ્લાના ચિલ્લીપોરા અને સુગન વચ્ચે એક આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં 3 જવાન ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. બ્લાસ્ટ એટલો મોટો હતો કે તેના કારણે સેનાની ગાડી ઉંધી પડી ગઈ હતી. સેનાએ ઘટના સ્થળનો આજુબાજુનો વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

  • સીઝફાયર ઉલ્લંઘનમાં 1 જવાન શહીદ-IED બ્લાસ્ટમાં 3 ઘાયલ| 3 Army personnel were injured in IED blast
    બ્લાસ્ટના કારણે સેનાની આખી ગાડી ઉંધી પડી ગઈ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending