ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 2nd presentation of Satire series of Kumar Vishwas

  મહાભારત 2019: સિદ્ધાંતો પછી વેચવા માટે આત્મા અંતિમ સામાન- કુમાર વિશ્વાસ

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 09:35 AM IST

  પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસના 52 વ્યંગ્યની વર્ષભર ચાલનારી શ્રેણીની બીજી પ્રસ્તુતિ
  • કવિ કુમાર વિશ્વાસ (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કવિ કુમાર વિશ્વાસ (ફાઇલ)

   કવિ સંમેલનમાંથી પરત થઈને હું મોડેથી ઊંઘ્યો હતો ત્યાં સવાર-સવારમાં હાજી પંડિતના બૂમ બરાડાથી જાગી ઉઠ્યો. તે આંગણામાં ઊભા ઊભા જ જોરજોરથી બૂમો પાડી રહ્યા હતા, 'ભાઈઓ અને બહેનો, આવો આવો, મળો લોકતંત્રના સૌથી શરમજનક પ્રાણીને. ઊંઘમાં ને ઊંઘમાં જ પડતા-આખડતા મારા બેડરૂમની રેલિંગ પરથી આંગણામાં જોયું તો વિચિત્ર દ્રશ્ય હતું.

   હાજી પંડિત એક મરેલા કાચિંડાને પૂંછડીથી પકડીને આખા પરિવારના લોકોને ભેગા કરીને કહી રહ્યા હતા. મેં કંટાળીને કહ્યું 'અરે હાજી ભાઈ, સવાર સવારમાં આ શું બાળપણ સૂઝ્યું છે? આ બિચારા જનાવરને કેમ મારી નાખ્યું? તેઓ બોલ્યા, 'જુઓ મહાકવિ! આરોપ ના મૂકશો.' આપણે બંને લંગોટિયા મિત્રો છીએ. તમે રાજકારણમાં જઈને પણ આજ સુધી આત્મા પણ મારી શક્યા નથી તો હું આ ગરીબને કેવી રીતે મારી શકું? આખી દુનિયામાં પળે પળે રંગ બદલવામાં નિષ્ણાત આ કાચિંડાએ તો આત્મહત્યા કરી છે.'

   હું ખિજાયો 'કેમ મજાક કરી રહ્યા છો હાજી? અરે જનાવર પણ ક્યારેય આત્મહત્યા કરે? અને કરે પણ શા માટે? આંખના ખૂણે 'શિકાર ફસાઈ ગયો છે'વાળા કાતિલ સ્મિત સાથે હાજી પંડિતે કહ્યું, 'હા, હવે તમે સાચા માર્ગ પર છો મહાકવિ.' હકીકતમાં છેલ્લા કેટલાક દિવસો સુધી આ બિચારો રંગબદલુના નામથી કુખ્યાત હતો. પણ હવે રાજકારણના રંગ બદલવામાં આને લખનઉના કેટલાક નરેશો અને દિલ્હીના કેટલાક માલિકોએ પછાડી દીધો છે તો આ પ્રાણી દુ:ખી થઈને આત્મહત્યા કરી બેઠો છે.'

   મેં પગથિયા ઉતરતા તેમને પૂછ્યું, 'હાજી રાજકારણમાં રંગોનું શું કામ ? હા, રમખાણો કરાવવા હોય તો જરૂર અમારા નેતા વાતાવરણને લીલું-ભગવું બનાવતાં રહે છે.

   તેમણે મૃત કાચિંડાને રાજકીય સન્માન સાથે ખૂણામાં પડેલા પગરખાના ખાલી ડબ્બામાં સૂવડાવી દીધો અને કહ્યું, 'જુઓ મહાકવિ, જીવજંતુઓ માટે જે રંગબદલુ કહેવાય છે. રાજકારણના જંગલમાં એ જ કળા પક્ષબદલુના નામથી ઓળખાય છે. નેતાઓની નીચતા પછી આ જ એક કળા કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક સમાન છે. આ હવામાન ખાતાથી પણ મોટી કળા છે. તેને 'હૃદય પરિવર્તન', 'આત્માનો આવાજ', 'સેક્યુલર તાકાતો એક થઇ જાઓ', 'બિનસાંપ્રદાયિકતા જોખમમાં છે', 'રાષ્ટ્રની અસ્મિતા જોખમમાં છે', 'ગણિત બેસી ગયું', 'સેટિંગ થઈ ગયું છે', જેવા હુમલાઓના કૂંડાઓમાં ઊગાડવામાં આવે છે.

   પછી મારી તરફ આંખ મારીને બોલ્યા, 'કેટલાક લોકો પ્રમાણિકતાના આ રાયતાને બે-ચાર વર્ષ ફેલાવી નાલાયકીપણાથી સત્તાનું દહીં પણ જમાવી લે છે... મહાકવિ. આ સાંભળી મેં એકદમ હાજી પંડિતને ઠપકાર્યા. 'શરમ કરો હાજી' આટલા ખરાબ કામનો તમે મહિમા કરી રહ્યા છો. એમણે કહ્યું, 'ખરાબ?' અરે પક્ષ બદલનારા નેતા આપણા ગરીબ દેશને વારંવાર ચૂંટણીના ખર્ચથી બચાવે છે. તેઓ પ્લેટફોર્મ પર ભટકી રહેલા નેતાઓના RAC છે, જાણે આગળની યાત્રા કન્ફર્મ. જેમ ફૂલના ગુલદસ્તાને ગમે ત્યાં મૂકી દો, ત્યાં તે તેની યોગ્યતા મુજબ સુગંધ કે દુર્ગંધ ફેલાવશે. એવી જ રીતે પક્ષ બદલું નેતા સત્તા કબજે કરવા કે ચલાવવામાં યોગ્યતા અનુસાર કામ આવે છે.

   મારા જ્ઞાનકુંડમાં આહુતિ નાખતા હાજીએ રસોઈયાને ચા બનાવવાનો આદેશ આપીને કહ્યું, 'જુઓ મહાકવિ પક્ષ પલટો મોટામોટા યુયુત્સુ કરે છે. એમાં ખરાબ શું છે. આ પક્ષપલટો કરનારા એવા 'પાસે-વાન' હોય છે કે તેમના 'ચિરાગ' દરેક સરકારમાં પ્રગટે છે. ઘણી વખત તો આ પ્રક્રિયામાં CBI, ED જેવી સરકારી એજન્સીઓ પણ પરિણામ સુધી પહોંચાડે છે. અને તમે તો ગાંધીવાદી છો. આ કર્મકાંડને બાપુનો પણ આશીર્વાદ પ્રાપ્ત છે. મેં આવેલી ચા તેમની સામે મૂકતા કહ્યું, 'છી: છી: હાજી! શરમ કરો ! ઓછામાં ઓછા બાપુને તો આમાં ના લપેટો!'

   ચા પીતા તેઓ હસ્યા, 'અરે મહાકવિ ! તમે જ જણાવો. બાપુના ફોટાવાળી ગુલાબી નોટોથી 30-30 વર્ષ બીજા પક્ષથી આવેલા લોકોને બેઠકો વેચવામાં આવે છે કે નહીં? દલીલમાં પાછળ પડતાં મને ત્યાંથી નીકળી જવામાં જ શાણપણ દેખાયું. જોરથી અટહાસ્ય કરતાં હાજી પાછળથી બોલ્યા, 'આખી રાત આખા વિશ્વને શેર સંભળાવીને આવ્યા છો તો અમારી ચાર લાઈન પણ સાંભળી લો.

   'શર્મ-ઓ-લિહાજ, વાદે, અસૂલો કે બાદ અબ

   બિકને કે લિએ આત્મા અંતિમ સામાન હૈ
   સત્તા કે સૌદાગર કો ભલા ઇસ સે ક્યા ફરક
   ઇસકી દુકાન હૈ યા ઉસકી દુકાન હૈ... '

  • કુમાર વિશ્વાસ (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુમાર વિશ્વાસ (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2nd presentation of Satire series of Kumar Vishwas
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `