ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» લાલકિલ્લાની સાફ સફાઈ થઈ છત પરથી 25 લાખ કિલો ધૂળ માટી નીકળી | 25 Lakh Kilo dust out in cleanliness of Red Fort

  લાલકિલ્લાની સફાઈમાં નીકળી 25 લાખ કિલો ધૂળ-માટી, 5 મહિનામાં સાફ થઈ 100 વર્ષથી જામેલી ગંદકી

  Divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 04:47 PM IST

  લાલકિલ્લા પર એટલી ધૂળ જમા હતી કે જો હજુ પણ તેને હટાવવામાં ન આવી હોત તો પ્રાચીર ઈમારતનો આ ભાગ ધૂળના ભારથી પડી ગયો હોત.
  • લાલકિલ્લો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાલકિલ્લો

   નવી દિલ્હીઃ લાલકિલ્લાની છત પર 25 લાખ કિલો ધૂળ-માટી જામી હતી. માટીના 2 મીટર ઊંચા થર જામી ગયા હતા. છેલ્લાં 5 મહિનાથી ભારતીય પુરાત્વ સર્વેક્ષણ વિભાગ તેની સફાઈમાં લાગેલુ હતું. હવે જ્યારે કામ પૂરું થયું, તો ASIએ જણાવ્યું કે લાલકિલ્લા પર એટલી ધૂળ જમા હતી કે જો હજુ પણ તેને હટાવવામાં ન આવી હોત તો પ્રાચીર ઈમારતનો આ ભાગ ધૂળના ભારથી પડી ગયો હોત. આ લાલકિલ્લાની સામેનો ભાગ છે જયાંથી દર વર્ષે વડાપ્રધાન સ્વતંત્રતા દિવસે ભાષણ આપે છે.

   100 વર્ષથી જમા થઈ રહ્યાં ધૂળના થર

   - ધૂળના આ થર લગભગ 100 વર્ષથી હતા અને તે પણ મુખ્ય ગેટ લાહોરી ગેટની છત પર.
   - ત્યારથી લઈને અત્યાર સુધી તેને હટાવવા માટે જરૂરી સાફ સફાઈ ન કરવામાં આવી પરિણામે ધૂલ અને તમામ કૂડો-કચરો જામી જતાં આટલો થર થઈ ગયો હતો.
   - પુરાતત્વ વિભાગનો આ સાફસફાઈનો કાર્યક્રમ લગભગ એક વર્ષ ચાલવાનો છે. જે અંતર્ગત લાલકિલ્લાની અંદર લાગતી માર્કેટનું સ્વરૂપ સારૂ કરી શકાય.
   - અહીં પીવાના પાણી, વોશરૂમ સહિતની વ્યવસ્થા સુયોગ્ય કરવામાં આવશે. આ ઉપરાંત તમામ દીવાલો પર પ્લાસ્ટરની અનેક થર જામી ગયા છે, જેના કરાણે દીવાલો પર બનેલી મોગલ કાળની પેઈન્ટિંગ્સ દેખાતી પણ ન હતી.
   - પ્લાસ્ટરના આ થરને ધીમે ધીમે હટાવવામાં આવશે, કે જેથી પેઈન્ટિંગ્સને નુકસાન ન થાય. પૂરાં પ્રોજેક્ટ પાછળ ખર્ચ લગભગ 60 કરોડ રૂપિયા જેટલો થશે.
   - પુરાતત્વ વિભાગના દિલ્હી સર્કલના ઈન્ચાર્જ એન.કે.પાઠકે જણાવ્યું કે, "લાહોરી ગેટમાં જામેલા આ માટીથી કિલ્લાની દીવાલોને પણ નુકસાન થતું હતું."
   - ગેટની બંને બાજુથી અત્યારસુધીમાં 25 લાખ માટીને હટાવવામાં આવી છે. હવે ગેટ પર સેન્ડસ્ટોન લગાવવામાં આવશે કે જેથી દીવાલમાં ભેજ ન આવે.

   અંગ્રેજોએ માટી નખાવી હતી, જેથી ચાંદની ચોકમાં નજર રાખી શકાય

   - લગભગ 100 વર્ષ પહેલાં અંગ્રેજોએ લાહોર ગેટ અને દિલ્હી ગેટની પાસે માટી ભરીને તેને ઊંચો બનાવી દીધા હતા જેથીં બંને ગેટ પરથી ચાંદની ચોક પર નજર રાખી શકાય.
   - ત્યારથી આ માટી આ રીતે જામી રહી છે. તેના પર ધૂળ જામતી રહી. 2 વર્ષ પહેલાં લાલકિલ્લાના દિલ્હી ગેટમાંથી પણ માટી હટાવવામાં આવી હતી. જે બાદથી લાહોરી ગેટ પરથી પણ માટી હટાવવાની યોજના બની રહી હતી. પુરાતત્વ વિભાગે તે માટે ગૃહ મંત્રાલય પાસે અનુમતિ પણ માંગી હતી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • લાલકિલ્લાની આ સ્થળની સફાઈ થઈ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાલકિલ્લાની આ સ્થળની સફાઈ થઈ છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લાલકિલ્લાની સાફ સફાઈ થઈ છત પરથી 25 લાખ કિલો ધૂળ માટી નીકળી | 25 Lakh Kilo dust out in cleanliness of Red Fort
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `