ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» હિમાચલ: 200 ફૂટ ખાઇમાં સ્કૂલ બસ ખાબકી, 30ના મોત | 30 Died Including 27 Children In School Bus Accident at Himachal Pradesh

    હિમાચલ: 200 ફૂટ ખાઇમાં સ્કૂલ બસ ખાબકી, 29 બાળકો સહિત 32ના મોત

    DivyaBhaskar.com | Last Modified - Apr 09, 2018, 09:11 PM IST

    ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે પઠાણકોટની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નૂરપુર: હિમાચલ ખાતે આવેલા કાંગડા જિલ્લાના નૂરપુર ગામમાં સોમવાર સાંજે એક સ્કૂલ બસ 200 ફૂટ ખાઇમાં ખાબકતા 29 બાળકો સહિત 32 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બસ સ્કૂલના બાળકોને ઘરે છોડવા જઇ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ બસમાં 40 બાળકો સવાર હતા. આ અકસ્માતમાં મૃત્યઆંક વધી પણ શકે છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તપાસના આદેશ આપ્યા છે.

      ક્યારે બની આ ઘટના?

      - સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઘટના બપોરના 3 વાગ્યે નૂરપુર વિસ્તારમાં ચેંદી ગામની પાસે બની હતી.

      કઇ સ્કૂલની બસ હતી?

      - મીડીયા રિપોર્ટના જણાવ્યા મુજબ, સ્કૂલ બસ વજીર રામ સિંહ પઠાનિયા મેમોરિયલ સ્કૂલની છે.

      ઘટનાનું કારણ?

      - સ્કૂલ બસના ડ્રાઇવરે કંટ્રોલ ગુમાવતા આ બસ 200 ફૂટ ખાઇમાં ખાબકી હતી.

      કેટલુ થયું નુકશાન?

      - 32 લોકોના મોત થયા છે. જેમાં 29 બાળકો સહિત એક ડ્રાઇવર અને બે શિક્ષકોનો માત થયા છે. ડ્રાઇવર મદન સિંહનું ઘટના સ્થળ પર મોત થયું છે.
      - 10 ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે પઠાણકોટની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

      બસને ગેસ કટરથી કાપી બાળકાને બહાર કાઢ્યા

      - આ ઘટનામાં બસને ગેસ કટરથી કાપી બસમાં ફસાયેલા બાળકોને બહાર કાઢ્યા.

      મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

      - મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ ખુબ જ દુ:ખદ ઘટના છે. રાહત અને બચાવ કાર્ય માટે બધા જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પીડિત પરિવારને મદદ કરવામાં આવશે.
      - હિમાચલ પ્રદેશના એજ્યુકેશન મંત્રી સુરેશ ભારદ્વાજે 20 લોકોના માતની પુષ્ટી કરી છે.
      - જેપી નડ્ડાએ ટ્વિટ કરી જણાવ્યું કે, હિમાચલના કાંગડામાં થઇ સ્કૂલ બસ દુર્ઘટનામાં બાળકોના માતની સુચનાથી હું ઘણો દુ:ખી થયો છું. આ ઘટનામાં ભોગ બનનારના પરિવારજનોને ભગવાન શક્તિ આપે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થવાની કામના પ્રાર્થના કરુ છું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હિમાચલ: 200 ફૂટ ખાઇમાં સ્કૂલ બસ ખાબકી, 30ના મોત | 30 Died Including 27 Children In School Bus Accident at Himachal Pradesh
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top