યોગીના યુપીમાં થયો મુઝફ્ફરપુર કાંડ, બાલિકાગૃહમાંથી છોડાવામાં આવી 24 છોકરીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવરિયા: બિહારના મુઝફ્ફરપુર બાદ હવે ઉત્તર પ્રદેશના દેવરિયાના એક બાલિકા ગૃહમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપ છે કે, અહીં છોકરીઓને રાતે બહાર મોકલવામાં આવતી હતી.સવારે તે રડતાં રડતાં પાછી આવતી હતી. સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે અહીંથી એક છોકરી ભાગીને નીકળી હતી. છોકરીના નિવેદન પછી પ્રશાસને બાલિકા ગૃહ ઉપર દરોડા પાડ્યા હતા અને અહીંથી 24 છોકરીઓને છોડાવી હતી. હવે આ છોકરીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. આ બાલિકાગૃહ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હતું. એક વર્ષ પહેલાં જ ઉત્તર પ્રદેશ સરકારે તેને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

 

આ કેન્દ્રનું નામ મા વિન્ધ્વાલિની બાલગૃહ સંસ્થા છે. પોલીસે સંસ્થાની મહિલા સંચાલિકા ગિરજા ત્રિપાઠી, તેના પતિ અને દીકરાની ધરપકડ કરી લીધી છે. પોલીસ ઈન્સપેક્ટર રોહન પી કનયે જણાવ્યું કે, સંસ્થામાં 42 છોકરીઓના નામ રજિસ્ટર્ડ છે જ્યારે અહીંથી માત્ર 24 છોકરીઓ મળી છે. બાકીની છોકરીઓ ક્યાં છે તે વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. 

 

રાત્રે છોકરીઓને ક્યાંક મોકલવામાં આવતી હતી 


પોલીસના જણાવ્યા પ્રમાણે બાલિકા ગૃહમાંથી ભાગેલી એક છોકરીએ જણાવ્યું કે, મોટી છોકરીઓને રાતે મેડમ ક્યાંક મોકલતા હતા. તેમને લેવા માટે ક્યારેક લાલ તો ક્યારેક કાળી ગાડી આવતી હતી. સવારે જ્યારે આ છોકરીઓ પાછી આવતી ત્યારે માત્ર રડતી જ રહેતી હતી. અને કઈ પણ પૂછીએ તો ના જ પાડતી હતી. બાલિકા ગૃહમાં છોકરીઓ સાથે કચરા પોતા પણ કરાવવામાં આવતા હતા.

 

માન્યતા રદ કરવામાં આવી હતી


દેવરિયાના ડીપીઓ પ્રભાત કુમારના જણાવ્યા પ્રમાણએ આ સંસ્થામાં અનિયમીતતા જોવા મળી હતી. તેના આધારે જ આ સંસ્થાની માન્યતા રદ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રીટા બહુગુણા જોશીએ જણાવ્યું કે, ગયા વર્ષે જ સીબીઆઈ તપાસ દરમિયાન એ સત્ય સામે આવ્યું હતું કે, શેલ્ટર હોમ ગેરકાયદેસર રીતે ચાલતું હતું. ત્યારપછી સરકાર તરફથી અહીં રહેતી છોકરીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી હતી અને બાલિકા ગૃહને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ આદેશનું પાલન કરવામાં નહતું આવ્યું. 

અન્ય સમાચારો પણ છે...