Home » National News » Desh » 21 વર્ષની છોકરીએ બકરીઓ બચાવવા વાઘ સાથે ભીડી બાથ | 21 years old girl from Maharashtra fought with tiger to save goats

આ છે મહારાષ્ટ્રની 'ચારણકન્યા', 21 વર્ષે બકરીઓને બચાવવા વાઘ સાથે ભીડી બાથ

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 01:43 PM

રાતે જ્યારે રૂપાલી તેના ઘરમાં સૂઇ રહી હતી, ત્યારે અડધી રાતે તેને પોતાની બકરીઓના દર્દથી ચીસો પાડવાનો અવાજ આવ્યો

 • 21 વર્ષની છોકરીએ બકરીઓ બચાવવા વાઘ સાથે ભીડી બાથ | 21 years old girl from Maharashtra fought with tiger to save goats
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રૂપાલીએ પોતાના લોહીલુહાણ ચહેરાની અનેક સેલ્ફીઓ પાડી એફબી પર કરી પોસ્ટ. (એફબી પર પોસ્ટેડ તસવીર)

  બાંદ્રા (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના બાંદ્રા જિલ્લામાં માત્ર 21 વર્ષની એક છોકરીએ એક લાકડી લઇને વાઘ સાથે બાથ ભીડી. એટલું જ નહીં, પરંતુ વાઘના હુમલાથી લોહીલુહાણ થયેલા પોતાના ચહેરા સાથે તેણે એક પછી એક ઘણી બધી સેલ્ફી લીધી અને પછી તેને સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક પર પોસ્ટ કરી દીધી. આ જબરદસ્ત ઘટના 24 માર્ચના રોજ ઘટી હતી, પરંતુ તેની જાણ લોકોને આ અઠવાડિયે જ થઇ છે.

  શું છે મામલો

  - કોમર્સ ગ્રેજ્યુએટ થયેલી રૂપાલી મેશ્રામ મહારાષ્ટ્રના બાંદ્રામાં આવેલા ઉજગાવ ગામમાં રહે છે. 24 માર્ચની રાતે જ્યારે રૂપાલી તેના ઘરમાં સૂઇ રહી હતી, ત્યારે અડધી રાતે તેને પોતાની બકરીઓના દર્દથી ચીસો પાડવાનો અવાજ આવ્યો. બકરીઓનો અવાજ સાંભળીને તે સફાળી ઊભી થઇ અને બહાર આવી.

  - રૂપાલીએ જણાવ્યું કે, "અડધી રાતે બકરીઓના જોરજોરથી રડવાના અવાજ સાંભળીને હું દોડીને બહાર આવી. જોયું તો ત્રણ બકરીઓ લોહીથી લથબથ હાલતમાં જમીન પર મરેલી પડી હતી."
  - રૂપાલી હજુ સમજી શકે કે આખરે આ થયું કેવી રીતે, તે પહેલા તો બકરીઓનો જીવ લેનાર વાઘે તેના પર પણ હુમલો કરી દીધો. પોતાને વાઘની ચુંગાલમાં ફસાયેલી જોઇને જાતને બચાવવા માટે રૂપાલીએ છડી ઉઠાવી અને મદદ માટે પોતાની માતાને જોરથી બૂમ પાડી.
  - ત્યાં સુધી તે છડીથી વાઘ સાથે લડતી રહી. જેવી તેની મા તેની મદદમાં આવી, તો વાઘે તેના પર પણ હુમલો કરી દીધો. આખરે જેમ-તેમ કરીને રૂપાલીની માતાએ પોતાની ઘાયલ દીકરીને ઘરમાં ખેંચી લીધી અને દરવાજો બંધ કરી દીધો.

  એક પછી એક અનેક સેલ્ફી લઇને કર્યા ફેસબુક પર પોસ્ટ

  રૂપાલીની ગભરાયેલી માએ પોતાના સંબંધીઓને ફોન કર્યો. ત્યારબાદ તેમણે વનવિભાગને આ વાતની જાણ કરી. ઘરની અંદર પહોંચેલી રૂપાલીએ પોતે સુરક્ષિત છે તે જોયા પછી તરત જ પોતાના લોહીથી લથબથ ચહેરાની એક પછી એક અનેક સેલ્ફીઓ લઇ નાખી અને બે ફોટા ફેસબુક પર પોસ્ટ કરી દીધા.

  - એક ફોટામાં રૂપાલી એકલી દેખાય છે અને એક ફોટામાં તેની માતા સાથે જોવા મળે છે. ફોટામાં બંનેના ચહેરા લોહીલુહાણ થયેલા દેખાય છે.
  - જોકે, વનવિભાગે તાત્કાલિક રૂપાલી અને તેની માતાને બાંદ્રા હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યારબાદ તેમને નાગપુર શિફ્ટ કરવામાં આવ્યા. નાગપુરમાં ઇલાજ કરી રહેલા ડોક્ટરે વાઘ સાથે લડવાના તેમના સાહસની પ્રશંસા કરી.
  - ડોક્ટરે કહ્યું કે, તે ભાગ્યશાળી રહી કે વાઘના હુમલાથી બચવામાં સફળ રહી અને તેણે હિંમતથી વાઘનો સામનો કરીને પોતાનો જીવ બચાવ્યો.

  આગળની સ્લાઇડમાં વાંચો, વનવિભાગે કહ્યું, વાઘ નહીં દીપડો હોઇ શકે છે

 • 21 વર્ષની છોકરીએ બકરીઓ બચાવવા વાઘ સાથે ભીડી બાથ | 21 years old girl from Maharashtra fought with tiger to save goats
  રૂપાલી અને તેની માતા બંને પર વાઘે કર્યો હતો હુમલો. (એફબી પર પોસ્ટેડ તસવીર)

  વનવિભાગે કહ્યું, વાઘ નહીં દીપડો હોઇ શકે છે

   

  - જણાવવામાં આવી રહ્યું છે કે, રૂપાલીને માથા, પગ અને કમરમાં ઇજા થઇ છે. તેનો ઇલાજ ચાલી રહ્યો છે. તેની માતાનો જખમ ધીમે-ધીમે ઠીક થઇ રહ્યો છે.

  - જ્યારે બીજી બાજુ વનવિભાગે રૂપાલીના આ દાવાને રદિયો આપ્યો અને કહ્યું કે આ વિસ્તારમાં વાઘની કોઇ ગતિવિધિઓ જોવા મળી નથી. તેમણે કહ્યું કે હુમલો કરનાર જાનવર દીપડો હોઇ શકે છે. 
  - આ ઉપરાંત, વનવિભાગ તરફથી રૂપાલીને 12 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે અને ઇલાજ પૂરો થયા પછી તેને વધુ વળતર આપીને તેનું સન્માન પણ કરવામાં આવશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ