ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 2019 general Election stretegy of BJP Nukkad Natak for 120 seats on which party never won

  BJP ચૂંટણી રણનીતિ: જે LS સીટો પર પાર્ટી જીતી નથી, ત્યાં નુક્કડ નાટક

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 10:06 AM IST

  બીજેપીએ એ 120 સીટ્સ માટે નુક્કડ નાટકની તૈયારી કરી રહી છે જેના પર તે ક્યારેય જીત હાંસલ કરી શકી નથી
  • કર્ણાટક ચૂંટણી પછી નવી રણનીતિ પર કામ શરૂ કરશે બીજેપી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટક ચૂંટણી પછી નવી રણનીતિ પર કામ શરૂ કરશે બીજેપી. (ફાઇલ)

   નવી દિલ્હી: બીજેપીએ એ 120 સીટ્સ માટે નુક્કડ નાટકની તૈયારી કરી રહી છે જેના પર તે ક્યારેય જીત હાંસલ કરી શકી નથી. આ સીટો પર નુક્કડ ટીમ ગલીઓમાં, ચાર રસ્તે, બજારોમાં અચાનક નાટકનું મંચન શરૂ કરશે, જેનું થીમ મોદી સરકારની ઉપલબ્ધિઓ હશે. લગભગ 5-7 મિનિટના નાટક પછી નજીક ઊભેલી એલઈડી સ્ક્રીનવાળી વાન પર એક ફિલ્મ શરૂ થશે, જેમાં લગભગ 10 મિનિટની ફિલ્મ દર્શાવવામાં આવશે. તેમાં મોદી સરકારની તમામ યોજનાઓને કેરેક્ટર્સના માધ્યમથી દર્શાવવામાં આવશે. તેમાં લાભાર્થીઓની યોજના સાકાર હોવાની વાત કહીને દર્શાવવામાં આવશે. કર્ણાટક ચૂંટણીમાં વ્યસ્ત પાર્ટી અધ્યક્ષ અમિત શાહે અત્યારે આ યોજનાને મંજૂરી નથી આપી, પરંતુ ચૂંટણી પછી આ રણનીતિ પર કામ શરૂ થઇ જશે.

   100-150 કરોડ રૂપિયાની છે યોજના

   - બીજેપીએ આગામી વર્ષે એપ્રિલ-મેમાં થનારી લોકસભા ચૂંટણીની જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગયા વર્ષે 17 ઓગસ્ટના રોજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ 120 સીટોને જીતવાની રણનીતિ હેઠળ પ્રભારીઓ તહેનાત કર્યા હતા. હવે આ સીટો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપ છોડવાની પહેલ કરવામાં આવી રહી છે.

   - પ્રભારીઓના રિપોર્ટ પછી આ સીટો પર બીજેપી હવે એવી રીતો અપનાવી રહી છે જેનાથી મોદી સરકારની પહેલને આ વિસ્તારોમાં પહોંચાડી શકાય. નુક્કડ નાટકની તૈયારી તેમાં સૌથી મહત્વની છે. આ માટે કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે 100-150 કરોડ રૂપિયાની યોજના તૈયાર કરી છે, જેને અમિત શાહની મંજૂરી માટે મોકલી દેવામાં આવી છે.

   2019માં એન્ટિ ઇન્કમ્બન્સીથી બચવાની તૈયારી

   બીજેપીએ 2014ની સામાન્ય ચૂંટણીમાં 282 સીટો જીતી હતી. રાજસ્થાન, ગુજરાત જેવા રાજ્યોમાં તો તમામ સીટો પર જીત હાંસલ કરી હતી. એટલે પાર્ટીનું અનુમાન છે કે 2019ની ચૂંટણીમાં પાર્ટીને એન્ટિ ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડી શકે છે અને તેને સીટોનું નુકસાન થશે. આ માટે બીજેપીએ તે 120 સીટો પર ફોકસ કર્યું છે જેના પર એકવાર પણ જીત નોંધાવી શકી નથી.

  • નુક્કડ નાટક દ્વારા સરકારની ઉપલબ્ધિઓ ગણાવવામાં આવશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નુક્કડ નાટક દ્વારા સરકારની ઉપલબ્ધિઓ ગણાવવામાં આવશે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2019 general Election stretegy of BJP Nukkad Natak for 120 seats on which party never won
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top