• Home
  • National News
  • Latest News
  • National
  • 2019ની ચૂંટણીમાં મોદી આ મુદ્દાઓથી કરી શકે છે પ્રચાર-પ્રસાર| 2019 general election hard for Modi

2019ની ચૂંટણી BJP માટે મોટો દાવ, મોદી આ મુદ્દાઓથી કરી શકે છે પ્રચાર-પ્રસાર

યુપીમાં ગોરખપુર-ફુલપુર અને પછી કર્ણાટકની હારથી બીજેપીને લાગ્યો છે મોટો ધક્કો

divyabhaskar.com | Updated - May 22, 2018, 12:16 PM
2019ની ચૂંટણી બીજેપી માટે મોટો દાવ
2019ની ચૂંટણી બીજેપી માટે મોટો દાવ

ર્ણાટકમાં સરકાર ન બનાવી શકવાથી નારાજ બીજેપી માટે પણ હવે 2019ની ચૂંટણી એક પ્રતિષ્ઠાનો સવાલ થઈ ગયો છે. ગોરખપુર અને ફુલપુરની પેટા ચૂંટણીમાં પણ બીજેપીને મળેલી હારના કારણે પાર્ટીને ખૂબ મોટો ધક્કો વાગ્યો છે.

નેશનલ ડેસ્ક: 2019ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક લોકોના મનમાં સવાલ છે કે, શું આ વખતે બીજેપી ફરીથી બહુમત મેળવીને ફરી સત્તામાં આવી શકશે? શું નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બની શકશે? કર્ણાટકમાં સરકાર ન બનાવી શકવાથી નારાજ બીજેપી માટે પણ હવે 2019ની ચૂંટણી એક પ્રતિષ્ઠાનો સવાલ થઈ ગયો છે. ગોરખપુર અને ફુલપુરની પેટા ચૂંટણીમાં પણ બીજેપીને મળેલી હારના કારણે પાર્ટીને ખૂબ મોટો ધક્કો વાગ્યો છે. કારણ કે આ એજ સીટ છે જ્યાંથી તેમના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી લાખો વોટ્સથી જીત્યા હતા. આ દરમિયાન મોદીએ પણ હવે 2019ની ચૂંટણી માટે કમર કસી લીધી છે અને તેઓ લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દાઓ મુકીને વોટબેન્ક ઊભી કરી શકે છે તેનું લિસ્ટ બનાવી રહ્યા છે.

તો આવો જાણીએ મોદી સરકાર કયા મુદ્દાઓથી 2019ની લોકસભા ચૂંટણીમાં વોટબેન્ક ઊભી કરી શકે છે...

ભ્રષ્ટાચાર મુક્ત સરકાર


- વડાપ્રધાન મોદી તેમની સરકારની ખાસ વાત એ જવાણે છે કે, તેમના મંત્રી ભ્રષ્ટાચારથી દૂર રહે છે. જે રીતે ગઈ સરકાર 2-જી સ્કેમ, કોલસા સ્કેલ, કોમનવેલ્થ સ્કેમ, ચોપર સ્કેમ, આદર્શ સ્કેમથી ઘેરાયેલી હતી તેની સરખામણીએ મોદી સરકારના મંત્રીઓના ભ્રષ્ટાચાર ઓછા સામે આવ્યા છે. જોકે આ દરમિયાન અમુક રાજ્ય સરકારો પર કૌભાંડોનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જનધન યોજના


- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં જન-ધન યોજનાની જાહેરાત સ્વતંત્રતા દિવસે કરી હતી. આ યોજનાનો હેતુ દેશના દરેક નાગરિકને બેન્કિંગ સુવિધા સાથે જોડવાનો હતો. આ યોજનાનો 31.31 કરોડ લોકોને ફાયદો પણ મળ્યો હતો. આર્થિક જગત વિસ્તારની આ યોજનાને દુનિયાની સૌથી મોટી યોજના માનવામાં આવે છે. આ યોજના અંતર્ગત એક જ સપ્તાહમાં સૌથી વધુ 1 કરોડ 80 લાખ 96 હજાર 130 બેન્ક એકાઉન્ટ ખોલવા માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો હતો.

આગળની સ્લાઈમાં જાણો અન્ય મુદ્દાઓ જેનાથી મોદી લોકસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરી શકે છે

મોદી સરકારે 1 જુલાઈ 2017ની રાત્રે સેન્ટ્રલ હોલમાં અડધી રાતે સંસદનું વિશેષ સત્ર બોલાવીને જીએસટી કાયદો પસાર કર્યો
મોદી સરકારે 1 જુલાઈ 2017ની રાત્રે સેન્ટ્રલ હોલમાં અડધી રાતે સંસદનું વિશેષ સત્ર બોલાવીને જીએસટી કાયદો પસાર કર્યો

જીએસટી


- મોદી સરકારે જીએસટીનો અર્થ એક રાષ્ટ્ર અને એક ટેક્સ એવો કર્યો છે. આ નવી ટેક્સ સિસ્ટમમાં દરેક વસ્તુ માટે અલગ અલગ ટેક્સ નહીં પરંતુ સમગ્ર દેશમાં સમાન ટેક્સની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. વર્ષ 1991 પછી અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં આ સૌથી મહત્વનું પગલું માનવામાં આવે છે. જોકે જ્યારે પાછલી સરકાર તેને અમલમાં લાવવા માગતી હતી ત્યારે સૌથી વધારે વિરોધ બીજેપી શાસિત રાજ્યો દ્વારા કરવામાં આવ્યો હતો અને હને બીજેપીએ પાછલી સરકારની સરખામણીએ ઘણાં વધારે ટેક્સ રેટ સાથે તેને લાગુ કર્યો છે. મોદી સરકારે 1 જુલાઈ 2017ની રાત્રે સેન્ટ્રલ હોલમાં અડધી રાતે સંસદનું વિશેષ સત્ર બોલાવીને જીએસટી કાયદો પસાર કર્યો હતો.

 

ડિજિટાઈજેશન તરફ મહત્વનું પગલું


- મોદી સરકારે છેલ્લા ચાર વર્ષમાં ડિજિટાઈજેશન પર ખૂબ ભાર આપ્યો છે. હવે બેન્કિંગ ક્ષેત્રની લઈને અન્ય સરકારી કાર્યોમાં ડિજિટાઈજેશનને પ્રોત્સાહન મળ્યું છે. તેના કારણે લોકોને ઘણી રાહત મળી છે. તેમાં મોદી સરકારની ડિજિટલ ચૂકવણીને સરળ બનાવવા માટે ભીમ એપ પણ સામેલ કરવામાં આવી છે. આ એપ અંતર્ગત પૈસા સીધા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે.

મોદી સરકારના મત પ્રમાણે આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં વરદાન સાબીત થઈ છે
મોદી સરકારના મત પ્રમાણે આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં વરદાન સાબીત થઈ છે

ઉજ્જવલા યોજના


મોદી સરકારના મત પ્રમાણે આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં વરદાન સાબીત થઈ છે. ખાસ કરીને જેમની પાસે ગેસ કનેક્શન નહતા અને તેમને રસોઈ બનાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ યોજનાના માધ્યમથી ગ્રામીણ પરિવારો સુધી એલપીજી કનેક્શન પહોંચાડવામાં આવ્યા છે અને મહિલાઓને સશક્ત બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગ્રામણી વિસ્તારોમાં રહેતા બીપીએલ રેશન કાર્ડ ધારકને મફતમાં સિલિન્ડર આપવામાં આવે છે. સરકારી આંકડા પ્રમાણે 3 કરોડ પરિવારને તેનો લાભ મળે છે.

 

મુદ્રા યોજના


વડાપ્રધાન મોદીની મુદ્રા યોજના (પીએમએમવાય) એક નોન કોર્પોરેટ, નોન કૃષિ અને લઘુ ઉદ્યોગોમાં રૂ. 10 લાખ સુધીનું ધિરાણ કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ ધિરાણ વાણિજ્ય બેન્ક, આરઆરબી, સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ બેન્ક, સહકારી બેન્ક, એમએફઆઈ અને એવબીએફસી દ્વારા આપવામાં આવે છે. સરકારી આંકડા પ્રમાણે 23 માર્ચ 2018 સુધીમાં કુલ 2,28,144.72 કરોડની લોન આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ યોજનાને 8 એપ્રિલે 2015માં લોન્ચ કરવામાં આવી છે. 

આની શરૂઆત વડાપ્રધાન મોદીએ તેમના કાર્યકાળના પ્રથમ વર્ષે જ કરી હતી.
આની શરૂઆત વડાપ્રધાન મોદીએ તેમના કાર્યકાળના પ્રથમ વર્ષે જ કરી હતી.

સ્વચ્છ ભારત અભિયાન


આની શરૂઆત વડાપ્રધાન મોદીએ તેમના કાર્યકાળના પ્રથમ વર્ષે જ કરી હતી. જોકે આ યોજનાને ઘણી પ્રસિદ્ધી પણ મળી છે. આ યોજના માટે સમગ્ર દેશમાં સફાઈના વિશેષ કાર્ય કરવામાં આવ્યા છે. તેમાં શૌચાલય નિર્માણથી લઈને કચરાના નિરાકરણનો પણ સમાવેશ થયો છે.

 

ઉડાન
મોદી સરકાર આ યોજનાને સામાન્ય જનતા માટેની ખાસ યોજના ગણાવે છે. આ યોજનાનો ઉદ્દેશ સામાન્ય જનતાને હવાઈ સેવા ઉપ્લબ્ધ કરાવવાનો છે. આ યોજનાની શરૂઆત 2016માં કરવામાં આવી છે અને અંદાજે 128 રુટ પર સસ્તા દરે ફ્લાઈટ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. 

મોદી સરકારે ભારતના નિર્માણ વિસ્તારને પ્રોત્સાહન આપવાના હેતુથી મેઈ-ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની શરૂઆત કરી
મોદી સરકારે ભારતના નિર્માણ વિસ્તારને પ્રોત્સાહન આપવાના હેતુથી મેઈ-ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની શરૂઆત કરી

મેક ઈન ઈન્ડિયા


મોદી સરકારે ભારતના નિર્માણ વિસ્તારને પ્રોત્સાહન આપવાના હેતુથી મેઈ-ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કેપિટલ ગુડ્સ સાથે નવી ટેક્નોલોજી અને આધુનિકતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજના માટે રૂ. 930 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

 

તીન તલાક અને હજ યાત્રા


તીન તલાક મામલે મોદીએ લીધેલા પગલાંને ઐતિહાસીક માનવામાં આવે છે. જોકે તેનો લાંબા સમયથી વિરોધ કરવામાં આવતો હતો. સરકારે લોકસભામાં ઘણાં બિલ રદ થયા પછી 'મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ બિલ' પાસ કરાવવાનું મહત્વનું કામ કર્યું હતું. તે સાથે જ સરકારે હજ પર આપવામાં આવતી સબસિડીખતમ કરી દીધી છે. એટલે કે 2018થી હજ પર જનારા દરેક વ્યક્તિએ તેમનો બધો જખર્ચ જાતે જ ઉપાડવો પડશે. નોંધનીય છે કે, ઘણાં સંગઠન સબસિડી ખતમ કરાવવા ઈચ્છતા હતા. 

X
2019ની ચૂંટણી બીજેપી માટે મોટો દાવ2019ની ચૂંટણી બીજેપી માટે મોટો દાવ
મોદી સરકારે 1 જુલાઈ 2017ની રાત્રે સેન્ટ્રલ હોલમાં અડધી રાતે સંસદનું વિશેષ સત્ર બોલાવીને જીએસટી કાયદો પસાર કર્યોમોદી સરકારે 1 જુલાઈ 2017ની રાત્રે સેન્ટ્રલ હોલમાં અડધી રાતે સંસદનું વિશેષ સત્ર બોલાવીને જીએસટી કાયદો પસાર કર્યો
મોદી સરકારના મત પ્રમાણે આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં વરદાન સાબીત થઈ છેમોદી સરકારના મત પ્રમાણે આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં વરદાન સાબીત થઈ છે
આની શરૂઆત વડાપ્રધાન મોદીએ તેમના કાર્યકાળના પ્રથમ વર્ષે જ કરી હતી.આની શરૂઆત વડાપ્રધાન મોદીએ તેમના કાર્યકાળના પ્રથમ વર્ષે જ કરી હતી.
મોદી સરકારે ભારતના નિર્માણ વિસ્તારને પ્રોત્સાહન આપવાના હેતુથી મેઈ-ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની શરૂઆત કરીમોદી સરકારે ભારતના નિર્માણ વિસ્તારને પ્રોત્સાહન આપવાના હેતુથી મેઈ-ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની શરૂઆત કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App