1

Divya Bhaskar

Home » National News » Desh » 20 years old boy molested 9 years old girl in Bhopal MP

9 વર્ષની દીકરીના લોહીભરેલા કપડા જોઇ બેભાન થઇ મા, મહિલાઓએ ખુલ્લેઆમ કરી આ સજા

Divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 11:11 AM IST

શહેરના બેરાગઢમાં 20 વર્ષના એક યુવકે નવ વર્ષની બાળકીની સાથે ઘરમાં ઘૂસીને જબરદસ્તી કરી

  • 20 years old boy molested 9 years old girl in Bhopal MP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જેને-જેને પણ તેની આ કરતૂતની જાણ થઇ તે ત્યાં રસ્તા પર આવીને તેને મારતા રહ્યા.

    ભોપાલ: શહેરના બેરાગઢમાં 20 વર્ષના એક યુવકે નવ વર્ષની બાળકીની સાથે ઘરમાં ઘૂસીને જબરદસ્તી કરી. ધરપકડ પછી પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું તો રાહદારીઓ અને મહિલાઓએ તેને ચંપલ અને થપ્પડોથી ખૂબ માર્યો.

    શું છે મામલો

    - ટીઆઇ સુધીર અરજરિયાના જણાવ્યા પ્રમાણે, તે વિસ્તારમાં રહેતી નવ વર્ષીય માસૂમના પિતા ડ્રાઇવર છે. અહીંયા જ રહેતો મોનુ જાટવ બાળકીના પિતાનો પરિચિત છે. બંને ઘણીવાર સાથે બેસીને દારૂ પીતા હતા, એટલે બાળકીના ઘરે તે આવતો-જતો રહેતો હતો.

    - શનિવારે સાંજે લગભગ પાંચ વાગે બાળકીના માતા-પિતા કામ પર ગયા હતા. ત્યારે મોનુ તેમના ઘરે પહોંચ્યો અને પાણી માંગ્યું. આ દરમિયાન મોકો જોઇને આરોપીએ બાળકી સાથે જબરદસ્તી કરી અને ભાગી ગયો.

    દીકરીના લોહીથી ખરડાયેલા કપડા જોઇ બેભાન થઇ ગઇ માતા

    - શનિવારે રાતે લગભગ સાડા આઠ વાગે માતા કામ પરથી પાછી ફરી તો તેની નજર દીકરીના લોહીથી ખરડાયેલા કપડા પર પડી. ડેરેલી-સહેમી ગયેલી બાળકીએ રડતા-રડતા આખી ઘટના માતાને જણાવી. તે સાંભળીને માતા બેભાન થઇ ગઇ.
    - ત્યારબાદ બાળકી પરિવારની સાથે બૈરાગઢ પોલીસ-સ્ટેશન પહોંચી અને મોનુ વિરુદ્ધ કેસ નોંધાવ્યો. બાળકીની તબિયત ખરાબ થવા પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામ આવી, જ્યાં હાલ તેની હાલત સ્થિર છે.

    જેને-જેને પણ કરતૂતની જાણ થઇ તેણે માર્યો

    - રવિવારે સવારે પોલીસે મોનુની ધરપકડ કરી લીધી. પોલીસે તેને લઇને તપાસ માટે પગપાળા જ ઘરે જઇ રહી હતી. આ દરમિયાન જેને-જને પણ તેની આ કરતૂતની જાણ થઇ તે ત્યાં રસ્તા પર આવીને તેને મારતા રહ્યા. વિસ્તારની નારાજ મહિલાઓએ તેને થપ્પડ અને ચંપલોથી પણ માર્યો.

  • 20 years old boy molested 9 years old girl in Bhopal MP
    ડરેલી-સહેમી ગયેલી બાળકીએ રડતા-રડતા આખી ઘટના માતાને જણાવી. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending