ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 2 years old girl victim of doctors negligience may not be able to walk at Delhi

  2 વર્ષની બાળકી ડોક્ટરોની બેદરકારીનો શિકાર, ચાલી શકશે કે કેમ એ શંકા

  divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 03:24 PM IST

  એક્સ-રે કરાવ્યા બાદ બાળકીનો પગ તૂટ્યો હોવાનું જણાવવામાં આવ્યું
  • પૂર્વ દિલ્હીમાં આવેલી ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ (જીટીબી)ના ડોક્ટરો પર બેદરકારી દાખવવાના ગંભીર આરોપો લાગ્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પૂર્વ દિલ્હીમાં આવેલી ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ (જીટીબી)ના ડોક્ટરો પર બેદરકારી દાખવવાના ગંભીર આરોપો લાગ્યા છે. (ફાઇલ)

   નવી દિલ્હી: પૂર્વ દિલ્હીમાં આવેલી ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ (જીટીબી)ના ડોક્ટરો પર બેદરકારી દાખવવાના ગંભીર આરોપો લાગ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોક્ટરોના કારણે કદાચ હવે બાળકી ક્યારેય પોતાના પગ ઉપર ઊભી નહીં રહી શકે. બાળકીના પરિવારજનોએ આ મામલે ફરિયાદ કરી છે, જેના આધારે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

   સીડીઓ પરથી પડી ગઇ હતી બાળકી

   - ગોકુલપુરીના ગંગા વિહારના નિવાસી સુરેન્દ્ર વર્માએ જણાવ્યું કે ગયા વર્ષે 30 નવેમ્બરના રોજ તેમની બે વર્ષની દીકરી પ્રિયાંશી સીડીઓ ઉપરથી પડી ગઇ હતી. ત્યારબાદ તેઓ બાળકીને લઇને ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેને ઇમરજન્સીમાં રાખવામાં આવી હતી.

   - ત્યાં એક્સ-રે કરાવ્યા બાદ બાળકીનો પગ તૂટ્યો હોવાનું જણાવવામાં આવ્યું. તેના પગમાં પ્લાસ્ટર પણ લગાવી દેવામાં આવ્યું.
   - 21 દિવસ પછી ડોક્ટરોએ પ્લાસ્ટર પણ કાઢી નાખ્યું. પરંતુ તેના બે અઠવાડિયા પછી ડોક્ટરોએ ચેકઅપ માટે તેને બોલાવતા જ્યારે હોસ્પિટલ લઇ જવામાં આવી તો ડોક્ટરોએ કોઇપણ જાતની તપાસ કર્યા વગર બાળકીને પાછી મોકલી દીધી અને કહ્યું કે થોડા દિવસોમાં તે ચાલવા લાગશે. પરંતુ તેવું થયું નહીં.

   પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જતા ખબર પડી કે કૂલો ખસી ગયો હતો

   - 25 જાન્યુઆરીના રોજ બાળકીને એક પ્રાઇવેટ હોસ્પિટલ લઇ ગયા પછી જાણ થઇ કે ફ્રેક્ચર પગમાં ન હતું, પરંતુ તેનો કૂલો ખસી ગયો હતો. 6 ફેબ્રુઆરીના રોજ ડોક્ટરોએ ઓપરેશન કરીને તેનો કૂલો તો યોગ્ય જગ્યાએ ફિટ કરી દીધો છે.

   - હાલ બાળકીને પ્લાસ્ટર લાગ્યું છે, જે આગામી બે મહિના સુધી રહેશે. પરંતુ, ત્યારબાદ પણ પ્રિયાંશી ક્યારેય બરાબર રીતે ચાલી શકશે કે નહીં તે બાબતે શંકા છે. સુરેન્દ્રએ આ મામલે મુખ્યમંત્રી, હોસ્પિટલ ડાયરેક્ટર, દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ અને દિલ્હી મહિલા આયોગને ફરિયાદ કરી દીધી છે.

   - ડૉ. સુનીલ કુમારે જણાવ્યું કે ફરિયાદ મળ્યા પછી મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાડકાના રોગના વિભાગ પાસે આ બાબતે જવાબ માંગવામાં આવ્યો છે.

   - તપાસનો રિપોર્ટ આવવામાં થોડોક સમય લાગી શકે છે. જો સંતોષકારક જવાબ ન મળ્યો તો આગળ કાર્યવાહી કરવામાં આવશે.

  • ડોક્ટરોના કારણે કદાચ હવે બાળકી ક્યારેય પોતાના પગ ઉપર ઊભી નહીં રહી શકે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોક્ટરોના કારણે કદાચ હવે બાળકી ક્યારેય પોતાના પગ ઉપર ઊભી નહીં રહી શકે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2 years old girl victim of doctors negligience may not be able to walk at Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top