Home » National News » Latest News » National » 2 terrorists killed in the encounter between security forces and terrorists in Pulwama district J&K

J&K: પુલવામામાં સેનાએ ઠાર કર્યા 2 આતંકી, જવાન શહીદ, 2 રાઈફલ પણ મળી આવી

Divyabhaskar.com | Updated - Nov 11, 2018, 02:15 AM

સેનાએ આતંકીઓ પાસેથી એક ઈંસાસ રાઈફલ અને એક એસોલ્ટ રાઈફલ પણ મેળવી છે

  • 2 terrorists killed in the encounter between security forces and terrorists in Pulwama district J&K

    પુલવામા:જમ્મુના સુંદરબની અને લાલયાલી વિસ્તારમાં શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કરી પાકિસ્તાને અંકુશરેખા પર ગોળીબાર કર્યો. તેમાં સૈન્યનો એક જવાન શહીદ થઇ ગયો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે શનિવારે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ પાકિસ્તાની સૈન્યના ગોળીબારમાં કેરી બટાલમાં તૈનાત રાઇફલમેન વરુણને ગોળી વાગી. તેમને અખનૂરની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તેમણે દમ તોડ્યો. ત્યાર બાદ બપોરે પાકિસ્તાની સૈન્યએ સુંદરબનીના ખૌર વિસ્તારમાં પણ ગોળીબાર કર્યો.


    ભારતીય સૈન્યએ તેનો જડબાતોડ જવાબ આપ્યો. આ પહેલા શુક્રવારે અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની સૈન્યના ગોળીબારમાં સૈન્યનો પોર્ટર માર્યો ગયો હતો. આ વર્ષના શરૂઆતના 7 મહિનામાં જ પાકિસ્તાન તરફથી ગોળીબારની 1435થી વધુ ઘટનાઓમાં 52 લોકો માર્યા ગયા છે.

    હિઝબુલના આતંકવાદી પાસેથી એકે-47 મળી

    પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દિનના બે આતંકી ઠાર મરાયા હતા. આતંકીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળતા સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો. ઠાર મરાયેલા આતંકીના નામ લિયાકત મુનીર અને વાજિદુલ ઈસ્લામ છે. આ બંને પાસેથી એકે-47 અને ઈન્સાસ રાયફલ સહિત મોટી માત્રામાં દારૂગોળાનો જથ્થો મળી આવ્યો હતો. આતંકીઓએ આ રાયફલ સુરક્ષાદળો પર હુમલો કરીને લઈ લીધી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ