ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Two Rajya Sabha Members from Congress approached Supreme Court on dismissal of the Impeachment motion against CJI

  CJI મહાભિયોગઃ VPના ફેંસલાને કોંગ્રેસના બે સાંસદોએ SCમાં પડકાર્યો

  Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 01:26 PM IST

  ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ રદ કરવાના વિરોધમાં સોમવારે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી.
  • રાજ્યસભાના 2 સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અમી યાજ્ઞિકે CJI વિરૂદ્ધ મહાભિયોગના રદ કરવામાં આવેલા પ્રસ્તાવ પર SCમાં અરજી કરી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યસભાના 2 સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અમી યાજ્ઞિકે CJI વિરૂદ્ધ મહાભિયોગના રદ કરવામાં આવેલા પ્રસ્તાવ પર SCમાં અરજી કરી (ફાઈલ)

   નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ રદ કરવાના વિરોધમાં સોમવારે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. પાર્ટીના રાજ્યસભાના 2 સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અમી યાજ્ઞિકે કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ અને વાઈસ પ્રેસિડન્ટ વેંકૈયા નાયડૂની પાસે તેને રદ કરવાનો વિકલ્પ નથી. તેઓએ જસ્ટિસ મિશ્રા વિરૂદ્ધ લાગેલા આરોપની તપાસ માટે એક કમિટી બનાવવી જોઈતી હતી. 23 એપ્રિલે ઉપરાષ્ટ્રપતિએ વિપક્ષના સાત પક્ષના સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસને ફગાવી દીધી હતી.

   - સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે નોટિસને રદ કરવાની અપીલની અર્જન્ટ સુનાવણી થવી જોઈએ. જો કે આ મામલો ચીફ જસ્ટિસની વિરૂદ્ધમાં છે, માટે સૌથી વરિષ્ઠ જજને લિસ્ટિંગ કરવાના નિર્દેશ આપવા જોઈએ.

   10 પેજના ફેંસલામાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યાં હતા નોટિસ રદ કરવાના આધાર

   - ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂએ પોતાના 10 પેજના ફેંસલામાં કહ્યું હતું કે, "નોટિસમાં ચીફ જસ્ટિસ પર લગાવવામાં આવેલા આરોપને મીડિયાની સામે ઉજાગર કરવામાં આવ્યા, જે સંસદીય ગરિમાની વિરૂદ્ધ છે." સાથે જ કહ્યું કે તેઓએ તમામ કાયદા નિષ્ણાંતો સાથેની ચર્ચા પછી આ પ્રસ્તાવ તર્કસંગત નથી.
   - "તમામ પાંચ આરોપો પર વિચાર કર્યા પછી જાણ થઈ કે આ સુપ્રીમ કોર્ટની અંદરની બાબત છે. એવામાં મહાભિયોગ માટે આ આરોપ સ્વીકાર ન કરી શકાય."
   - સભાપતિએ જણાવ્યું કે વિપક્ષી દળોની નોટિસને અસ્વિકાર કરતાં પહેલાં તેઓએ કાયદા નિષ્ણાંતો, બંધારણના વિશેષજ્ઞો, લોકસભા અને રાજ્યસભાના પૂર્વ મહાસચિવ, પૂર્વ વિધિક અધિકારીઓ, વિધિ આયોગના સભ્યો અને ન્યાયવિદ્દો સાથે ચર્ચા તેમજ સલાહ લીધી હતી.
   - તેઓએ પૂર્વ એર્ટની જનરલ, બંધારણના વિશેષજ્ઞ અને પ્રમુખ અખબારોના તંત્રીઓના વિચારોના પણ વાંચ્યા હતા.

   કોંગ્રેસે CJI પર 5 આરોપ લગાવ્યાં હતા

   - કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે રાજ્યસભાના ચેરમેનને સોંપેલા સાંસદોની નોટિસનો હવાલો આપતાં પાંચ આરોપ ગણાવ્યાં હતા. જેના આધારે ચીફ જસ્ટિસના મહાભિયોગના પ્રસ્તાવ અંગે નોટિસ લાવવામાં આવી હતી.

   1) પહેલા આરોપ અંગે સિબ્બલે કહ્યું હતું કે, "અમે પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટ મામલે ઓરિસ્સા હાઈકોર્ટના એક રિટાયર્ડ જજ અને એક દલાલ વચ્ચે વાતચીતની ટેપ પણ રાજ્યસભાના સભાપતિને મોકલ્યાં છે. આ ટેપ CBIને મળી હતી. આ મામલે ચીફ જસ્ટિસની ભૂમિકાની તપાસની જરૂરિયાત છે."
   2) "એક મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટે એક જજ વિરૂદ્ધ CBIની પાસે પુરાવા હતા, પરંતુ ચીફ જસ્ટિસે CBIને કેસ દાખલ કરવાની મંજૂરી આપી ન હતી."
   3) "જસ્ટિસ ચેલેમેશ્વર જ્યારે 9 નવેમ્બર, 2017નાં રોજ એક અરજીની સુનાવણી કરવા માટે રાજી થયાં, ત્યારે અચાનક તેમની પાસે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીથી બેંક ડેટની એગક નોટ મોકલવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ અરજી પર સુનાવણી ન કરો."
   4) "જ્યારે ચીફ જસ્ટિસ વકીલાત કરી રહ્યાં હતા, ત્યારે તેઓએ ખોટું સોગંદનામું દાખલ કરી જમીન પ્રાપ્ત કરી હતી. ADMએ સોગંદનામું ખોટું ગણાવ્યું હતું. 1985માં જમીન વ્હેંચણી રદ થઈ, પરંતુ 2012માં તેઓએ જમીન ત્યારે સરેન્ડર કરી જ્યારે તેઓને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા."
   5) "ચીફ જસ્ટિસના સંવેદનશીલ કેસને મરજી મુજબ કેટલીક વિશેષ બેંચને મોકલ્યાં. આવું કરી તેઓએ પોતાના પદનો દુરુપયોગ કર્યો છે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • 12મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના 4 જજ કેસની વ્હેંચણીને લઈને નારાજગી વ્યકત કરતી પત્રકાર પરિષદ કરી હતી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   12મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના 4 જજ કેસની વ્હેંચણીને લઈને નારાજગી વ્યકત કરતી પત્રકાર પરિષદ કરી હતી (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two Rajya Sabha Members from Congress approached Supreme Court on dismissal of the Impeachment motion against CJI
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top